GSTV
Home » News » આજના દિવસે IPLના ઈતિહાસની એ ઈનિંગ રમાઈ હતી, જે જોઈ દુનિયા આખી મોઢામાં આંગળા નાખી ગયેલી

આજના દિવસે IPLના ઈતિહાસની એ ઈનિંગ રમાઈ હતી, જે જોઈ દુનિયા આખી મોઢામાં આંગળા નાખી ગયેલી

brendon mccullum

2007માં આઈપીએલની પ્રથમ મેચની શરૂઆત થઈ હતી. શાહરૂખ ખાનની ટીમ કોલકત્તા નાઈટ રાઈડર્સ અને વિજય માલ્યાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુકાબલો હતો. પહેલી આઈપીએલની શરૂઆતમાં જ બ્રેન્ડમ મૈક્યુલમે જે વિસ્ફોટક ઈનિંગ રમી તેના કારણે આઈપીએલનો ક્રેઝ અત્યાર સુધી બરકરાર રહ્યો છે. મૈક્યુલમની એ પારીએ જ આઈપીએલનો મનોરંજનની દ્રષ્ટિએ પાયો નાખ્યો હતો.

18 એપ્રિલ, 2008નાં દિવસે કોઈને પણ વિશ્વાસ નહીં હોય કે ભારતમાં કિક્રેટમાં થયેલા એક નવા સંશોધને આ રમતની દુનિયા જ બદલી જ દેશે. 11 વર્ષ પહેલા આજના જ દિવસે ભારતમાં IPL એટલે ઈન્ડિયન પ્રીમિયમ લીગની શરૂઆત થઈ હતી. આજનાં દિવસે કોલકત્તા નાઈડ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે મેચ રમાઈ હતી. મેચ જોઈને ભરોસો ન થતો હતો કે  એક જ ટીમમાં સાથે રમનાર ખેલાડીઓ હવે એક બીજાની સામે રમતા હતા. ત્યારે KKR ટીમના કપ્તાન સૌરવ ગાંગુલી હતા અને બેંગ્લોર ટીમમાં કપ્તાન રાહુલ દ્રવિડ હતા.

જ્યારે KKRની બેટિંગમાં ન્યુઝિલેન્ડનાં બેટ્સમેન બ્રેન્ડન મૈકુલમે આવીને 158 રનની તોફાની પારી રમી હતી. અને લીગની પહેલા જ મેચમાં સદી નોંધાવી હતી. મૈકુલમે 73 બોલમાં 158 રન બનાવ્યા હતા. જેમાં 10 ચોકા અને 13 છક્કાનો સમાવેશ થાય છે. પરિણામ  એ આવ્યું કે કોલકત્તાએ પહેલી જ મેચમાં બેંગ્લોરને 140 રનથી હરાવ્યું. IPLની પહેલી જ સીઝનની પહેલી જ મેચમાં બનેલો મૈકુલમનો સ્કોર વર્ષ 2013 સુધી અકબંધ રહ્યો હતો. પરંતુ 2013માં ક્રિસ ગેલને 175 રનની ઈનિંગ રમીને મૈકુલમનાં રેકોર્ડને તોડી નાખ્યો હતો. IPLની પહેલી સીઝનની ટ્રોફી શેન વોર્નની આગેવાનીવાળી રાજસ્થાન રોયલે જીતી હતી.

આઈપીએલના ઈતિહાસની આ ઈનિંગ એટલી રોચક હતી કે બાદમાં તેનો રેકોર્ડ તૂટતા પણ ઘણો લાંબો સમય લાગ્યો હતો. આખરે ક્રિસ ગેલે ધુઆંધાર ઈનિંગ રમી બ્રેન્ડમ મૈક્યુલમના રેકોર્ડને તોડ્યો હતો. આમ છતાં મૈક્યુલમની આઈપીએલમાં ફટકારાયેલ સેન્ચુરી ન ભૂતો ન ભવિષ્યતિ જેવી રહી છે.

READ ALSO

Related posts

World Cup : નંબર-4 પર ભારતીય ટીમના 6 બેટ્સમેન રમ્યા, પરંતુ એકપણ સદી તો ન જ ફટકારી શક્યા

Bansari

ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ આ ક્ષેત્રે કરિયર બનાવી શકે છે ધોની, વિડીયો શેર કરી આપ્યા સંકેત

NIsha Patel

સૂટ-બૂટમાં દુનિયા જીતવા રવાના થયાં વિરાટના ધુરંધર, Photosમાં જુઓ ટીમ ઇન્ડિયાનો જોશ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!