GSTV
Cricket Sports Trending

આઈપીએલ/ પ્લેઓફમાં ચોથા દાવેદાર માટે કાંટે કી ટક્કર, મેચ મુંબઈ દિલ્હી વચ્ચે રમાશે પરંતુ પરિણામ દિલ્હી- બેંગલોરની ટીમનું આવશેઃ આવું છે ગણિત

આઈપીએલની 15મી સિઝન તેના અંતિમ તબક્કામાં પહોંચી છે. દરેક મેચ હવે કરો યા મરોના જંગ સાથે પ્લેઓફમાં સ્થાન મેળવવા મથી રહી છે. IPL 2022 ની 69મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. આ મેચ તમામ ચાહકોની નજર રહેશે, કારણ કે આ મેચથી જ ખબર પડશે કે પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ કઈ હશે. આ મેચ ભલે મુંબઈ અને દિલ્હી વચ્ચે રમાય પરંતુ પ્લેઓફનું પરિણામ દિલ્હી અને બેંગ્લોર વચ્ચે આવશે. બેંગ્લોરનું ભાવિ હવે મુંબઈ ઈન્ડિયન્સના હાથમાં છે, તેથી આ મેચ ખૂબ જ રોમાંચક રહેશે.

મુંબઈના હાથમાં આરસીબીનું ભાગ્ય

મુંબઈ ઈન્ડિયન્સ તો પહેલેથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ આ મેચ જીતીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પ્લેઓફમાં લઈ જઈ શકે છે. જો શનિવારે મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ જીતશે તો બેંગ્લોરની ટીમ પ્લેઓફમાં પહોંચી જશે, પરંતુ જો મુંબઈ ઈન્ડિયન્સ આ મેચમાં હારી જશે તો બેંગ્લોર માટે આ સિઝનની સફર અહીં પૂરી થશે.

દિલ્હી માટે કરો યા મરોની સ્થિતિ

દિલ્હી કેપિટલ્સ પ્લેઓફમાં પહોંચવા માટે કોઈપણ ટીમ પર નિર્ભર નથી. જો દિલ્હી કેપિટલ્સને પ્લેઓફમાં પહોંચવું હશે તો આજની મુંબઈ સામેની મેચ કોઈપણ કિંમતે જીતવી પડશે. દિલ્હી કેપિટલ્સ (DC) મેચ જીતતાની સાથે જ પ્લેઓફમાં પહોંચી જશે. અત્યાર સુધીમાં 3 ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવી ચૂકી છે. ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઓફમાં પહોંચી ચૂકી છે. પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ તરીકે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર છે. બેમાંથી એક ટીમ પ્લેઓફમાં પહોંચશે.

આઈપીએલમાં બંને ટીમોનું પ્રદર્શન

IPL 2022 માં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લીગ તબક્કાની તેની તમામ મેચ રમતાં 14 મેચમાંથી 8માં જીત મેળવી છે અને 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો નેટરેટ -0.253 છે. તે જ સમયે, દિલ્હી કેપિટલ્સે આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી 13 મેચોમાંથી 7 જીતી છે અને 6માં હારનો સામનો કર્યો છે. દિલ્હીની નેટરેહટ 0.255 છે. દિલ્હી કેપિટલ્સ હાલમાં પોઈન્ટ ટેબલમાં 5માં સ્થાને છે અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ચોથા સ્થાને છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

11 દોષિતોને મુક્ત કરાયા બાદ બિલકિસ બાનોની આવી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

Zainul Ansari

ફિનલેન્ડના પીએમનો મિત્રો સાથે ઠુમકા લગાવતો વાડિયો વાયરલ, રાજીનામાની માંગ

Hardik Hingu

મેળામાં મોત / લોકમેળામાં વીજ કરંટ લાગતા બે લોકોના મોત, ભાજપ સાંસદે ખુલ્લો મુક્યો હતો મેળો

Zainul Ansari
GSTV