GSTV

IPL 2020: 8 ટીમ તરફથી રમનારો પ્રથમ ખેલાડી બન્યા એરોન ફિંચ

Last Updated on September 22, 2020 by Ankita Trada

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મેદાન પર ઉતરનારા એરોન ફિંચે એક અદભૂત રેકોર્ડ બનાવ્યો છે. ઓસ્ટ્રેલિયન ટી20 ક્રિકેટ ટીમનો આ કેપ્ટન ગઈકાલની મેચમાં રમવાની સાથે IPLમાં આટ ટીમો માટે રમનારો પ્રથમ બેટ્સમેન બન્યો છે.

દિલ્હી ડેરડેવિલ્સનો હિસ્સો બન્યો

IPLમાં એરોન ફિંચની આ 10મી સિઝન છે અને તેમાં તે માત્ર બે વાર જ એક ટીમ તરફથી સતત બે સિઝન રમ્યો છે. પ્રથમવાર ફિંચ IPL 2010માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ બે સિઝન માટે તે દિલ્હી ડેરડેવિલ્સનો હિસ્સો બન્યો. IPL-2013માં ફિંચે પૂણે વોરિયર્સ તરફથી રમ્યો. ત્યારબાદ આઈપીએલ-2014માં તે સનરાઇઝર્સ હૈદરાબાદમાં જોડાયો હતો અને આઈપીએલ 2015માં મુંબઇ ઇન્ડિયન્સએ તેને પોતાની ટીમમાં ખરીદ્યો હતો.

તે બે સિઝન માટે રોકાઈ ગયો

મુંબઈ તરફથી તેને ફક્ત ત્રણ મેચ રમવાની તક મળ્યા બાદ ફિંચ બીજી સિઝનમાં ગુજરાત લાયન્સમાં પહોંચ્યો અને ત્યાં તે બે સિઝન માટે રોકાઈ ગયો. આઈપીએલ 2018માં ગુજરાત લાયન્સની આઇપીએલની સફર પૂરી થવાને કારણે તેને ફરીથી નવી ટીમ શોધવી પડી. ત્યારબાદ તેને કિંગ્સ ઇલેવન પંજાબની ટિકિટ મળી. આઇપીએલ 2019માં વ્યક્તિગત કારણોસર ફિંચે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. આ કારણે તેને ફરીથી આઈપીએલ 2020 માટે નવી ટીમમાં સ્થાન મળ્યું અને આ વખતે વિરાટ કોહલીએ તેનામાં વિશ્વાસ દાખવ્યો અને પોતાની ટીમમાં લીધો.

માત્ર 1766 રન બનાવ્યા

ફિંચની આઈપીએલની સફર બહુ અસરકારક રહી નથી. ફિંચે અત્યાર સુધીમાં 76 આઈપીએલ મેચ રમી છે, તેણે માત્ર 1766 રન બનાવ્યા છે, જેમાં તેની સરેરાશ 26.35 છે. જોકે, તેણે 130ના સ્ટ્રાઇક રેટથી આ રન બનાવ્યા છે અને કદાચ તેના જ કારણે ટીમોએ તેના પરનો વિશ્વાસ ક્યારેય ગુમાવ્યો નથી. આઈપીએલમાં તેણે 13 વખત 50 રન બનાવ્યા છે, અને 177 ચોગ્ગા અને 69 છગ્ગા ફટકાર્યા છે.

READ ALSO

Related posts

પાકિસ્તાનમાં હિંદુ મંદિર પર હુમલો, કટ્ટરપંથીઓના ટોળાએ મંદિરમાં આગ લગાવી મૂર્તિઓ ખંડિત કરી

Damini Patel

મંદિરમાં તોડફોડની ઘટના બાદ પાકિસ્તાન ભારતના વિરોધ સામે ઝુક્યું, PM ઇમરાન ખાને કહ્યું-ફરીથી બનાવીશું

Damini Patel

ઇડીએ ફ્લિપકાર્ટ ઇન્ડિયાને રૂ.10,000 કરોડની શો-કોઝ નોટિસ ફટકારી, અત્યારસુધીની આ સૌથી મોટી નોટિસ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!