GSTV
Home » News » IPL Auction : સહેવાગે પ્રીતિ વિશે આ કહ્યું, સોશિયલ મીડિયા પર ઉડ્યો મજાક

IPL Auction : સહેવાગે પ્રીતિ વિશે આ કહ્યું, સોશિયલ મીડિયા પર ઉડ્યો મજાક

ઇન્ડિયન પ્રીમિયર લીગ -11 (IPL 2018) માટે ખેલાડીઓની હરાજી કરવામાં આવી છે. હરાજી દરમ્યાન કિંગ્સ ઇલેવન પંજાબની પાર્ટનર અને એક્સ્ટ્રેસ પ્રીતિ ઝિંટા જોશ સાથે બોલી લગાવી રહી છે.  પ્રીતિના આ અંદાજ પર તેમની ટીમના મેન્ટર ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેસ્ટમેન વીરેન્દ્ર સહેવાગ પણ કોમેન્ટ કરતા રોકી શક્યો નહીં.

સહેવાગે ટ્વિટર પર હરાજી દરમ્યાન પ્રીતિના અંદાજ વિશે જણાવતા કહ્યું કે ‘છોકરીઓને શોપિંગનો શોખ હોય છે. પ્રીતિ પણ ફુલ શોપિંગના મૂડમાં છે. દરેક ચીજ ખરીદવાની છે’.

સહેવાગના આ ટ્વિટ પર યૂઝર્સ ઘણી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યૂઝર્સે તો અહીં સુધી લખ્યું કે કિંગ્સ ઇલેવન પંજાબને જોઇને એવું લાગી રહ્યું છે કે આ સિઝન તેઓ ઓછામાં ઓછા 300-400 ખેલાડીઓ ખરીદવા ઇચ્છે છે.

હરાજીના શરૂ થતાની સાથે જ પહેલી બોલી શિખર ધવનની હતી. જેમાં પ્રીતિએ ઘણો રસ દર્શાવ્યો. તેણે 5.20 કરોડમાં શિખરની બોલી લગાવી. પરંતુ લાસ્ટ મોમેન્ટમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રાઇટ ટૂ મેચનો ઉપયોગ કર્યો જેથી પ્રીતિ ધવનની ખરીદી ન કરી શકી.

આઇપીએલ સિઝન 11ની વાત કરીએ તો અત્યાર સુધીમાં પ્રીતિએ યુવરાજ સિંહને 2 કરોડ, કરૂણ નાયરને 5.60 કરોડમાં, એરોન ફિંચ 6.20 કરોડ, કે એલ રાહુલને 11 કરોડ અને ડેવિડ મિલરને 3 કરોડમાં ખરીદી ચુકી છે. જોકે કેટલાક એવા પણ ખેલાડીઓ છે જેના પર પ્રીતિ આગળ રહીને બોલી લગાવી રહી હતી. જોકે તેને ખરીદી ન શકી.

Related posts

ગંભીર મુદ્દાઓના સમાધાન માટે આખી પાર્ટી રહેતી હતી અરૂણ જેટલી પર નિર્ભર: અડવાણી

Mansi Patel

ગુજરાતના આ મજૂરે એવી બુદ્ધિ વાપરી કે હવે તેની રોજની આવક ત્રણથી પાંચ હજાર છે

Mayur

સીએમ રૂપાણી અને નીતિન પટેલ સહિત ગુજરાતના નેતાઓએ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!