GSTV

Video: ધોનીને જોઈને આ ખેલાડીએ જોડી લીધાં બંને હાથ, સોશિયલ મીડિયા પર થઇ રહી છે વાહવાહી

ધોની

Last Updated on September 25, 2020 by Bansari

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન એક એવું દશ્ય જોવા મળ્યું જે તમામ દર્શકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. આઇપીએલ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં જુનિયર અને સિનિયર ખેલાડી સાથે રમતા હોય છે. તેમાં જુનિયર ખેલાડીઓને કેટલાક મહાન ખેલાડી સાથે અથવા તો સામે રમવાની તક મળે છે એટલું જ નહીં પરંતુ તેમની પાસેથી શીખવાની પણ તક મળતી હોય છે પણ જો જુનિયર ખેલાડી તેનો લાઊ લેવા માગતો હોય તો….

જયસ્વાલે કર્યુ આઇપીએલ ડેબ્યૂ

અહીં વાત છે મુંબઈના જુનિયર ખેલાડી યશસ્વી જયસ્વાલ અને ભારતના મહાન ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીની. આ જ મેચથી જયસ્વાલે તેની આઇપીએલ કરિયરનો પ્રારંભ કર્યો હતો. તે આક્રમક બેટસમેન છે અને ગઈ સિઝનમાં વિજય હઝારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરીને હરાજીમાં સ્થાન પામ્યો હતો.

ધોનીને નમસ્કાર કરનાર જયસ્વાલની થઇ રહી છે પ્રશંસા

શારજાહ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મેચ રમવા પહોંચેલો જયસ્વાલ ઉભો હતો. ટોસ બાદ ધોની ત્યાંથી પસાર થયો તે સાથે જ આ યુવાન ખેલાડીએ બે હાથ જોડીને ધોનીને નમસ્કાર કર્યા હતા. વર્તમાન ક્રિકેટમાં આ પ્રકારન ચેષ્ટા ખાસ જોવા મળતી હોતી નથી. યશસ્વી જયસ્વાલ એક સામાન્ય પરિવારમાંથી આવે છે તેના પિતા મુંબઈમાં પાણીપૂરીનો ખુમચો ચલાવે છે. આ સંજોગોમાં જયસ્વાલે ધોનીને જે રીતે નમસ્તે કર્યા તેનાથી સોશિયલ મીડિયા પર તેની પ્રશંસા થઈ રહી છે.

એ વખતે જયસ્વાલ સામે આવતાં ધોનીએ હાથ લંબાવ્યો પરંતુ જયસ્વાલ સમજી શક્યો નહીં કે તેણે શું કરવું જોઇએ એટલે તેણે બે હાથ જોડીને નમસ્કાર કર્યા હતા. તેણે ધોનીને પ્રણામ કરીને આશીર્વાદ લીધા હતા.

Read Also

Related posts

IPL 2021 / ધોનીની કપ્તાનીનો જલવો કાયમ, ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈને 20 રને હરાવ્યું

Zainul Ansari

વાઇરલ વિડીયો / બીનની ધૂન પર આ વ્યક્તિએ નાગિન બનીને કર્યો જબરદસ્ત ડાન્સ,જોઈને તમે પણ થઈ જશો હસીને લોટ પોટ

Vishvesh Dave

ખુશખબર / હવે રેશનકાર્ડ સાથે સંબંધિત દરેક સમસ્યાઓનું આવશે તાત્કાલિક નિવારણ, કોમન સર્વિસ સેન્ટર પર મળશે આ સુવિધા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!