GSTV
Gujarat Government Advertisement

આ છે IPLનાં ટૉપ 3 વિકેટકીપર, જાણો કેટલાં નંબર પર છે દિનેશ કાર્તિક

Last Updated on August 29, 2020 by

ભારતમાં IPLને લઈને આતુરતા છે. આ વખતે ભલે આ T-20 ક્રિકેટ ટુર્નામેન્ટ અમિરાતમાં યોજાનારી હોય પરંતુ ભારતમાં તેની લોકપ્રિયતા અકબંધ રહી છે. 19મી સપ્ટેમ્બરથી તેનો પ્રારંભ થઈ રહ્યો છે. ફેન્સ પણ આ વખતે કયા રેકોર્ડ સર્જાશે અને કયા રેકોર્ડ તૂટશે તેની ચર્ચા કરી રહ્યા છે. બેટિંગ અને બોલિંગની વાતો તો થતી રહે છે. હવે વિકેટકીપિંગની વાત કરીએ

IPLમાં વિકેટકીપરોની વાત આવે અને તેમાં ધોનીનો ઉલ્લેખ થાય નહીં તે શક્ય જ નથી. આમ તો વિકેટ પાછળ ધોનીનો જાદૂ ચાલે છે પરંતુ રેસમાં તે આગળ નથી કેમ કે અહી તેને દિનેશ કાર્તિક ટક્કર આપી રહ્યો છે.

ધોની : IPLમાં સૌથી વધુ શિકાર ઝડપવામાં ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન ધોની મોખરે છે. ધોનીએ 190 મેચમાં વિકેટ પાછળ 132 શિકાર ઝડપ્યા છે જેમાં 94 કેચ અને 38 સ્ટમ્પનો સમાવેશ થાય છે.

દિનેશ કાર્તિક: આ યાદીમાં બીજા ક્રમે છે કોલકાતા નાઇટ રાઇડર્સનો દિનેશ કાર્તિક. તે પહેલી સિઝનથી IPLમાં રમી રહ્યો છે અને અત્યાર સુધીમાં છ ટીમ માટે તે રમ્યો છે. તેણે 182 મેચમાં 131 શિકાર ઝડપ્યા છે જેમાં 101 કેચ અને 30 સ્ટમ્પનો સમાવેશ થાય છે. આમ તે ધોનીની બિલકુલ નજીક છે અને એકાદ  મેચમાં જ તે ધોનીને પાછળ રાખી શકે છે.

રોબિન ઉથપ્પા: આ યાદીમાં ત્રીજા ક્રમે છે રોબિન ઉથપ્પા, પોતાની શાનદાર બેટિગની સાથે સાથે ઉથપ્પાએ 177 મેચમાંથી 114 મેચમાં કીપિંગ કરેલું છે અને તેમાં તેણે 58 કેચ અને 32 સ્ટમ્પિંગ સહિત કુલ 90 શિકાર ઝડપેલા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જીજી હોસ્પિટલ યૌન શોષણ કેસ: મહિલા આયોગે ડીજીપીને લખ્યો પત્ર, તપાસનો રિપોર્ટ મોકલાવ આપી સૂચના

Pritesh Mehta

SIP: આ સ્કીમમાં કરો 4500 રૂપિયાનું રોકાણ, બદલામાં મળશે 1 કરોડથી પણ વધુ, જાણો કેવી રીતે?

Vishvesh Dave

રામાયણના નિર્માતા રામાનંદ સાગરની પ્રપૌત્રીએ સોશિયલ મીડિયા પર લગાવી આગ, તસવીરો જોઇને ધબકારો ચુકી જશો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!