GSTV

IPL 2022 / RCBએ વિરાટ કોહલીને 15 કરોડમાં કર્યો રિટેન, જાડેજાને ધોની કરતા વધુ મળશે રકમ: જુઓ આખી લિસ્ટ

બેંગલોર

Last Updated on November 30, 2021 by GSTV Web Desk

IPL 2022ની સીઝન ભવ્ય થવાની છે, જેમા 10 ટીમો ભાગ લેશે. આગામી સીઝન માટે મેગા ઓક્શન પહેલા આઠ જૂની ટીમોએ તેમના કેટલાક ખેલાડીઓ રિટેન કર્યા છે. બેંગ્લુરુએ વિરાટ કોહલી, મેક્સવેલ અને મોહમ્મદ સિરાજને રિટેન કર્યા છે. RCBએ વિરાટ કોહલીને 15 કરોડમાં રિટેન કર્યો છે. જ્યારે ગ્લેન મેક્સવેલને 11 કરોડ અને મોહમ્મદ સિરાજને 7 કરોડમાં રિટેન કર્યા છે. હવે RCBના પર્સમાં હવે 57 કરોડ રૂપિયા બચ્યા છે.

મુંબઈ ઈન્ડિયન્સે 4 ખેલાડીઓને કર્યા રિટેન

મુંબઈ ઈન્ડિયન્સે 4 ખેલાડીઓને રિટેન કર્યા છે. તેમા રોહિત શર્માને 16 કરોડ, જસપ્રીત બુમરાહને 12 કરોડ, યુર્યકુમાર યાદવને 8 કરોડ અને કાયરન પોલાર્ડને 6 કરોડમાં રિટેન કર્યા છે. મેગા ઓક્શન માટે પર્સમાં 48 કરોડ બાકી છે.

પજાબે 2 ખેલાડીઓને રિટેન કર્યા

IPL 2022 માટે પંજાબ કિંગ્સે 2 ખેલાડીઓને રિટેન કર્યા છે. પંજાબે મયંક અગ્રવાલને 14 કરોડ જ્યારે અર્શદીપ સિંહને 4 કરોડમાં રિટેન કર્યા છે.

હૈદરાબાદે 3 ખેલાડીઓને રિટેન કર્યા

IPL 2022 માટે સનરાઇઝર્સ હૈદરાબાદે 3 ખેલાડીઓને રિટેન કર્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે હૈદરાબાદે બે અનકેપ્ડ ખેલાડીઓને રિટેન કર્યા છે. હૈદરાબાદે કેન વિલિયમસનને 14 કરોડ, અબ્દુલ સમદ અને ઉમરાન મલિકને 4-4 કરોડમાં રિટેન કર્યા છે.

ચેન્નઈએ 4 ખેલાડીઓને કર્યા રિટેન

IPL 2022 માટે ચેન્નઈ સુપર કિંગ્સે 4 ખેલાડીઓને રિટેન કર્યા છે. CSKએ રવીન્દ્ર જાડેજાને 16 કરોડ, MS ધોનીને 12 કરોડ, મોઇન અલીને 8 કરોડ અને રૂતુરાજને 8 કરોડ રૂપિયામાં રિટેન કર્યા છે.

દિલ્હીએ 4 ખેલાડીઓને કર્યા રિટેન

IPL 2022 માટે દિલ્હી કેપિટલે 4 ખેલાડીઓને કર્યા રિટેન છે. દિલ્હીએ રિષભ પંતને 16 કરોડ, અક્ષર પટેલને 12 કરોડ, પૃથ્વી શોને 8 કરોડ અને એનરિક નોર્ખિયાને 6 કરોડમાં રિટેન કર્યા છે.

કોલકાતાએ 4 ખેલાડીઓને કર્યા રિટેન

IPL 2022 માટે કોલકાતા નાઇટ રાઇડર્સે 4 ખેલાડીઓને રિટેન કર્યા છે. કોલકાતાએ આન્દ્રે રસલને 16 કરોડ, વરુણ ચક્રવર્તીને 12 કરોડ, વેંકટેશ અય્યરને 8 કરોડ અને સુનિલ નરેનને 6 કરોડ રૂપિયામાં રિટેન કર્યા છે.

રાજસ્થાન રોયલ્સે 3 ખેલાડીઓને કર્યા રિટેન

IPL 2022 માટે રાજસ્થાન રોયલ્સે 3 ખેલાડીઓને રિટેન કર્યા છે. રાજસ્થાને સંજૂ સેમસનને 14 કરોડ, જોસ બટલરને 10 કરોડ અને યશસ્વી જાયસવાલને 4 કરોડમાં રિટેન કર્યા છે.

Read Also

Related posts

મોટા સમાચાર/ ખુલ્લા બજારમાં મળતી થશે કોવેક્સિન અને કોવિશિલ્ડ, સરકારની એક્સપર્ટ કમિટીની ભલામણ

Pravin Makwana

BIG NEWS/ અંડર 19 WC વચ્ચે ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, કેપ્ટન સહિત 6 ખેલાડી થયા કોરોનાથી સંક્રમિત

Pravin Makwana

EDના દરોડા પર CM ચન્નીનો મોટો આરોપ/ મને પણ ફસાવાની હતી કોશિશ, જતાં જતાં EDના અધિકારીઓએ કહ્યું હતું- પીએમ સુરક્ષા ચૂક યાદ રાખજો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!