GSTV

BIG BREAKING: IPL 2022માં અમદાવાદ અને લખનઉ હશે બે નવી ટીમો, 12 હજાર કરોડથી પણ વધુ રૂપિયા ખર્ચાયા

Last Updated on October 25, 2021 by pratik shah

દુબઈમાં ભારત-પાકિસ્તાન(India vs Pakistan) વચ્ચે રોમાંચક મેચ પૂર્ણ થયા પછી IPL સાથે જોડાયેલા એક મહત્વના અને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ફેન્સ માટે પણ મોટા સમાચાર છે, કારણકે આ મામલો એ બે ટીમો સાથે જોડાયેલો છે, જેની આજે જાહેરાત થવાની છે. જી હાં IPLમાં અત્યાર સુધી તો ફક્ત 8 ટીમોનું ટશન જોવા મળ્યું હતું. પરંતુ હવે 2022ની સીઝન થોડીક હટકે યોજાશે, જ્યાં 8 નહીં પરંતુ 10 ટીમો રમતી દેખાશે. બે નવી ટીમો માટે 6 શહેરોને BCCI પસંદ કરી છે.

CVC કેપિટલ પાર્ટનર્સે અમદાવાદની ટીમ ખરીદી

ઇન્ડિયન પ્રીમિયર લિગ (IPL)માં બે નવી ટીમની એન્ટ્રી થઈ છે. અમદાવાદ અને લખનઉની ટીમ આવતા વર્ષે IPLમાં રમતી જોવા મળશે. CVC કેપિટલ પાર્ટનર્સે અમદાવાદ જ્યારે RPSG ગ્રુપે લખનઉની ટીમ ખરીદી છે.

આઈપીએલમાં અમદાવાદની ટીમ સમાવાશે એવી ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી. એ વચ્ચે કોરોના આવતા આઈપીએલ વિસ્તરણ પણ અટકી ગયું હતું. હવે અમદાવાદની ટીમનો સમાવેશ થતાં ગુજરાતીઓનો આઈપીએલ સાથેનો નાતો વધુ મજબૂત બનશે.

આઈપીએલમાં અમદાવાદની ટીમ સમાવાશે એવી ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી. એ વચ્ચે કોરોના આવતા આઈપીએલ વિસ્તરણ પણ અટકી ગયું હતું. હવે અમદાવાદની ટીમનો સમાવેશ થતાં ગુજરાતીઓનો આઈપીએલ સાથેનો નાતો વધુ મજબૂત બનશે. જોકે અમદાવાદની ટીમ ગુજરાતના કોઈ ઉદ્યોગપતિ નહીં પરંતુ બંગાળના ગોએન્કા ગ્રૂપે ખરીદી છે.

 • IPLની બિડિંગ પ્રક્રિયા થઈ પૂર્ણ
 • આરપીજી ગોયન્કા ગ્રૂપે સૌથી મોટી બોલી લગાવી
 • લખનૌ માટે 7090 હજાર કરોડની બોલી લગાવાઇ
 • પ્રાઇવેટ ઇક્વિટી CVCએ 5600 કરોડની બોલી લગાવી
 • અદાણી વિજેતા બીડ ન કરી શક્યાના અહેવાલ
 • અદાણીએ 5000 કરોડની બોલી લગાવી હતી
 • ટોરેન્ટ ગ્રૂપ પણ વિજેતા બોલીની નજીક ન આવી શક્યા
 • માન્ચેસ્ટર યુનાઇટેડ પણ IPL ટીમ ન ખરીદી શક્યું
ipl

જાણકારી મુજબ અમદાવાદ અને લખનઉ IPLની બે નવી ટીમો 2022માં ધૂમ મચાવશે. ગોયનકા ગ્રુપે સૌથી મોટી બીડ લગાવી છે, જે 7 હજાર કરોડ રૂપિયા સુધી છે. દુબઈમાં BCCI અને IPLના તમામ અધિકારીઓ હાજર હતા. બીડ લગાવનાર તમા ગ્રુપ અને કંપનીઓ હાજર હતા.

 • અમદાવાદને મળી IPLની નવી ટીમ
 • CVC ગ્રૂપે અમદાવાદ માટે લગાવી હતી બોલી
 • 5600 કરોડ રૂપિયામાં IPL અમદાવાદ ટીમ વેચાઇ
 • ધનરાજ નથવાણીએ કર્યું ટ્વિટ

જેના માટે મોટા પ્રમાણની બોલી લગાવવામાં આવી રહી છે. એક અહેવાલ મુજબ 10 બોલી બે નવી ટીમો માટે લગાવવામાં આવી છે. જેમાં સૌથી મોંઘી બોલી અદાણી ગ્રુપ,RPSG, હિંદુસ્તાન ટાઈમ્સ મીડિયા, ગ્લેજર્સ, અને અરબિંદોએ લગાવી છે. મળતી માહિતી મુજબ અમદાવાદ, ઈંદોર અને લખનઉની ટીમોને ખરદીવાને લઈને હોડ છે.

2 ટીમો માટે 10 બોલીઓ જે લાગી છે, BCCI ની ટીમ તરફથી તેઓની હાલમાં તપાસની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. BCCI ના તમામ સ્કેલ પર જે ખરા ઉતરશે એ જ ટીમના માલિક બનવા હકદાર રહેશે. ટેક્નિકી બીડની તપાસ બાદ ફાઇનાન્સિયલ બીડ ઓપન થયું છે. માનચેસ્ટર યુનાઇટેડના માલિક હાલમાં આગામી સીઝન માટે IPL ની નવી ટીમ ખરીદવાની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યાં હતા પરંતુ તેઓ ખરીદી શક્યા નથી.

ખબર એ પણ સામે આવી છે કે, MS ધોનીનું કામ દેખનારી કંપની રિતી સ્પોર્ટ્સએ પણ IPL ટીમ ખરીદવા માટે બોલી લગાવવામાં આવી હતી. આ સિવાય અન્ય એક કંપની કે જેને બોલી લગાવી છે કે, તે અમૃત લીલા ઇન્ટરપ્રાઇઝિસ. IPL ટીમોના ઓક્શનમાં આ બંને કંપનીઓની બોલી લગાવવી એ ચોંકાવનારી રહી છે.ધોનીનું કામ જોનારી કંપની રિતી સ્પોર્ટ્સ ડિસ્ક્વોલિફાઇ થઇ ગઇ છે. અર્થાત તે હવે ટીમ ખરીદવાની રેસમાંથી બહાર થઇ ગઈ છે. ઉલ્લેખનીય છે કે બન્નો ટીમોની જાહેરાત પણ થઈ ગઈ છે.

કોન્ટ્રેક્ટ

BCCIની થઈ બંપર કમાણી

IPLની બે નવી ટીમોથી BCCIની તિજોરી છલોછલ થઈ ગઈ છે. જે લોકોએ બોલી લગાવવા માટે એપ્લાય કરવાનું હતું. તેમણે 10 લાખ રૂપિયાનું ફોર્મ સબમિટ કરવાનું હતું. આ સિવાય કોઈપણ ટીમનો બેસ પ્રાઈસ 2 હજાર કરોડ રૂપિયા છે, પરંતુ તેવું માનવામાં આવી રહ્યું છે કે એક ટીમ 7થી 10 હજાર કરોડ રૂપિયા સુધી વેચાઈ ગઈ છે. આ સ્થિતિમાં BCCIને આ બીડથી તિજોરી છલોછલ ભરાઈ

રિપોર્ટ અનુસાર, બે નવી ટીમો માટે 10 બીડ લગાવવામાં આવી હતી. આમાં સૌથી મોંઘી બીડ અદાણી ગ્રુપ, RPSG, હિન્દુસ્તાન ટાઈમ્સ મીડિયા, ગ્લેઝર્સ અને અરુબિડોસ દ્વારા કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, અમદાવાદ, ઈન્દોર અને લખનૌ ટીમો ખરીદવાની રેસમાં સૌથી આગળ હતા. તમામ ટીમોએ તેમના બીડીંગ પેપર આપ્યા હતા. ત્યારથી તેમનું વેરિફિકેશન કરવામાં આવ્યું છે. આરતી સ્પોર્ટ્સ, જે કંપની મહેન્દ્ર સિંહ ધોનીનું સંચાલન કરતી હતી, તેમના દસ્તાવેજો મોડા સબમિટ કરવાને કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી.

READ ALSO

Related posts

અમેરિકાએ કહ્યું- નવા વેરિઅન્ટની માહિતી ભેગી કરવામાં બે અઠવાડિયા લાગશે, પરંતુ જરૂરી છે બૂસ્ટર શોટ

Vishvesh Dave

શિયાળુ સત્ર / Bitcoinને લઈ નિર્મલા સિતારમણનું મોટું નિવેદન, કહ્યું- સરકાર બિટકોઈન લેવડ-દેવડ…

Zainul Ansari

મહત્વના સમાચાર / ઓમિક્રોન વેરિયન્ટને લઈને કેન્દ્ર સરકાર બની સતર્ક, નજીકના ભવિષ્યમાં થશે વેક્સિનને લઈને નવી પોલિસી લાગુ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!