વિશ્વની સૌથી લોકપ્રિય લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2023ની હરાજી માટે તૈયારી જોરશોરથી ચાલી રહી છે. આઈપીએલ હરાજીમાં દિગ્ગજ ખેલાડીઓ પર બોલી લાગશે. નોંધનીય છે કે, આઈપીએલની આગામી હરાજીમાં ઓક્શન પહેલા તમામ ટીમોએ કુલ 85 ખેલાડીઓ રિલીઝ કરી દીધા છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝન માટે 23 ડિસેમ્બરે કોચીમાં આયોજિત થશે જેના પગલે તૈયારીને જોરશોરથી તૈયારી ચાલી રહી છે. આઈપીએલની ઓક્શનને લઈને ફ્રેચાઈજિયોની સાથે કેટલાય ખેલાડીઓ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, તમામ ફ્રેચાઈજિયોએ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ)એ આઈપીએલ ઓક્શનની તારીખ વધારવા માંગ કરી હતી પરંતુ બીસીસીઆઈ તારીખ વધારવા માટે ઈનકાર કરી દીધો છે.
વિલિયમસન-એલેક્સ સહિતના ખેલાડીઓ પર દાવ લાગશે
ઉલ્લેખનીય છે કે, આઈપીએલ 2023 માટે મિની હરાજીમાં સેમ કરનથી લઈને બેન સ્ટોકસ, કેન વિલિયમસન, એલેક્સ એલ્સ, આદિલ રાશિદ, કેમરૂન ગ્રીન સહિતના દિગ્ગજ ક્રિકેટરો ભાગ લેશે. આ વખતની આઈપીએલ રોમાંચક રહેશે કેમ કે, કંઈ ટીમ ક્યાં ખેલાડીઓ પર દાવ લગાવશે તે જોવાનું રહેશે.
READ ALSO
- ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર
- Food For constipation/ કબજીયાતની સમસ્યામાં દવાનુ કામ કરે છે અજમો, આ રીતે પરોઠા બનાવીને ખાઓ
- વડોદરા / કરજણ સ્વામિનારાયણ મંદિરના એકાઉન્ટમાંથી 48.43 લાખની ઉચાપત, નોંધાઈ પોલીસ ફરિયાદ
- જાદૂગરનું મેજિક જોઇને ચોંકી ગઇ મહિલા, વીડિયો જોઇને લોકો બોલ્યા આમ કેમ થઇ ગયું
- પાટણ / રાધનપુરમાં આખલાએ અડફેટે લેતા 95 વર્ષના વૃદ્ધાનું મોત નીપજ્યું