રજત પાટિદારની ૧૨ ચોગ્ગા અને સાત છગ્ગા સાથે ૫૪ બોલમાં અણનમ ૧૧૨ રન બાદ હેઝલવૂડની ત્રણ વિકેટની મદદથી બેંગ્લોરે લખનઉને હરાવીને ક્વોલિફાયર-ટુમાં પ્રવેશ મેળવ્યો હતો. હવે તારીખ ૨૭મીને શુક્રવારે બેંગ્લોર અને રાજસ્થાન વચ્ચે ક્વોલિફાયર-ટુ રમાશે. જેમાં વિજેતા બનનારી ટીમ ૨૯મી ને રવિવારે ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સ સામે ટકરાશે. ક્વોલિફાયર-ટુ અને ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
બેંગ્લોરે જીતવા માટે આપેલા ૨૦૮ના ટાર્ગેટનો પીછો કરતાં લખનઉને આખરી ઓવરમાં ૨૪ રનની જરુર હતી. આ તબક્કે ડુ પ્લેસીસે હર્ષલ પટેલને બોલ સોંપ્યો હતો. તેના પહેલા બોલ પર લુઈસે ૧ રન લીધો હતો. ચામીરા સ્ટ્રાઈક પર આવ્યો હતો. હર્ષલે વાઈડ બોલ બાદ ડોટ બોલ નાંખ્યો હતો. ત્રીજા બોલે ચામીરાએ સિક્સર ફટકારી હતી. હવે આખરી ૩ બોલમાં લખનઉને ૧૬ રનની જરુર હતી. જોકે ચામીરા ચોથા બોલે ૧ રન લઈ શક્યો હતો. જ્યારે લુઈસ ક્રિઝ પર હતો, ત્યારે હર્ષલ પટેલે સતત બે ડોટ બોલ નાંખતાં બેંગ્લોરને ૧૪ રનથી જીતાડયું હતુ.

અગાઉ લખનઉ તરફથી રાહુલે ૫૮ બોલમાં ૭૯ રન ફટકારતાં જીતની આશા જીવંત રાખી હતી. બેંગ્લોર તરફથી હેઝલવૂડે ત્રણ વિકેટ ઝડપી હતી.
અગાઉ રજત પાટિદારે અણનમ ૧૧૨ રન ફટકારતાં બેંગ્લોરે લખનઉ સામેની એલિમિનેટરમાં ચાર વિકેટે ૨૦૭ રન નોંધાવ્યા હતા. કોલકાતામાં વરસાદી વાતાવરણને કારણે વિલંબથી શરૃ થયેલી નિર્ણાયક મેચમાં બેંગ્લોરે ચાર વિકેટે ૨૦૭ રન નોંધાવ્યા હતા.
ઈડન ગાર્ડનમાં નિર્ધારિત સમય કરતાં આશરે ૪૦ મિનિટ વિલંબથી શરૃ થયેલી એલિમિનેટરમાં લખનઉના કેપ્ટન કે.એલ. રાહુલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. મોહસીન ખાને પહેલી જ ઓવરમાં બેંગ્લોરના કેપ્ટન ડુ પ્લેસીસને ગોલ્ડન ડક પર આઉટ કર્યો હતો. જોકે કોહલી અને પાટિદારે બાજી સંભાળી હતી.

કોહલી અને પાટિદારે ૪૬ બોલમાં ૬૬ રન નોંધાવ્યા હતા. કોહલી ૨૫ રનના વ્યક્તિગત સ્કોર પર અવેશ ખાનનો શિકાર બન્યો હતો. કૃણાલ પંડયાએ મેક્સવેલને ૯ રને લુઈસના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. લોમરોર પણ લાંબી ઈનિંગ રમી શક્યો નહતો અને ૧૪ રનના સ્કોર પર પેવેલિયન ભેગો થયો હતો.
જોકે રજત પાટિદારે એક છેડો સાચવી રાખતાં આક્રમક બેટિંગ કરી હતી. તેણે ૧૨ ચોગ્ગા અને ૭ છગ્ગા સાથે ૫૪ બોલમાં ૧૧૨ રન નોંધાવ્યા હતા. જ્યારે દિનેશ કાર્તિકે તેનો સાથ આપતાં ૨૩ બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગા સાથે અણનમ ૩૭ રન નોંધાવ્યા હતા.પાટિદાર અને કાર્તિકની જોડીએ ૪૧ બોલમાં અણનમ ૯૨ રન નોંધાવ્યા હતા.
Read Also
- આ નિયમ સાથે પ્રગટાવો દીવો, તમારી તમામ મનોકામના થશે પૂર્ણ
- રોહિત શર્માની કેપ્ટનશીપ ભયમાં/ ટી20ની કપ્તાનીમાંથી હટાવી શકાય છે રોહિત શર્મા, આ દિગ્ગજે કર્યો મોટો દાવો
- કાર્યવાહી / વિદ્યાર્થીનીઓને ભાજપના પેજ પ્રમુખ બનાવવા લેખિત સૂચના આપનાર આચાર્ય સસ્પેન્ડ, જતા-જતા કરી સ્પષ્ટતા
- ગેરંટી વિના લોન આપી રહી છે સરકાર, સમયપર ચુકવણી કરવાથી આગળ 5 ગણી વધુ રકમનો મળશે લાભ
- LPG Subsidy/ સરકાર 9 કરોડ લોકોને આપી રહી છે રાંધણ ગેસ પર સબસિડી, જાણો કેવી રીતે મળશે આ સેવાનો ફાયદો