GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

૬૪ દિવસ અને ૭૩ મેચ બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ- 15ની સિઝન હવે અંતિમ મુકામે, એ.આર. રહેમાન, રણવીર સિંહ સહિતના સ્ટાર પર્ફોર્મ કરશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ-૧૫ની સિઝન ૬૪ દિવસ અને ૭૩ મેચ બાદ હવે અંતિમ મુકામ તરફ આવી પહોંચી છે. આવતીકાલે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ખરાખરીનો મુકાબલો ખેલાશે. આઇપીએલ વિશ્વની સૌથી હાઇપ્રોફાઇલ ક્રિકેટ લીગ છે અને આવતીકાલે તેનું સમાપન અત્યંત ભવ્યાતિભવ્ય રીતે કરવામાં આવશે. આવતીકાલે રાત્રે ૮થી ફાઇનલનો પ્રારંભ થશે અને તે અગાઉ સાંજે ૬:૨૫થી ભવ્ય સમાપન સમારોહ યોજાશે. ફાઇનલમાં રેકોર્ડ ૧.૨૫ લાખથી વધુ પ્રેક્ષકો ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની ફાઇનલ અગાઉ ભવ્ય સમાપન સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું હોય તેવું ચાર વર્ષ બાદ બનશે.

૨૦૨૦ અને ૨૦૨૧માં આઇપીએલ દુબઇમાં યોજાતા સમાપન સમારોહનું આયોજન થઇ શક્યું નહોતું. હવે આવતીકાલે ભવ્ય સમાપન સમારોહ યોજવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને જેના કારણે ચાહકોને ડબલ બોનાન્ઝાનો લુત્ફ માણવા મળશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દેશ આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યું છે અને તેને ધ્યાનમાં રાખીને ખાસ ઉજવણી કરવામાં આવશે. ઓસ્કાર એવોર્ડ વિજેતા એ.આર. રહેમાન ‘વંદે માતરમ્’ સાથે કાર્યક્રમનો પ્રારંભ કરે તેવી સંભાવના છે.

આ સિવાય ‘જય હો’ સહિતના વિવિધ લોકપ્રિય ગીતે પર પ્રેક્ષકોને થીરકવા માટે તલપાપાડ કરશે. આ પછી અભિનેતા રણવીર સિંહ દ્વારા ‘રામજી કી ચાલ દેખો…’, ‘મલ્હારી’ જેવા  વિવિધ ગીતો પર પર્ફોમ કરી મનોરંજન પૂરું પાડશે. ગાયક મોહિત ચૌહાણ, બેની દયાળ અને વિખ્યાત ડાન્સર શ્યામક દાવર પણ પર્ફોમ કરવાના છે.

ફાઇનલનો સંભવિત કાર્યક્રમ

  • બપોરે ૨:૩૦થી : પ્રેક્ષકોને સ્ટેડિયમમાં એન્ટ્રી.
  • સાંજે ૬:૩૦ : સમાપન સમારોહનો પ્રારંભ
  • સાંજે ૭:૧૫ : સમાપન સમારોહની પૂર્ણાહૂતિ.
  • સાંજે ૭:૩૦ : ટોસ
  • રાત્રે ૮:૦૦ : મેચનો પ્રારંભ
  • રાત્રે ૯:૪૫ : પ્રથમ ઇનિંગ્સની સમાપ્તિ
  • રાત્રે ૧૦ : બીજી ઇનિંગ્સનો પ્રારંભ
  • રાત્રે ૧૧ :૪૫ : બીજી ઇનિંગ્સની સમાપ્તિ
  • રાત્રે ૧૨ : ટ્રોફી, મેન ઓફ ધ સિરીઝ, ઓરેન્જ કેપ, પર્પલ કેપ સહિતના વિવિધ એવોર્ડ અપાવવાનું શરૂ થશે. 

દાળ ઢોકળી V/S દાલ બાટી સોશિયલ મિડિયા પર રમૂજ

–  દાળ ઢોકળી વિ. દાલ બાટી.

–  પીવા વાળા વિ. પીવડાવવા વાળા.

– રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો માલિક વિજય માલ્યા છે અને તે જ્યાં સુધી ભારત પરત નહીં ફરે ત્યાં સુધી તેની ટીમ આઇપીએલમાં ચેમ્પિયન બની શકશે નહીં. 

–  વિકેન્ડમાં ગુજરાતીઓ રાજસ્થાન આવતા હોય છે. આ વખતે રાજસ્થાન ગુજરાતમાં આવશે. 

–  રણ અને ખમણ બંને ફાઇનલમાં.

પ્રારંભે જ ગરબા, રાજસ્થાની નૃત્યુ અને ત્યારબાદ  ઝારખંડના છૌ ડાન્સને રજૂ કરવામાં આવશે. ભારતીય ક્રિકેટની ૧૯૩૨થી અત્યારસુધીની સફર પણ દર્શાવવામાં આવશે. આવતીકાલના ભવ્ય કાર્યક્રમ માટે સ્ટેડિયમમાં રિંગ ઓફ ફાયર અને સાઉન્ડ સિસ્ટમ સાથે ખાસ લાઇટિંગની પણ સુવિધા કરવામાં આવી છે. આવતીકાલની ફાઇનલમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર, બોર્ડ પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી સહિતના પદાધિકારીઓ, અભિનેતા આમિર ખાન, રણબીર કપૂર પણ ઉપસ્થિત રહી શકે છે. 

કયા મહાનુભાવો ઉપસ્થિત રહી શકે છે

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ, અનુરાગ ઠાકુર, સૌરવ ગાંગુલી-બીસીસીઆઇના અન્ય પદાધિકારીઓ, એઆર રહેમાન, આમિર ખાન, રણવીર સિંહ, રણબીર કપૂર, મોહિત ચૌહાણ, બેની દયાળ, શ્યામક દાવર. 

41 દેશ કરતાં વધુ વસતી અમદાવાદના સ્ટેડિયમમાં 

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આવતીકાલે ૧.૨૫ લાખથી વધુ પ્રેક્ષકો ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. વિશ્વમાં કુલ ૪૧ દેશ એવા છે જેમની વસતી ૧.૨૫ લાખથી ઓછી છે. આમ, ૪૧ દેશ કરતાં વધુ માત્રાની વસ્તી માત્ર અમદાવાદના સ્ટેડિયમમાં હશે. 

READ ALSO

Related posts

રથયાત્રા બાદ આઈએએસ અધિકારીઓની વ્યાપક બદલી, 14 અધિકારીઓની બદલી કરવી ફરજિયાત

Zainul Ansari

દિલ તો બચ્ચા હૈ જી / મંત્રીઓને બાળપણ યાદ આવ્યું, શિક્ષણમંત્રી અને ગૃહરાજ્યમંત્રી હીંચકે હિચક્યા

Zainul Ansari

મહારાષ્ટ્ર મહા સંકટ / સુપ્રીમ કોર્ટમાંથી બળવાખોર ધારાસભ્યોને મળી મોટી રાહત, ડિપ્ટી સ્પીકરને ફટકારી નોટિસ

Zainul Ansari
GSTV