45,000 કરોડની રમત છે IPL, જાણો વિસ્તારથી કે આ લોકો કઈ રીતે કમાણી કરે છે

ઈન્ડિયન પ્રીમિયમ લીગ (IPL)ની 12મી ઈનીંગ શરૂ થઈ ગઈ છે. આઠ ક્રિકેટની ટીમો ભરપૂર મનોરંજન કરાવશે અને એ બાજુ રમત સાથે જોડાયેલી કંપનીઓ કરોડો રૂપિયાની કમાણી કરશે. જોકે અત્યાર સુધી ચૂંટણીને ધ્યાનમાં લઈને તારીખ નક્કી કરવામાં આવી નથી. છેલ્લા 11 વર્ષમાં આઇપીએલની કિંમત શુન્યથી લઈને હજાર કરોડ રૂપિયા થઈ છે. વૈશ્વિક મૂલ્યાંકન અને કોર્પોરેટ ફાઇનાન્સ એડવાઇઝર કંપની Duff & Phelpsના અહેવાલ મુજબ 2018માં આઇપીએલની બ્રાન્ડ કિંમત 630 કરોડ ડોલર (લગભગ 45000 કરોડ રૂપિયા) સુધી પહોંચી ગઈ છે.

બિઝનેસ, મનોરંજન અને રમત એમ ત્રયેણને એકસાથે એક પ્લેટફોર્મ પર લાવવામાં લલિત મોદીનો મોટો હાથ છે. જ્યારે 2008માં આઇપીએલની શરૂઆત થઈ હતી ત્યારે ભારત માટે એક રમતનાં ચિહ્ન તરીકે જોવામાં આવતું હતું. આ લીગ દ્વારા માત્ર વિશ્વભરના શ્રેષ્ઠ ક્રિકેટ ખેલાડીઓને એક સ્થાને એકત્ર કરવામાં આવે છે એવું નથી, પરંતુ કોર્પોરેટ ભારતનાં ખેલાડીને પણ એમાં જોડવામાં આવે છે. હજી પણ ઘણા લોકો એ જાણતા નથી કે કેવી રીતે આઇપીએલ ફ્રાન્ચાઇજી કરોડો રૂપિયામાં સ્ટાર ખેલાડીઓને ખરીદે છે અને પોતે કેવી રીતે કમાણી કરે છે.

આઇપીએલની વાસ્તવિકતા એ છે કે તેને વ્યવસાયની દ્રષ્ટિએ ડિઝાઇન કરવામાં આવી છે. આ એક ક્રિકેટ ટુર્નામેન્ટ છે, જેને એક પ્રૉપર્ટી તરીકે વિકસિત કરવામાં આવે છે. આવી બધી કંપનીઓને આક્રમક રીતે તેમના વ્યવસાયની જાહેરાત કરવાની તક મળે છે. આઇપીએલનો મુખ્ય બિઝનેસ પ્લાન એ છે કે ખાનગી કંપનીઓને ક્રિકેટ ફ્રાંસીઇજી ખરીદવા માટે કહેવામાં આવે છે. જ્યારે ફ્રાન્ચાઇજીને મોટી કિંમતે વેચવામાં આવશે ત્યારે કોર્પોરેટ્સ ઇન્ડિયન ક્રિકેટમાં રોકાણ કરવા માટે આકર્ષિત થશે. આવી રીતે ક્રિકેટમાં અઢળક પૈસા આવે છે.

આઇપીએલએ કોર્પોરેટ ઇન્ડિયાને ભારતીય ક્રિકેટનાં ડ્રેસિંગ રૂમમાં આવવાની પરવાનગી આપી છે. આ પહેલાં સ્પૉન્સર્સ ક્યારેય પ્લેયર્સના ટીશર્ટ પર તેના કંપનીના લોગો માટે પૈસા નહોતા આપતા, પરંતુ હવે તેના માટે મોટી રકમ ચૂકવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય અને મોટી કંપનીઓ આ રમતને સ્પૉન્સર કરી રહ્યા છે. તમે જાણો જ છો કે ભારતમાં ક્રિકેટનું અજબ ગાંડપણ છે, વિશ્વમાં સૌથી વધુ ક્રિકેટ પ્રેમીઓ અને જનસંખ્યા ભારતમાં છે અને જહુ એ સતત વધી રહ્યો છે. બધા લોકો આ વાતથી સંહેમત છે કે મનોરંજન ઉદ્યોગમાં ક્યારેય મંદી નથી આવતી અને આઈપીએલ બોલિવુડ અને ક્રિકેટનો કોકટેલ છે. કે જ્યાં ફક્ત તમને મનોરંજન, મનોરંજન અને મનોરંજન જ મળે છે.

મીડિયા રાઇટ્સ:

આઇપીએલમાં એક રેવેન્યૂ ડિસ્ટ્રીબ્યુશન મોડેલ છે, જ્યાં બીસીસીઆઈ બ્રોડકાસ્ટર અને ઑનલાઇન સ્ટ્રીમર પાસેથી મોટી રકમ વસૂલ કરે છે. આમાંથી તેની ફીસ કાપીને વધેલી રકમ બધા આઇપીએલ ટીમ વચ્ચે વહેંચવામાં આવે છે. તેની વહેંચણી ટીમનાં રેન્ક પર આધારિત છે. રમતના અંતમાં જે ટીમનો રેંક જેટલો વધુ થાય છે તે મીડિયા રેવેન્યુમાં એટલો મોટો ભાગ મળે છે. આઈપીએલ ટીમ દ્વારા કુલ કમાણીનાં 60-70 ટકા હિસ્સો મીડિયા રાઈટ્સનો થાય છે.

બ્રાન્ડ સ્પૉન્સરશિપ:

બ્રાન્ડ સ્પૉન્સરશીપ દ્વારા પણ આઇપીએલ ફ્રાન્ચાઇજીસ એક મોટી રકમ પ્રાપ્ત કરે છે. ફ્રાન્ચાઇજી બ્રાન્ડ સાથે ટાઇઅપ કરીને તેમની બ્રાન્ડનાં લોગો ટીમની કીટ અને ડ્રેસ પર છાપવામાં આવે છે. સ્ટેડિયમની બાઉન્ડ્રી પર લગાવેલી જાહેરાતોથી પણ કમાણી થાય છે. ખેલાડીની છાતી અને પીઠ પર મોટા અને બોલ્ડ અક્ષરોમાં તે કંપનીનું નામ અથવા લોગો લગાડવામાં આવે છે, તે સૌથી વધુ સ્પૉન્સરશિપ ફી ચૂકવે છે. કુલ કમાણીમાં સ્પૉન્સરશિપનો ભાગ 20-30 ટકા જેટલો થાય છે.

ટિકિટ વેચાણ:

સ્ટેડિયમમાં ટિકિટ વેચાણથી પણ કમાણી થાય છે. ટિકિટ ભાવ ટીમ માલિક નક્કી કરે છે. આઇપીએલ ટીમના રેવેન્યૂમાં ટીકટની ભાગીદારી લગભગ 10 ટકા છે

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter