GSTV
Gujarat Government Advertisement

IPL 2020: કિંગ્સ ઇલેવનનો જેમ્સ નિશમ એક યાદગાર માઇલસ્ટોનનો સાક્ષી બની ગયો

નિશમ

Last Updated on October 21, 2020 by Bansari

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં મંગળવારે કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ મોખરાની દિલ્હી કેપિટલ્સ સામે પાંચ વિકેટે શાનદાર વિજય હાંસલ કર્યો હતો. આ મેચના વિજય સાથે પંજાબની ટીમે ટુર્નામેન્ટમાં આગળ ધપવા માટેની તેની આશા જીવંત રાખી છે જ્યારે દિલ્હી માટે ખાસ કોઈ તકલીફ પડવાની નથી કેમ કે તે હાલમાં 14 પોઇન્ટ સાથે મોખરે જ છે. આમ તેની પોઝિશન યથાવત રહી છે.

આ સીઝનમાં 500 સિક્સર ફટકારાઇ

આ મેચ દરમિયાન એક એવો માઇલસ્ટોન નોંધાયો જે આમ તો દર વખતે નોંધાતો હોય છે તેમ છતાં તેનું મહત્વ ઘટતું નથી. આ એક એવી સિદ્ધિ છે જેને કારણે આઇપીએલનો રોમાંચ ટકી રહ્યો છે. આઇપીએલની વર્તમાન સિઝનમાં આ સાથે કુલ સિક્સરની સંખ્યા 500 ઉપર પહોંચી ગઈ હતી. મંગળવારની મેચ શરૂ થઈ તે અગાઉ સિઝનમાં 488 સિક્સર વાગી હતી. આમ 500 ના આંક સુધી પહોંચવા માટે આ મેચમાં 12 સિક્સરની જરૂર હતી. છેલ્લે પંજાબને મેચ જીતવા માટે ચાર રનની જરૂર હતી ત્યારે ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર જેમ્સ નિશમે સિક્સર ફટકારી હતી. આમ નિશમ એક માઇલસ્ટોનનો સાક્ષી બની ગયો હતો.

સિઝનની સૌથી વધુ સિક્સર મુંબઇ ઇન્ડિયન્સના ખેલાડીઓએ ફટકારી

નિશમે તેની ઇનિંગ્સમાં એક જ સિક્સર ફટકારી હતી જે મેચની 12મી અને ટુર્નામેન્ટની 500મી સિકસર હતી. આ વખતની સિઝનમાં સૌથી વધારે સિક્સર ફટકારનારી ટીમ મુંબઈ ઇન્ડિયન્સની જ છે. મુંબઈની ટીમે તેની નવ મેચમાં 81 સિક્સર ફટકારી છે તો બીજા ક્રમે રહેલી રાજસ્થાન રોયલ્સની ટીમે દસ મેચમાં 80 સિક્સર ફટકારી છે. ત્યાર બાદ કિંગ્સ ઇલેવન પંજાબ 71 સિકસર સાથે ત્રીજા ક્રમે આવે છે.

મુંબઈ મોખરે છે તેનું કારણ એ છે કે તેની પાસે કેઇરોન પોલાર્ડ, રોહિત શર્મા, ઇશાન કિશન અને ક્વિન્ટન ડી કોક જેવા બેટ્સમેન છે જેઓ સૌથી વધુ સિકસર ફટકારનારા ખેલાડીઓની યાદીમાં ટોપ-10માં આવે છે. જોકે સૌથી વધુ સિક્સરની યાદીમાં મોખરે છે પંજાબનો નિકોલસ પૂરન જેણે આ સિઝનમાં 22 સિક્સર ફટકારી છે. જ્યારે બીજા ક્રમે ડી વિલિયર્સ અને લોકેશ રાહુલ છે. આ બંનેએ 19-19 સિક્સર ફટકારી છે. પોલાર્ડ 17 સિક્સર સાથે ત્યાર બાદના ક્રમે આવે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ: સોલા વિસ્તારમાં નાની લારી ચલાવી ગુજરાન ચલાવતા દંપતિને ત્રણ શખ્સો હેરાન કરતા પોલીસે રક્ષણ આપ્યું

Pravin Makwana

ચીખલી: પ્રેમમાં આંધળા બનેલા પ્રેમીએ પ્રેમિકાનું ગળુ દબાવી દીધું, પોલીસે કરી હત્યારાની ધરપકડ

Pravin Makwana

વિચિત્ર લગ્ન/ કરોડપતિ મહિલાએ ડોલ્ફિન સાથે કર્યા લગ્ન, હવે પતિના મૃત્યુ પછી વિધવા બની જીવી રહી છે

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!