GSTV
Cricket Sports ટોપ સ્ટોરી

ક્રિકેટ રસીયાઓ માટે મોટા સમાચાર/ ભારતમાં જ રમાશે IPL 2022, મુંબઈમાં રમાશે ટૂર્નામેન્ટ, દર્શકોને નહીં મળે એન્ટ્રી

ઈંડિયન પ્રીમિયર લીગની 15મી સીઝન પર મોટા સમાચાર આવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે નિર્ણય કર્યો છે કે, આ ટૂર્નામેન્ટનું આયોજન ભારતમાં જ કરવામાં આવે અને તેની મેચ મુંબઈમાં રમાડવામાં આવે. જોકે, ફરી એક વાર દર્શકો વગર જ આ આઈપીએલ રમાશે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, બોર્ડ આ સીઝનનું આયોજન ભારતમાં કરવા માટે તત્પર છે.શનિવારે 22 જાન્યુઆરી બોર્ડ અને તમામ ફ્રેન્ચાઈઝી માલિકો વચ્ચે બેઠક થઈ હતી. જેમાં બોર્ડે પોતાના પસંદગી વિશે જણાવ્યું હતું. જો કે, જો સ્થિતી બગડશે તો સંયુક્ત આરબ અમીરાત અને સાઉથ આફ્રિકા પણ વિકલ્પ તરીકે રાખવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે, હાલ એવું જાણવા મળ્યું છે કે, આ ટૂર્નામેન્ટની મેચોનું આયોજન મુંબઈના ત્રણ સ્ટેડિયમ, વાનખેડે, ડીવાઈ પાટિલ અને બ્રોબોર્ન સ્ટેડિયમમાં કરવામાં આવશે. તેની સાથે જ સૂત્રોએ એવું પણ જણાવ્યું છે કે, જો જરૂર પડશે તો, અમુક મેચોનું આયોજન પુણેમાં પણ થઈ શકે છએ. ગત વર્ષે બીસીસીઆઈએ આઈપીએલનું આયોજન ભારતમાં જ કર્યું હતું. પણ ત્યારે કોરોનાની બીજી લહેરના કારણે બાયોબબલમાં કિસ્સાઓ આવવા લાગ્યા હતા. અને તેનાથી 29 મેચો બાદ રોકવી પડી હતી. ફરી સપ્ટેમ્બર ઓક્ટોબરથી તેને યુએઈમાં પુરી કરવામાં આવી હતી.

એક અઠવાડીયા પહેલા થશે શરૂઆત

તો વળી ટૂર્નામેન્ટની શરૂઆતની તારીખમાં ફેરફારનો પણ પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર બોર્ડે તમામ ફ્રેન્ચાઈઝી માલિકોને જણાવ્યું છે કે, તે 27 માર્ચથી ટૂર્નામેન્ટની શરૂઆત કરવા પર વિચાર કરી રહ્યા છે. તેનાથી પહેલા 2 એપ્રિલથી 15મી સીઝિન ખેલાવાની યોજના બનાવી રહ્યા છે. ત્યારે આવા સમયે તેને લઈને મે પહેલા અઠવાડીયામાં ખતમ થવાની આશા છે. જો કે, આ તમામ મુદ્દા પર અંતિમ નિર્ણય બોર્ડની 20 ફેબ્રુઆરી થનારી બેઠકમાં કરવામાં આવશે.

હરાજીની તારીખમાં કોઈ ફેરફાર નથી કર્યો

તો વળી મોટી હરાજીની તારીખમાં કોઈ ફેરફાર કર્યો નથી. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર બોર્ડે ફ્રેન્ચાઈઝીના માલિકોને જણાવ્યું છે કે, મેગા ઓક્શનમાં 12 અને 13 ફેબ્રુઆરી જ થશે અને હંમેશાની માફક આ વાખતે બેંગલુરીમાં જ ખેલાડીઓ પર બોલી લાગશે. લીગમાં આ વખતે 1214 ખેલાડીઓની હરાજી માટે રજીસ્ટર્ડ થયા છે. જેમાં 896 ખેલાડીઓ અને 318 વિદેશી ખેલાડીઓ છે.

READ ALSO

Related posts

ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ

Zainul Ansari

સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ

Zainul Ansari

પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી

Zainul Ansari
GSTV