GSTV

IPL રદ્દ થશે તો આ દિગ્ગજ ક્રિકેટરને થશે કરોડો રૂપિયાનું નુકશાન

Last Updated on March 31, 2020 by Karan

કોરોના વાયરસના કારણે આઈપીએલની 13માં સીજન 15 એપ્રીલ સુધી સ્થગીત કરવામાં આવી છે. જો કે વર્તમાન પરિસ્થિતિનમે જોતા આ ઈવેન્ટને રદ કરવી પડે તેવી પરિસ્થિતિ છે. વિશ્વની સૌથી લોકપ્રીય લીગમાં રમવાની તમન્ના હર કોઈ ક્રિકેટરમાં હોય છે. હવે એવામાં આ લીગના આયોજન પર સંકટ ઘેરાયુ છે ત્યારે તેમા ભાગ લેતા ખેલાડીઓ માટે કોઈ ઝટકાથી કમ નથી. આજ કારણે વિશ્વભરના ક્રિકેટરો કોરોના વાયરસના ખતરાની વચ્ચે આઈપીએલના આયોજન સાથે જોડાયેલા સમાચારો પર નજર રાખી રહ્યા છે.

સ્ટીવ સ્મીથને કરોડોનું નુકશાન

કોરોનાના કારણે જો આ વર્ષે આઈપીએલનું આયોજન કરવામાં નથી આવતું તો ઓસ્ટ્રેલિયાના ખેલાડી સ્ટીવ સ્મીથને કરોડોનું નુકશાન થશે તે વાત નક્કી છે. સ્મીથ આઈપીએલમાં રાજસ્થાન સાથે જોડાયેલા છે. જો આઈપીએલ નહી રમાય તો તેને 12 કરોડ રૂપિયાનું નુકશાન થશે. આ રકમ સાથે તે રાજસ્થાન સાથે જોડાયેલા છે અને રાજસ્થાનના કેપ્ટન છે.

ઘરે ગીટાર વગાડીને સમય વિતાવી રહ્યો છે

સ્મીથે જણાવ્યું કે તેઓ અત્યારે પોતાના ઘરે ગીટાર વગાડીને અને જીમમાં એક્સરસાઈજ કરીને સમય વિતાવી રહ્યો છે. સ્મીથે આઈપીએલને લઈને કહ્યું, મને નથી લાગતું કે આવા સમયમાં આઈપીએલનું આયોજન થાય. મને લાગે છે કે આગામી સમયમાં જ્યારે મિટિંગ થાશે ત્યારે આના વિશે અતિંમ નિર્ણય લઈ લેવામાં આવશે. હું ફક્ત મારી જાતને માનસિક અને શારિરિક રીતે ફીટ રાખવાની કોશીશ કરી રહ્યો છું. જો ટુર્નામેન્ટનું આયોજન થશે તો સારૂ રહેશે.

READ ALSO

Related posts

ઇડીએ ફ્લિપકાર્ટ ઇન્ડિયાને રૂ.10,000 કરોડની શો-કોઝ નોટિસ ફટકારી, અત્યારસુધીની આ સૌથી મોટી નોટિસ

Damini Patel

મોટા સમાચાર: બોર્ડના પરિણામથી અસંતુષ્ટ હોય તેવા વિદ્યાર્થીઓ માટે ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો, ફક્ત આટલા વિદ્યાર્થી બેસશે

Pravin Makwana

ગુજરાતની જનતા માટે મોટા સમાચાર: સરકારે આ 3 યોજનાને ભેગી કરીને હવે આ નામ રાખ્યુ છે, ખૂબ જ કામની છે આ યોજના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!