GSTV
Gujarat Government Advertisement

ક્રિકેટ/ આઈપીએલમાં કોરોના સંક્રમણ ન ફેલાયું હોત જો ખેલાડીઓએ આ ભૂલો ના કરી હોત, થયો મોટો ખુલાસો

ipl

Last Updated on May 15, 2021 by Harshad Patel

ભારતમાં કોરોનાનું સંક્રમણ આઈપીએલ રમી રહેલા ક્રિકેટરો સુધી પહોંચી ગયા બાદ ટુર્નામેન્ટ પર રોક લગાવવાની ફરજ પડી હતી. હજી આઈપીએલની 50 ટકા મેચો રમાવાની બાકી છે અને આ મેચો ક્યાં અને કેવી રીતે રમાશે તેના પર અટકળોનો દોર ચાલુ જ છે. બીજી તરફ એક અંગ્રેજી અખબારે એવો ઘટસ્ફોટ કર્યો છે કે, આઈપીએલની 14મી સિઝન શરુ થઈ તે પહેલા ક્રિકેટરોને કોરોનાની રસી મુકવા માટે ઓફર કરાઈ હતી પણ મોટાભાગના ખેલાડીઓએ રસી મુકાવવાનો ઈનકાર કરી દીધો હતો. એ પછી આઈપીએલ શરુ થઈ હતી અને માંડ 50 ટકા મેચો રમાઈ હતી ત્યાં તો આઈપીએલ માટેના બાયોબબલમાં કોરોનાની એન્ટ્રી થતા જ એક પછી એક ક્રિકેટરો અને સપોર્ટ સ્ટાફ સંક્રમિત થવા માંડ્યા હતા.

સંખ્યાબંધ ભારતીય ખેલાડીઓએ કોરોનાની રસી લીધી

ટુર્નામેન્ટ પર બ્રેક મારવામાં આવ્યા બાદ તાજેતરમાં સંખ્યાબંધ ભારતીય ખેલાડીઓએ કોરોનાની રસી લીધી છે અને તેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ સામેલ છે. કોહલીએ લોકોને પણ વેક્સીન લેવા માટે અપીલ કરી છે. સૂત્રોના કહેવા પ્રમાણે આઈપીએલ પહેલા ક્રિકેટરોને લાગતું હતું કે, બાયોબબલમાં કોરોનાથી સુરક્ષિત રહેવાશે પણ કોરોનાએ બાયોબબલને પણ ગણકાર્યું નહોતું.

મોટાભાગના ક્રિકેટરો ટુર્નામેન્ટ શરુ થઈ તે પહેલા રસી મુકાવવાના વિરોધમાં

અંગ્રેજી અખબારના અહેવાલમાં કહેવાયુ છે કે, મોટાભાગના ક્રિકેટરો ટુર્નામેન્ટ શરુ થઈ તે પહેલા રસી મુકાવવાના વિરોધમાં હતા. જોકે તેની પાછળ વેક્સીનને લઈને જાગૃતિનો અભાવ પણ કારણભૂત હતો. ખેલાડીઓએ વિચાર્યું હતું કે, બાયો બબલ સુરક્ષિત છે અને આ માહોલમાં વેક્સીનની જરુર નહીં પડે.

6 ખેલાડીઓ તેમજ બે કોચ કોરોનાથી સંક્રમિત થયા હતા

ફ્રેન્ચાઈઝીઓએ પણ પોતાના ખેલાડીઓને વેક્સીન લેવા માટે વધારે ફોર્સ નહોતો કર્યો. જોકે ટુર્નામેન્ટ શરુ થયા બાદ સ્થિતિ બદલાઈ હતી અને 6 ખેલાડીઓ તેમજ બે કોચ કોરોનાથી સંક્રમિત થયા હતા. સૌથી વધારે અસર કેકેઆરના ખેલાડીઓને થઈ હતી. તેના ચાર ખેલાડીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. જ્યારે ચેન્નાઈના બોલિંગ તેમજ બેટિંગ કોચ તથા દિલ્હીના બે ક્રિકેટરને પણ કોરોના થયો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મલયાલમ અભિનેત્રીનો ફોટો લગાવીને પાસ કરી STET એક્ઝામ, રિઝલ્ટ વાયરલ થયું તો થઇ કાર્યવાહી

Pritesh Mehta

સાચવજો/ સમાજની બેઠકોમાં મનફાવે તેવા નિર્ણયો લેતા હો તો ચેતજો, હાઈકોર્ટ બગડી આપ્યા આ નિર્દેશો

Damini Patel

Covid-19 Test/ હવે મોબાઈલ ફોનથી થશે કોરોનાનો સસ્તો અને ઝડપી ટેસ્ટ, જાણો કેવી રીતે કરશે કામ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!