ઈન્ડિયન પ્રીમિયલ લીગ(IPL 2022)માં આજે 68મી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી જેમાં ચેન્નઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 150 રન બનાવ્યા હતા જેના જવાબમાં રાજસ્થાને બે બોલ બાકી રાખીને વિજય મેળવ્યો હતો. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સ ચાર વર્ષ બાદ પ્લેઓફમાં પહોંચી છે. 2018ના વર્ષમાં અંતિમ વખતે પ્લેઓફ પહોંચી હતી.

IPL 20220મા ટોપ થ્રી ટીમો નક્કી થઈ છે હવે ચોથા સ્થાન માટે બે ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે જેમાં બેંગ્લોર હાલ 14 પોઈન્ટ સ્થાને ચોથા નંબરે છે જોકે દિલ્હીએ તેની આખરી મેચ રમવાની બાકી છે જો તે અંતિમ મેચમાં વિજય મેળવે તો ટોપ-4માં એન્ટ્રી મેળવી લેશે.
અશ્વિનની મેચવિનિંગ ઈનિંગ
રાજસ્થાનના ઓપનર યશસ્વી જયસ્વાલે મેચમાં 44 બોલમાં 59 રન બનાવ્યા હતા જેમાં 8 ચોગ્ગા અને એક છગ્ગો માર્યો હતો. બીજી તરફ રવિચંદ્ર અશ્વિને મેચ વિનિંગ ઈનિંગ રની હતી તેણ 23 બોલમાં 40 રન બનાવ્યા હતા.

છઠ્ઠી ઓવરમાં મોઈનની તોફાની બેટિંગ
પાવરપ્લેની છેલ્લી ઓવરમાં ચેન્નઈના મોઈન અલીએ ટ્રેન્ટ બોલ્ટને ધોઈ નાખ્યો હતો. તેણે પહેલા બોલ પર સિક્સ અને ત્યારપછી પાંચેય બોલ પર ચોગ્ગા ફટકારી 26 રન કરી નાખ્યા હતા. જોકે ત્યાર પછી મેચમાં મોઈન અલીએ 57 બોલમાં 93 રનની શાનદાર ઈનિંગ રમી હતી પરંતુ સદી ચૂક્યો હતો. જ્યારે રાજસ્થાનના ચહલ અને મેક્કોયે 2-2 વિકેટ લીધી હતી.
Read Also
- છૂટાછેટા પછી પુખ્ત પુત્રી પણ ભરણપોષણની હકદાર! પિતાએ ઉઠાવવો પડશે ભણતરનો ખર્ચ, કોર્ટે આપ્યો કડક આદેશ
- ચિંતા વધી/ છ સપ્તાહમાં મન્કીપોક્સના કેસો ૩થી વધીને 3200 થઈ ગયા! ૧૫૦૦ કેસમાં ૭૦ના મોત
- રાજકોટ/ 500ની 1 લાખની કિંમતની ડુપ્લિકેટ નોટો સાથે બે વિદ્યાર્થીઓ ઝડપાયા, કોલેજમાં મોજ શોખ કરવા બનાવી જાલીનોટ
- જીભ લપસી/ ‘જો કોઇને ખોટું લાગે તો થાય એ કરી લેજો’, ભાજપના પ્રદેશ મહામંત્રીના ધમકીભર્યા શબ્દોથી કાર્યકરોમાં રોષ
- મોટા સમાચાર/ Zomatoના બોર્ડે Blinkitની ખરીદીને આપી મંજૂરી, અધધધ આટલા કરોડ રૂપિયામાં થઈ ડીલ!