GSTV
Cricket Photos Sports Trending

PHOTOS / IPLની આ 5 ‘મિસ્ટ્રી ગર્લ્સ’ને સોશિયલ મીડિયાએ રાતોરાત બનાવી સ્ટાર, ખૂબસુરતીમાં બોલીવુડની હિરોઇનોને પણ આપે છે ટક્કર

IPL

IPL 2022 આ મહિનાની 26 તારીખથી શરૂ થઈ રહ્યું છે. આ વખતે પણ ફેન્સ આ સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને ફેન્સને પણ મેદાનમાં એન્ટ્રી મળશે. IPLમાં ઘણી વખત આવી મિસ્ટ્રી ગર્લ દર્શકોની વચ્ચે જોવા મળે છે જે દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આવો અમે તમને કેટલીક એવી મિસ્ટ્રી ગર્લ્સ બતાવીએ જે IPL દરમિયાન ઘણી ચર્ચામાં રહી હતી.

માલતી ચાહર

ipl

વર્ષ 2018 માં, માલતી ચાહર રાતોરાત સ્ટાર બની ગઈ, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સની મેચમાં તેની તસવીર વાયરલ થઈ. ચેન્નાઈ સુપર કિંગ્સે પુણેમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે મેચ રમી હતી. ત્યારબાદ માલતી ચાહર કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બાદમાં માલતી ચેન્નાઈ ટીમના ફાસ્ટ બોલર દીપક ચહરની બહેન હોવાનું બહાર આવ્યું હતું. તે ધોનીની હાર્ડ-કોર ફેન છે.

અદિતિ હુંડિયા

IPL 2019ની ફાઈનલમાં એક મિસ્ટ્રી ગર્લ કેમેરામાં કેદ થઈ હતી, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. બાદમાં તેનું નામ અદિતિ હુંડિયા હોવાનું જાણવા મળ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સની મેચ દરમિયાન અવારનવાર જોવા મળતી અદિતિ હુંડિયા આઈપીએલ દરમિયાન પણ ઘણી ચર્ચામાં રહી છે. અદિતિ હુંડિયા પ્રોફેશનલ ફેશન મોડલ છે. તે 2017 ફેમિના મિસ ઇન્ડિયાની ફાઇનલિસ્ટ રહી ચૂકી છે.

દીપિકા ઘોષ

ipl

આઇપીએલ 2019માં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને ચીયર કરવા પહોંચેલી એક ફેન કેમેરામાં કેદ થઇ હતી. આ મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રમાઇ હતી. આ સુંદરી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ હતી. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આ હસીના ક્રિકેટર્સ કરતાં વધુ ચર્ચામાં રહી હતી. રેડ ટૉપમાં હૉટ લાગી રહેલી આ મિસ્ટ્રી ગર્લના નામનો ખુલાસો દીપિકા ઘોષ તરીકે થયો હતો. દીપિકા ઘોષ કોરિયોગ્રાફર અને કંટેંટ ક્રિએટર છે.

રિયાના લાલવાની

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020 (IPL 2020) ની 36મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ (MI vs KXIP) વચ્ચે રમાઈ હતી અને આ મેચ બે સુપર ઓવરની મેચના સંદર્ભમાં ઈતિહાસના પાનામાં નોંધાયેલી છે. પરંતુ તે મેચ દરમિયાન સ્ટેડિયમની ઓડિયન્સ ગેલેરીમાં એક સુંદર છોકરી જોવા મળી હતી. ફેન્સ પૂછવા લાગ્યા કે આ કોણ છે? બાદમાં ખબર પડી કે તેનું નામ રિયાના લાલવાની છે.

કાવ્યા મારન

આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમને સપોર્ટ કરવા હંમેશા એક મિસ્ટ્રી ગર્લ આવે છે. આ છોકરીનું નામ કાવ્યા મારન છે. કાવ્યા મારન સન ગ્રુપના માલિક કલાનિતિ મારનની પુત્રી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) તેની ટીમ છે. કાવ્યા મારન કલાનિધિ મારનની પુત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દયાનિધિ મારનની ભત્રીજી છે.

Read Also

Related posts

ભાજપનો નીતીશ સરકાર પર સાંસ્કૃતિક પોલિસિંગનો આરોપ, બિહાર સરકારના પ્રધાને આરોપોને ફગાવ્યા

Kaushal Pancholi

ચાણક્ય નીતિ: આ રીતે કરો પૈસાનો ઉપયોગ, સંકટ સમયે પણ ખુશ રહેશો

Kaushal Pancholi

VIDEO / મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશિયારી ફરી વિવાદોમાં, ચપ્પલ પહેરી શહીદોને આપી શ્રદ્ધાંજલિ

Kaushal Pancholi
GSTV