ઈન્ડિયન પ્રીમીયર લીગમાં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાઈ હતી જેમાં કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોલકાતાની શરૂઆત ખરાબ રહી હતી જોકે, બાદમાં આદ્રે રસેલે આક્રમક ઈનિંગ રમીને ટીમનો સ્કોર 177 પહોંચાડી દીધો હતો. જેના જવાબમાં હૈદરાબાદ ટીમ 128 રન જ કરી શકી હતી. પરિણામે કોલકાતાના આ વિજય સાથે પોઈન્ટ ટેબલમાં 12 પોઈન્ટ થઈ ગયા છે અને પ્લેઓફમં પહોંચવાની આશા જીવંત રાખી છે બીજી બાજુ સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર ફેંકાઈ ગયું છે.

હૈદરાબાદની હાર માટે કેપ્ટન કેન વિલિયમ્સનના ફોર્મનો અભાવ પણ જવાબદાર રહ્યો છે. પહેલી બે મેચ હાર્યા પછી સતત પાંચ મેચ જીતીને જોરદાર કમબેક કરનારી આ ટીમ હવે પ્લેઓફમાંથી બહાર ફેંકાઈ જવાના આરે છે.
કોલકાતા નાઈટ રાઈડર્સની ઈનિંગની 12મી ઓવરમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો બોલર ટી. નટરાજન બોલિંગ કરી રહ્યો હતો ત્યારે ઓવરનો ત્રીજો બોલ સીધો રિંકુ સિંહના પગમાં ગયો હતો. બોલરે અપીલ કરી અને થોડીવાર રાહ જોયા બાદ અમ્પાયરે આઉટ જાહેર કર્યો. આ દરમિયાન અમ્પાયરના નિર્ણયથી રિંકુ સિંહ આશ્ચર્યચકિત થઈ ગયો હતો.
READ ALSO
- Health Tips/ જો તમે આ રીતે બટાકા ખાશો તો તરત જ ઘટશે વજન, જાણો ખાવાની સાચી રીત
- રજત પાટીદારની ઝંઝાવાતી બેટિંગની આંધીમાં ઉડી લખનઉની ટીમ,LSGના બોલરોને ધોઇ RCBની કરાવી ક્વોલિફાયર-2 માં એન્ટ્રી
- ઇમરજન્સી ફંડ જરૂરિયાતના સમયે બની શકે છે મોટી મદદ! જાણો કેવી રીતે ભંડોળનો ઉપયોગ કરવો
- BIG BREAKING: કુપવાડામાં લશ્કરના ત્રણ આંતકીઓ ઠાર! ઘુસણખોરીનો કરી રહ્યા હતા પ્રયાસ, મોટા પ્રમાણમાં હથિયાર ઝડપાયા
- પાકિસ્તાન/ ઈસ્લામાબાદમાં આઝાદી માર્ચ બની હિંસક, ઈમરાન ખાનના સમર્થકો અને સુરક્ષા દળો આમને-સામને