IPL Auction 2019: જયદેવ ઉનડકટ સૌથી મોંઘો ખેલાડી બન્યો, યુવરાજની ન લગાવાઈ બોલી

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2019 એટલે કે IPL 2019ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજે તે માટે ખેલાડીઓની હરાજી શરૂ કરવામાં આવી છે.  આઇપીએલની 12મી સિઝન માટે આજે જયપુરમાં 351 ખેલાડીઓના કિસ્મત દાવ પર લાગેલા છે. આ 351 ખેલાડીઓમાં 228 ભારતીય અને 123 વિદેશી ખેલાડી છે. જેમાંથી તમામ ટીમો પાસે વધુમાં વધુ 50 ભારતીય અને 20 વિદેશી ખેલાડીની પસંદગી કરવાની તક મળેશે. આઇપીએલ 2019 માટે યુવરાજ સિંહ, ઇશાંત શર્મા અને જયદેવ ઉનડકટના ભવિષ્યનો પણ નિર્ણય થશે. દિલ્હી કેપિટલે અક્ષર પટેલને 5 કરોડમાં ખરીદ્યો. દિલ્હી અને પંજાબની વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી. રાજસ્થાને જયદેવ ઉનડકટને 8.40 કરોડમાં ખરીદ્યો છે.

કયો ખેલાડી કેટલામાં વેચાયો?

  • જયદેવ ઉનડકટ- રાજસ્થાન રોયલ્સે તેને 8.4 કરોડમાં ખરીદ્યો, તેની બેઝપ્રાઈઝ રૂ. 1.5 કરોડ હતી
  • રિદ્ધિમાન સાહા- તેની બેઝ પ્રાઈસ રૂ. એક કરોડ હતી. સનરાઈઝ હૈદરાબાદે તેને રૂ. 1.20 કરોડમાં ખરીદ્યો
  • નિકોલસ પૂરન- તેની બેઝપ્રાઈઝ રૂ. 75 લાખ હતી. કિંગ્સ ઈલેવન પંજાબે તેને રૂ. 4.20 કરોડમાં ખરીદ્યો
  • બ્રેન મેકડેર્મોટ- તેની બેઝ પ્રાઈઝ રૂ. 50 લાખ હતી, આ પણ અનસોલ્ડ રહ્યો
  • નમન ઓઝા- તેની બેઝ પ્રાઈઝ રૂ. 50 લાખ હતી. તે હજી અનસોલ્ડ રહ્યો
  • અક્ષર પટેલ- દિલ્હી કેપિટલ્સે અક્ષર પટેલને રૂ. 5 કોડમાં ખરીદ્યો, તેની બેઝ પ્રાઈઝ રૂ. 1 કરોડ હતી.
  • કાર્લોસ બ્રેથવેટ- તેની બેઝ પ્રાઈઝ રૂ. 75 લાખ હતી. તેને કોલકાતા નાઈટરાઈડર્સે રૂ. 5 કરોડમાં ખરીદ્યો
  • ક્રિસ જોર્ડન- તેની બેઝ પ્રાઈઝ રૂ. 1 કરોડ હતી, તેને કોઈ ટીમે ખરીદ્યો નહીં.
  • ગુરકીરત સિંહ- તેની બેઝ પ્રાઈઝ રૂ. 50 લાખ છે. તેને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ તે જ કિંમતમાં ખરીદ્યો છે.
  • યુવરાજ સિંહ- તેની બેઝ પ્રાઈઝ રૂ. એક કરોડ હતી. હજી સુધી તેને કોઈએ ખરીદ્યો નથી.
  • મનોજ તિવારી- તેની બેઝ પ્રાઈઝ રૂ. 50 લાખ છે. જેને કોઈ પણ ટીમે ખરીદ્યો નથી.
  • ચેતેશ્વર પુજારા- તેની બેઝ પ્રાઈઝ રૂ. 50 લાખ છે, પરંતુ તે પણ હજુ અનસોલ્ડ છે.
  • એલેક્સ હેલ્સ- તેની બેઝ પ્રાઈઝ રૂ. 1.50 કરોડ હતી. તે હજુ અનસોલ્ડ છે.
  • હનુમા વિહારી- તેની બેઝ પ્રાઈઝ રૂ. 50 લાખ હતી, તેને દિલ્હી કેપિટલ્સે રૂ. 2 કરોડમાં ખરીદ્યો
  • શિમરોન હેટમેયર- તેની બેઝ પ્રાઈઝ રૂ. 50 લાખ હતી. તેને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ રૂ. 4.20 કરોડમાં ખરીદ્યો.
  • બ્રેંડન મૈકુલમ- તેની બેઝપ્રાઈઝ રૂ. 2 કરોડ હતી. કોઈ ટીમે તેને ખરીદવામાં રસ દાખવ્યો નથી.
  • માર્ટિન ગુપ્ટિલ- તેની બેઝ પ્રાઈઝ રૂ. 1 કરોડ હતી. તે હજુ અનસોલ્ડ છે.
  • ક્રિસ વોક્સ- તેની બેઝ પ્રાઈસ રૂ. બે કરોડ છે. કોઈ પણ ટીમે તેને ખરીદવામાં રસ દાખવ્યો નથી.

ગત સિઝનમાં ડયદેવને રાજસ્થાન રોયલે 11.5 કરોડ રૂપિયાની મોટી રકમ ખર્ચ કરી ખરિદ્યો હતો. પરંતુ જયદેવ ટીમની આશા પર જરા પણ ખરો ઉતર્યો નહી. જયદેવે પ્રથમ સિઝનમાં 15 મેચ રમતા માત્ર 11 વિકેટો લીધી. આ વખતે જયદેવે પોતાની બેસ પ્રાઇસને 1.5 કરોડ રૂપિયા રાખી છે. ઘરેલુ ઝડપી બોલરના વિકલ્પની શોધ કરી રહેલ ટીમો માટે જયદેવ એક સારો વિક્લ્પ સાબિત થઇ શકે છે. આ લિલામીમાં ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહ પર વધુ એક વખત તમામ લોકોની નજર છે. પંજાબ ટીમથી રિલીઝ થયા બાદ યુવરાજે પોતાની બેસ પ્રાઇસ 1 કરોડ રૂપિયા કરી નાંખી છે અને તેને 8 મેચોમાં માત્ર 10.83ની સરેરાશથી 65 રન બનાવ્યા.

જયપુરમાં યોજાનાર લિલામીથી આઇપીએલમાં ઇશાંત શર્માનું કિસ્મત પણ નક્કી થશે. આ સિઝન માટે ઇશાંત શર્માએ પોતાની બેસ પ્રાઇસ 75 લાખ રૂપિયા રાખી છે. ગત સિઝનમાં ઇશાંત પર કોઇ પણ ટીમે દાવ લગાવ્યો ન હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter