GSTV

IPL ઈતિહાસની પ્રથમ રેકોર્ડ સેન્ચુરી ફટકારનારો આ બેટ્સમેન બન્યો KKRનો કોચ

Last Updated on August 16, 2019 by Bansari

ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઇપીએલ)માં બે વાર ખિતાબ જીતનાર કલકત્તા નાઇટ રાઇડર્સે ન્યુઝીલેન્ડના પૂર્વ કેપ્ટન બ્રેંડન મેક્કલમને પોતાની ટીમનો મુખ્ય કોચ બનાવવાની ઘોષણા કરી છે. મેક્કલમ આઇપીએલની પ્રથમ મેચમાં કલકત્તા તરફથી રમતા રૉયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધ 158 રનોની ઇનિંગ રમી.

મેક્કલમ આ ઉપરાંત કેરેબિયન પ્રિમિયર લીગની ટીમ ત્રિનિબાગો નાઇટ રાઇડર્સ સાથે પણ જોડાયેલા હતા. તે તેનાથી 2016 અને 2018 દરમિયાન ટીમનો હિસ્સો પણ હતા.

મેક્કલમે મુખ્ય કોચ સિલેક્ટ થયા બાદ કહ્યું કે, આ જવાબદારીને નિભાવવી મારા માટે એક મોટુ સન્માન છે. નાઇટ રાઇડર્સ અને સીપીએલ ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં એક મહાન ટીમોમાં સામેલ છે. કેકેઆર અને ટીકેઆરના રૂપે અમારી પાસે ઉમદા ટીમ છે અને અમે બંનેને સફળ બનાવવા માગીએ છીએ.

કલકત્તા નાઇટ રાઇડર્સના સીઇઓ વેંકી મૈસૂરે કહ્યું કે, બ્રેંડન લાંબા સમયથી નાઇટ રાઇડર્સ પરિવારનો સભ્ય રહી ચુક્યો છે. તેના નેતૃત્વની ક્ષમતા, ગુણવત્તા, પ્રામાણિકતા અને સકારાત્મક વિચાર, ટીમના મુખ્ય કોચ બનવાને યોગ્ય છે.

મહત્વપૂર્ણ છે કે મેક્કલમ ન્યૂઝીલેન્ડના સૌથી સફળ ક્રિકેટર્સમાં એક માનવામાં આવે છે. મેક્કલમ ન્યુઝીલેન્ડ માટે 101 ટેસ્ટ, 260 વન ડે અને 71 ટી-20 મેચ રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં મેક્કલમે ન્યુઝીલેન્ડ માટે 6453 રન બનાવ્યાં છે.

ટેસ્ટ ઉપરાંત મેક્કલમે વન ડેમાં 6083 બનાવ્યાં જ્યારે ટી-20માં તેના નામે 2140 રન નોંધાયેલા છે.

Read Also

Related posts

LAC / અરુણાચલ પ્રદેશમાં તૈનાત કોણ છે સરિયા અબ્બાસી, સોશિયલ મીડિયા પર ફોટો થઈ રહ્યો છે વાયરલ

Zainul Ansari

ઠંડીની ઋતુમા બાળકોને રાખવા છે શરદી અને ઉધરસથી સુરક્ષિત, કરો આ દેશી ઓસડિયાનું સેવન અને મેળવો ફાયદા

Zainul Ansari

આર્યન ખાન ડ્રગ્સ કેસ/ સમીર વાનખેડે-એનસીપી નેતા આમને-સામને, NCB અધિકારી કથિત આરોપોને લઈને કરશે કાનૂની કાર્યવાહી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!