GSTV

આઇપીએલમાં ધોની અને ડી વિલિયર્સ વચ્ચે આ રેકોર્ડ માટે જંગ જામશે

આ સિઝનની આઇપીએલની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ રસપ્રદ બની રહેવાની છે. દર વખતની માફક આ વર્ષે પણ આ ટી20 લીગમાં પણ કેટલાક રેકોર્ડ નોંધાય તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. ઘણા ખેલાડીઓ કેટલીક સિદ્ધિની નજીક આવીને ઉભા છે. તેમાં ય કોઈ મોખરાના ખેલાડી આવા રેકોર્ડની નજીક હોય તો તેની આતુરતાની મજા જ અલગ હોય છે.

એક વર્ષ બાદ ધોની પરત ફરશે ક્રિકેટના મેદાનમાં

આઇપીએલ 2020નું આયોજન કોરોના વાયરસને કારણે ભારતમાં શક્ય નહીં બનતા હવે તે ટુર્નામેન્ટ યુનાઇટેડ આરબ અમિરાતમાં યોજાનારી છે. આ વર્ષે એક તરફ મહેન્દ્રસિંહ ધોની છે જે એક વર્ષ બાદ મેદાન પર પરત ફરી રહ્યો છે તો તેની સામે સાઉથ આફ્રિકાનો ડી વિલિયર્સ છે.

બંને ખેલાડીઓ સિક્સર ફટકારવાની રેસમાં

હકીકતમાં આ બંને દિગ્ગજો આઇપીએલમાં સૌથી વધારે સિક્સર ફટકારવાની હરિફાઈમાં લાગેલા છે. ડી વિલિયર્સે આઇપીએલમાં અત્યાર સુધીમાં 212 સિક્સર ફટકારી છે તો બીજી તરફ ધોનીના નામે 209 સિક્સર બોલે છે. આમ ધોની અત્યારે ત્રણ સિક્સરથી પાછળ છે. હવે આ વખતે દુબઈ, અબુધાબી અને શારજાહના મેદાનો પર આ બંને બેટ્સમેન રમવા જશે ત્યારે એકબીજાની આગળ નીકળી જવાની સ્પર્ધા જામવાની છે.

કોરોનાને કારણે આઈપીએલના આયોજન પર મોટી અસર

આઇપીએલના દર વર્ષના કાર્યક્રમ કરતાં આ વખતે મેચોની સંખ્યા ઘટાડી દેવામાં આવે તેવી દહેશત વચ્ચે તેના ચેરમેન બ્રિજેશ પટેલે કહ્યું હતું કે મેચોની સંખ્યામાં જરાય ઘટાડો નહીં થાય આ સંજોગોમાં તમામ ટીમને કમસે કમ 14 મેચ તો રમવાની જ છે. આમ ટુર્નામેન્ટ દરમિયાન ધોની અને ડી વિલિયર્સ એકબીજાની આગળ પાછળ રહે તેવી સંભાવના છે.

MUST READ:

Related posts

સરકારી કર્મચારીઓના સંતાનોની 50 ટકા સ્કૂલ ફી થશે માફ, આ શરતો સાથે યોજનાનો ઉઠાવો લાભ

pratik shah

કોરોના ઇફેક્ટ/ 2024 સુધીમાં ચીન આ સેક્ટરમાં રાજ કરશે, એશિયાના માર્કેટને પડશે 2.5 લાખ કરોડ ડોલરનો ફટકો, ભારતને થશે સૌથી વધુ નુકસાન

Bansari

અમદાવાદમાં એક કલાકમાં અહીં વરસ્યો છે પોણા ચાર ઈંચ વરસાદ, દિનદહાડે થઈ ગયો હતો અંધારપટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!