અમદાવાદના ૧.૩૨ લાખની વિશ્વવિક્રમી પ્રેક્ષક સંખ્યા ધરાવતા સ્ટેડિયમમાં IPL ૨૦૨૨ના ગ્રાન્ડ ફિનાલેમાં સૌપ્રથમ સિઝન રમી રહેલી હોમ ટીમ ગુજરાત ટાઈટન્સનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે થશે. ગુજરાત ટાઈટન્સને સૌપ્રથમ સિઝનમાં જ ટાઈટલ જીતીને અનોખો ઈતિહાસ રચવાની આશા છે. જ્યારે અમદાવાદ એક સમયે રાજસ્થાન રોયલ્સનું હોમગ્રાઉન્ડ રહી ચૂક્યું છે અને તેઓ અહીં ૨૦૦૮ પછી IPLનું સૌપ્રથમ ટાઈટલ જીતવાના ઈરાદા સાથે ઉતરશે.

સાંજે ૬.૩૦ વાગ્યાથી રંગારંગ સમારંભ યોજાશેે
IPLના ગ્રાન્ડ ફિનાલે અગાઉ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે ૬.૩૦ વાગ્યાથી રંગારંગ સમારંભ યોજાશેે. જેમાં બોલીવૂડના જાણીતા સિતારા તેમની કલાકારીનો જાદુ ચલાવશે. કોરોના કાળ બાદ પહેલી વખત યોજાઈ રહેલો આ રંગારંગ સમારંભ આશરે એક કલાક ચાલશે અને રાત્રે ૮.૦૦ વાગ્યાથી ફાઈનલ મુકાબલાનો પ્રારંભ થશે. સ્ટેડિયમમાં સવા લાખથી વધુ પ્રેક્ષકોની હાજરી અનોખું જોશ જગાવશે.

કેપ્ટન હાર્દિક પંડયાના જોશીલા નેતૃત્વ હેઠળ ગુજરાત ટાઈટન્સે આઇપીએલમાં ધમાકેદાર એન્ટ્રી મેળવતા ફાઈનલ સુધીની સફર ખેડી છે. હાર્દિકની સાથે રાશિદ ખાન, મીલર, શમી, સહા અને ગિલ તેમજ તેવટિયા જેવા ખેલાડીઓએ ખરા સમયે નિર્ણાયક દેખાવ કરતાં ટીમને ઘણા અસાધારણ કહી શકાય તેવા વિજય અપાવ્યા છે. હવે તેઓ ફાઈનલમાં પણ રાજસ્થાન રોયલ્સ સામે પ્રભુત્વસભર દેખાવ કરવા માટે ઉત્સુક છે. અન્ય ટીમોની તુલનામાં ગુજરાતની ટીમમાં સ્ટાર ખેલાડીઓ ઓછા છે, પણ તેમણે એક ટીમ તરીકે જોરદાર પર્ફોમન્સ આપતાં ધૂમ મચાવી હતી.
સંજુ સેમસનની આગેવાની હેઠળ રાજસ્થાન રોયલ્સે પણ IPLમાં આગવો પ્રભાવ દેખાડયો
સંજુ સેમસનની આગેવાની હેઠળ રાજસ્થાન રોયલ્સે પણ IPLમાં આગવો પ્રભાવ દેખાડયો છે. ઓપનર જોશ બટલરની ઝંઝાવાતી બેટિંગની સાથે સાથે જયસ્વાલ, કેપ્ટન સેમસન, વેડ તેમજ હેતમાયર અને પડિક્કલ અને રિયાન પરાગે પણ જબરજસ્ત પર્ફોમન્સ આપ્યું છે. અશ્વિનનો ઓલરાઉન્ડ દેખાવ પણ નિર્ણાયક બની શકે છે. જ્યારે રાજસ્થાનની બોલિંગ બોલ્ટ, પ્રસિધ ક્રિશ્ના, મેકોય અને સ્પિનર ચહલના સલામત હાથમાં છે.
IPLની સમગ્ર સિઝન દરમિયાન જબરજસ્ત પર્ફોમન્સ આપતા પોઈન્ટ ટેબલમાં ટોચના બે સ્થાન મેળવનારી ટીમો વચ્ચે જ ફાઈનલ મુકાબલો ખેલાવાનો છે, જેના કારણે પણ હવે કોણ જીતશે તે કહેવું અત્યંત મુશ્કેલ બન્યું છે. અમદાવાદના વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમમાં ચાહકોના જોશની વચ્ચે હાર્દિક પંડયાની ટીમ વિજેતા બનશે કે સંજુ સેમસન બાજી મારશે તેનો ઈંતજાર જોવા મળી રહ્યો છે.
READ ALSO
- વજન ઘટાડી પાતળી કમરના માલિક બનવું હોય તો આ શાકભાજી ખાવાનું ચાલુ કરી દો, બસ જાણી લો ખાવાનો યોગ્ય પ્રકાર
- એકબીજા પર બોજ બન્યા વિના તમારા સંબંધને બનાવો મજબૂત, ઇન્ટરડિપેન્ડેન્ટ રિલેશનશિપ માટે ફોલો કરો આ 5 ટિપ્સ
- પાર્ટનરને સરપ્રાઈઝ આપતી વખતે ક્યારેય ના કરશો આ 5 ભૂલ, નહીતર બગડી શકે છે સંબંધ
- મહારાષ્ટ્ર મહા સંકટ / સુપ્રીમ કોર્ટમાંથી બળવાખોર ધારાસભ્યોને મળી મોટી રાહત, ડિપ્ટી સ્પીકરને ફટકારી નોટિસ
- વંદે ગુજરાતમાં અધિકારીઓ મંત્રીઓને ગાંઠતા નથી, ખબર છે કે ફરી મંત્રી નથી બનવાના