GSTV

ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ડ્વેઇન બ્રાવોની કમાલ, અશ્વિનનો રેકોર્ડ તોડ્યો

Last Updated on October 8, 2020 by Mansi Patel

કેરેબિયન બોલર ડ્વેઇન બ્રાવોએ તેના જન્મદિવસ પર આઈપીએલની પોતાની કરિયરની 150 વિકેટ પૂરી કરી હતી. આ સાથે બ્રાવો ટી-20 ક્રિકેટમાં 500થી વધુ વિકેટ લેનારો બોલર તો છે જ પરંતુ સાથે સાથે તે ચેન્નાઈ સુપરકિંગ્સ તરફથી સૌથી વધુ વિકેટ લેનારો બોલર પણ બની ગયો હતો. બ્રાવોએ કોલકાતા સામેની બુધવારની મેચમાં ત્રણ વિકેટ ઝડપી લીધા બાદ અશ્વિનનો રેકોર્ડ પણ તોડ્યો હતો. અશ્વિને ચેન્નાઈ તરફથી રમતા આઈપીએલમાં 120 વિકેટ ઝડપી હતી.

બ્રાવો આઇપીએલના ઇતિહાસમાં 150 વિકેટ લેનારો પાંચમો બોલર બન્યો હતો. બ્રાવો, મલિંગા, અમિત મિશ્રા, પિયુષ ચાવલા અને હરભજનસિંઘે 150થી વધુ વિકેટ ઝડપવાની સિદ્ધિ હાંસલ કરી છે.મલિંગાએ 170 વિકેટ, અમિત મિશ્રાએ 160 વિકેટ, પિયુષ ચાવલાએ 156 વિકેટ અને ભજ્જીએ આઈપીએલમાં 150 વિકેટ લીધી છે.

બુધવારે રમાયેલી મેચમાં કોલકાતાએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં માત્ર 167 રન જ બનાવ્યા હતા. બાદમાં રન ચેઝ કરતી વખતે ચેન્નાઈ સુપરકિંગ્સની શરૂઆત અત્યંત સુંદર રહી હતી પરંતુ 11 ઓવર બાદ કોલકત્તાના બોલરોનો દબદબો રહ્યો હતો અને અંતમાં કોલકાતાએ 10 રને વિજય હાંસલ કર્યો હતો.

READ ALSO

Related posts

ઠંડીની સીઝનમાં મોબાઇલ યુઝ કરતી વખતે રાખો આ વાતનું ધ્યાન, નહીંતર ‘બીમાર’ થઇ જશે તમારો ફોન

Bansari

રામબાણ ઇલાજ/ ડાયાબિટિસના દર્દી વાસી મોઢે ચાવી લે આ 4 પાન, ડાયેટ કર્યા વિના કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર

Bansari

સાવધાન / આ સિમ આજથી નહીં કરે કામ, તેમા તમારો નંબર તો સામેલ નથી ને?

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!