GSTV
Home » News » IPLની બ્રાન્ડ વેલ્યૂમાં ધરખમ વધારો: આ બની ટૂર્નામેન્ટની સૌથી કિંમત ટીમ, શાહરૂખને મોટુ નુકસાન

IPLની બ્રાન્ડ વેલ્યૂમાં ધરખમ વધારો: આ બની ટૂર્નામેન્ટની સૌથી કિંમત ટીમ, શાહરૂખને મોટુ નુકસાન

ભારત સહિતના વિશ્વભરના ક્રિકેટરો પર નાણાંનો વરસાદ વરસાવનારી આઇપીએલ ભારતીય ક્રિકેટ બોર્ડ માટે સોનાના ઈંડા આપતી મરઘી સાબિત થઈ રહી છે. વર્ષ ૨૦૦૮માં શરૃ થયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ૧૨ સિઝન પૂરી થઈ ચૂકી છે અને તેની બ્રાન્ડવેલ્યૂમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ ૨૦૧૯ની આઇપીએલ અંગેના એક સર્વેના રિપોર્ટને ટાંકીને મીડિયાના અહેવાલમાં જણાવાયું છે કે, આઇપીએલની બ્રાન્ડ વેલ્યૂ ૬.૩ અબજ ડોલરથી વધીને ૬.૮ અબજ ડોલરે  (આશરે ૪૯ હજાર કરોડ રૃપિયા) પહોંચી ગઈ છે. આમ છતાં બે મેજર ફ્રેન્ચાઈઝી – બેંગ્લોર અને કોલકાતાની બ્રાન્ડ વેલ્યૂમાં ચોંકાવનારો ઘટાડો જોવા મળ્યો છે. 

એક મીડિયા રિપોર્ટમાં ડફ એન્ડ ફેલ્પ્સના સર્વેના આંકડાને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, બેંગ્લોરની બ્રાન્ડ વેલ્યુમાં આઠ ટકાનો ઘટાડો થયો છે અને હવે તેની વર્થ રૃપિયા ૫૯૫ કરોડ થઈ ગઈ છે. નોંધપાત્ર છે કે, ભારતીય ટીમનો કેપ્ટન કોહલી બેંગ્લોરની ટીમનો કેપ્ટન છે, છતાં બેંગ્લોર આઇપીએલમાં તો ફ્લોપ રહ્યું જ છે, સાથે સાથે હવે બ્રાન્ડ  વેલ્યુમાં પણ પાછળ ધકેલાયું છે.

બેંગ્લોરની સાથે સાથે શાહરૃખ ખાનની માલિકીની કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમને પણ ફટકો પડયો છે. રસેલ જેવો ટી-૨૦નો એક્સપર્ટ અને ધુરંધર ધરાવતી કોલકાતાની ટીમની બ્રાન્ડ વેલ્યૂ ઘટાડા બાદ ૬૩૦ કરોડ રૃપિયા જ રહી ગઈ છે. બેંગ્લોર અને કોલાકાતા ટીમમાં આંતરિક ટકરાવની સ્થિતિ છે, જેના કારણે ટીમના પર્ફોમન્સ પર પણ તેની અસર જોવા મળી રહી છે. 

આઇપીએલની ઓવરઓલ વેલ્યૂમાં સાત ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે આઇપીએલની સાથે જોડાયેલી ઈકોસિસ્ટમની વેલ્યૂ પણ ૧૩.૫ ટકા વધી છે. ગત વર્ષે તે ૪૧,૮૦૦ કરોડ રૃપિયા હતી, જે હાલ ૪૭,૫૦૦ કરોડ રૃપિયા પર પહોંચી છે. આઇપીએલને જાહેરખબરોમાંથી થતી આવકમાં પણ ૨૦ ટકા જેટલો વધારો થયો હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. 

મુંબઈ ઈન્ડિયન્સની બ્રાન્ડ વેલ્યૂ સૌથી વધુ, ચેન્નાઈ બીજા ક્રમે

આઇપીએલમાં રમતી આઠ ફ્રેન્ચાઈઝીમાં સૌથી વધુ બ્રાન્ડ વેલ્યૂ મુંબઈની ટીમ ધરાવે છે. રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ ટીમે ચાલુ વર્ષે ચોથી વખત આઇપીએલ જીતી લીધી હતી. મુંબઈની બ્રાન્ડ વેલ્યૂમાં એક જ વર્ષમાં ૮.૫ ટકાનો વધારો થયો છે અને તે ૮૦૯ કરોડે પહોંચી છે. આઇપીએલમાં ગત વર્ષે ચેમ્પિયન બનેલું ચેન્નાઈ ચાલુ વર્ષે રનર્સ અપ રહ્યું હતુ. તેની બ્રાન્ડવેલ્યૂમાં ૧૩.૧ ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. ચેન્નાઈની હાલની બ્રાન્ડવેલ્યૂ રૃયિા ૭૩૨ કરોડ થવા જઈ રહી છે. હૈદરાબાદ અને દિલ્હીની બ્રાન્ડ વેલ્યૂમાં પણ વધારો થયો છે. જોકે પંજાબ અને રાજસ્થાનની બ્રાન્ડ વેલ્યૂ અંગે રિપોર્ટમાં કોઈ ઉલ્લેખ સુદ્ધાં કરવામાં આવ્યો નથી, જે આશ્ચર્યની બાબત છે.

મુંબઈ ઈન્ડિયન્સે સાતત્યભર્યા દેખાવ સાથે આગવી ઓળખ ઉભી કરી છે. જ્યારે ચેન્નાઈની ફ્રેન્ચાઈઝીએ પ્રતિબંધ બાદ પુનરાગમન કરતાં છેલ્લી બે આઇપીએલની ફાઈનલમાં સ્થાન હાંસલ કર્યું છે. ટ્વેન્ટી-૨૦ ક્રિકેટના લેજન્ડરી સ્ટાર ધોનીની હાજરીને કારણે ચેન્નાઈની ટીમ તરફ સ્વાભાવિક રીતે ચાહકોની સાથે સાથે જાહેરખબરકારોનુ આકર્ષણ રહેતું હોય છે, જેના કારણે તેની બ્રાન્ડ વેલ્યૂમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. 

Read Also

Related posts

દિવાળીમાં આ દિવસે ભૂલથી પણ ગૃહ પ્રવેશ ના કરતાં, નહીંતર જીવનમાં આવશે આટલી મોટી સમસ્યાઓ

Bansari

પ્લેબોય મેગેઝીનનાં કવર શૂટ માટે આ અભિનેત્રીને મળી હતી મોટી ઓફર, એક ડરનાં કારણે કરી રિજેક્ટ

pratik shah

આવતીકાલે રિઝલ્ટ છે ત્યારે મહારાષ્ટ્રના આ સીએમ આ મહાદેવના શરણે પહોંચ્યા, પૂજા અર્ચના કરી નમાવ્યું શીશ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!