IPLની 16મી સીઝન પૂર્ણતાને આરે છે. હવે છેલ્લી બે મેચ બાકી છે. ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઇ સુપર કિંગ્સે 10 વાર ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. જો કે ગત સીઝનમાં ચેન્નાઇ સુપર કિંગ્સની હાલત બહુ દયનિય હતી. ગયા વર્ષે આ ટીમ 10માં નંબર પર હતી, પરંતુ આ વર્ષે CSKએ ફરી એક વાર સાબિત કરી બતાવ્યું છે કે, તે IPLની સૌથી સફળ ટીમોમાંની એક છે. આ સિઝનમાં ટીમ પોઈન્ટ ટેબલ પર બીજા સ્થાને રહી હતી. ટીમે લીગમાં રમાયેલી 14 મેચમાં 17 પોઈન્ટ મેળવ્યા હતા.
ગુજરાતને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી
પ્લેઓફની પ્રથમ ક્વોલિફાયર મેચ રમી રહેલા ચેન્નાઈએ ગુજરાત ટાઇટન્સને 15 રનથી હરાવીને ફાઈનલમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. ચેન્નાઈના આ સિઝનમાં શાનદાર પ્રદર્શન પાછળ સૌથી મોટો હાથ મહેન્દ્રસિંહ ધોનીનો રહ્યો છે. તેણે આ સિઝનમાં ઘણા યુવા ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ખેલાડીઓએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
‘દાદા’ માહીની કેપ્ટનશિપની પ્રશંસા કરે છે
માહીની કેપ્ટનશિપના જેટલા પણ વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે. જો કે, માહીની કેપ્ટનશીપ વિશે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ઘણી મોટી વાત કહી હતી. તેણે કહ્યું કે આ સિઝનમાં ધોનીની કેપ્ટન્સી શાનદાર રહી છે. ચેન્નાઈ સર્કિંગ્સે બતાવ્યું કે કેવી રીતે મોટી મેચ જીતવી.
આ સીઝનમાં સૌરવ ગાંગુલી દિલ્હી કેપિટલ્સ તરફથી ડિરેક્ટર ઓફ ક્રિકેટ ઓપરેશન્સની ભૂમિકામાં જોવા મળ્યો હતો. ડેવિડ વોર્નરના નેતૃત્વમાં આ સિઝનમાં ટીમનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. દિલ્હી પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે.
ગાંગુલીએ ઘણા યુવા ખેલાડીઓના વખાણ કર્યા
કેકેઆરના સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહ સહીત સૌરવ ગાંગુલીએ પણ ઘણા યુવા ક્રિકેટરોના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું, “રિંકુ સિંહ આ સિઝનમાં સારું રમ્યા. ધ્રુવ જુરેલે પણ સારું પ્રદર્શન કર્યું. જીતેશ શર્માએ પણ પંજાબ કિંગ્સ માટે સારી બેટિંગ કરી. તે જ સમયે મુંબઈ ઈન્ડિયન્સ માટે સૂર્ય કુમાર યાદવ અને તિલક વર્મા પણ સારી બેટિંગ કરી રહ્યા છે.”
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં