IPL-2023 પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ માટે શ્રેયસ અય્યરના રૂપમાં ખરાબ સમાચાર સામે આવ્યા છે. બેક ઇન્જરીના કારણે કોલકાતા ટીમના સ્ટાર બેટર IPL 2023 અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભાગ લઈ શકશે નહી. અય્યર IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો કેપ્ટન છે. બેક ઇન્જરીના કારણે અય્યરને સર્જરી કરાવવી પડી શકે છે, જેના કારણે તે લગભગ 5 મહિના સુધી ક્રિકેટથી દૂર રહી શકે છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાયેલી ચોથી ટેસ્ટ મેચ દરમિયાન અય્યરે બેક પેનની ફરિયાદ કરી હતી.

ડોક્ટરોએ આપી સર્જરીની સલાહ
અહેવાલો મુજબ અય્યરને તેની બેક ઇન્જરી માટે સર્જરી કરાવવી પડી શકે છે, જેના કારણે તે લાંબા સમય સુધી ટીમ ઇન્ડિયાથી દૂર રહેશે અને 7 જૂનથી લંડનના ઓવલમાં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ ભાગ લઈ શકશે નહી. એક સુત્રે જણાવ્યું હતું કે, “અય્યર મુંબઈમાં ડૉક્ટરના સંપર્કમાં હતો અને ડૉક્ટરે ત્રીજી મુલાકાત પર અય્યરને સર્જરી કરાવવાની સલાહ આપી હતી.” જેના કારણે તે IPL અને અન્ય મહત્વની ટૂર્નામેન્ટમાં ભાગ લઇ શકશે નહી. સુત્રે વધુમાં જણાવ્યું હતું કે, “અય્યર લંડનમાં સર્જરી કરાવવા માંગે છે પરંતુ ઓપરેશન માટે પરામર્શ હજુ ચાલુ છે કારણ કે બીસીસીઆઈએ ઓપરેશનનું સ્થળ નક્કી કર્યું નથી. એવી શક્યતા છે કે આ સર્જરી ભારતમાં થઈ શકે છે.”
KKR માટે કેપ્ટનશિપની વધી મુશ્કેલીઓ
શ્રેયસ અય્યર IPL 2022માં કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન તરીકે જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં IPLની 16મી સિઝનમાં અય્યરના સ્થાને ટીમની કમાન કોણ સંભાળશે, તે જોવાનું રહેશે. છેલ્લી સિઝનમાં અય્યરની કેપ્ટનશિપ હેઠળ KKR 14 મેચોમાંથી 6 જીતી હતી અને 8 હારી હતી. આ સાથે જ ટીમ પોઈન્ટ ટેબલમાં 12 પોઈન્ટ સાથે KKR સાતમા નંબર પર હતી.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો