GSTV
Cricket Sports Trending

IPL 2022 Mega Auction/ IPLની હરાજીમાં શામેલ થશે 1214 ખેલાડી, 2 કરોડ પ્રાઈઝવાળા 49 ખેલાડીઓ છે લાઈનમાં

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઈંડિયન પ્રીમિયર લીગ 2022નું મેગા ઓક્શન માટે રેડી છે. તેને લઈને 1214 ખેલાડીઓનું રજીસ્ટ્રેશન પણ કરાવી લીધું છે. બીસીસીઆઈ સચિવ જય શાહે એક સત્તાવાર પ્રેસ નોટમાં આ વાતની જાણકારી આપી છે. તેમણે કહ્યું છે કે, ખેલાડીઓનું રજીસ્ટ્રેશન બંધ થઈ ગયું છે અને હવે 896 ભારતીય અને 318 વિદેશી ખેલાડીઓની હરાજી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

2 કરોડ બેસ પ્રાઈઝવાળા 49 ખેલાડીઓ હરાજીમાં

આઈપીએલ 2022માં આ વખતે 10 ટીમો ટૂર્નામેન્ટનો ભાગ હશે. બીસીસીઆઈએ બે નવી ટીમો અમદાવાદ અને લખનઉને માન્યતા આપી દીધી છે. બે દિવસીય મેગા ઓક્શનમાં 10 ટીમો વિશ્વ ક્રિકેટની અમુક શાનદાર ટૂર્નામેન્ટ માટે બોલી લગાવશે. ખેલાડીઓની યાદીમાં 270 કેપ્ડ, 903 અનકેપ્ડ અને 41 એસોસિએટ ખેલાડી શામેલ છે. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટબોલર ડેવિડ વોર્નર અને મિશેલ માર્શન તે 49 ખેલાડીઓમાં શામેલ છે. તેમણે પોતાનું વૈલ્યૂ 2 કરોડ રૂપિયા રાખી છે.

હરાજીમાં કેટલાય મોટા નામો શામેલ

ડેવિડ વોરન્ર હાલમાં જ થયેલી ટી 20 વિશ્વ કપમાં પ્લેયર ઓફ ટૂર્નામેન્ટ હતો અને માર્શ ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ હતો. આ ઉપરાંત યાદીમાં મોટા નામોમાં રવિચંદ્રન અશ્વિન, શ્રેયસ અય્યર, શિખર ધવન, ઈશાન કિશન, સુરેશ રૈના, પૈટ કમિંસ, એડમ જમ્પા, સ્ટીવન સ્મિથ, શાકિબ અલ હસન, માર્ક વુડ, ટ્રેંડ બોલ્ટ, ફાફ ડુ પ્લેસિસ, ક્વિટન ડી કોક, કૈગિસો રબાડા અને ડ્વેન બ્રાવો શામેલ છે.

12-13 ફેબ્રુઆરી થશે મેગા ઓક્શન

બીસીસીઆઈ 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરૂમાં હરાજી કરવાની યોજના બનાવી રહ્યું છે. આ અંતિમ મેગા ઓક્શન હોઈ શકે છે. જેને બીસીસીઆઈ આયોજીત કરી શકે છે. કારણ કે, મોટા ભાગના મૂળ આઈપીએલ ફ્રેંચાઈઝી ઈચ્ચે તેને બંધ કરી દીધું છે. આ વર્ષે આઈપીએલ 10 ટીમવાળી હશે. જેમાં સંજીવ ગોયનકાના માલિકીવાળી લખનઉ ફ્રેન્ચાઈઝીની સાથે વેંચર કેપિટલ ફર્મ સીવીસીના માલિકીવાળી અમદાવાદ પણ શામેલ છે.

READ ALSO

Related posts

એશ્વર્યા રાયની અપકમિંગ ફિલ્મ Ponniyin Selvanનું ટીઝર થયુ પોસ્ટપોન, મેકર્સે આપ્યું આ કારણ

GSTV Web Desk

શમશેરાના ટ્રેલર લોન્ચ માટે જઈ રહેલા રણબીર કપૂરને નડયો અકસ્માત

GSTV Web Desk

કોરોના કવચ / 7 થી 11 વયના બાળકોને અપાઈ શકે છે Covovax વેક્સિન, સરકારી સમિતિએ કરી ભલામણ

Hardik Hingu
GSTV