ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઇપીએલની 15મી સિઝન માર્ચના છેલ્લા અઠવાડિયામાં શરૂ થવાની છે. આ સિઝન મેના અંતમાં ફાઇનલ સાથે સમાપ્ત થશે. ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે શનિવારે આ વાતની પુષ્ટિ કરી હતી. જય શાહે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, “મને એ વાતની પુષ્ટિ કરતાં આનંદ થાય છે કે આઇપીએલની 15મી સિઝન માર્ચના છેલ્લા અઠવાડિયામાં શરૂ થશે અને મેના અંત સુધી ચાલુ રહેશે. મોટાભાગના ટીમના માલિકોએ ભારતમાં ટુર્નામેન્ટ યોજાય તેવી ઇચ્છા વ્યક્ત કરી છે. બીસીસીઆઇ પણ ભારતમાં આઇપીએલ-2022 આયોજન કરાવવા માટે ઉત્સુક છે. આ આઈપીએલમાં બે નવી ટીમો અમદાવાદ અને લખનઉ પણ ભાગ લેશે.”

12-13 ફેબ્રુઆરીએ મેગા ઓક્શન :
જય શાહે કહ્યું કે, “હું તમને કહી શકું છું કે આઇપીએલ ભારતમાં યોજાય તે સુનિશ્ચિત કરવા માટે અમે કોઈ કસર છોડીશું નહીં. બીસીસીઆઇ એ ભૂતકાળમાં તેના હિસ્સેદારોના સ્વાસ્થ્ય અને સલામતી સાથે સમાધાન કર્યું નથી તેમજ કોરોનાના નવા વેરિએન્ટના કારણે સ્થિતિ જોખમી હોવાથી પ્લાન-બી પર કામ કરશે. આઇપીએલની મેગા હરાજી 12-13 ફેબ્રુઆરીએ યોજાશે અને તે પહેલાં અમે સ્થળો અંગે અંતિમ નિર્ણય લઈશું.”
જય શાહે ઉલ્લેખિત પ્લાન-બી અનુસાર બીસીસીઆઇ સાઉથ આફ્રિકા, યુએઈ અથવા શ્રીલંકામાં આઇપીએલની યજમાની કરી શકે છે. વર્ષ 2009માં લોકસભા ચૂંટણીને કારણે આઇપીએલ દક્ષિણ આફ્રિકામાં યોજાઈ છે. એક મહત્વનું પરિબળ એ છે કે, જેણે ભારતીય બોર્ડને દક્ષિણ આફ્રિકા તરફ જોવાની ફરજ પાડી તે શ્રેણી અને હાલની શ્રેણી અને ભારતમાં આયોજિત થવાની હતી.

આઇપીએલ-2022ની હરાજી માટે ખેલાડીઓની નોંધણી 20 જાન્યુઆરીએ સમાપ્ત થઈ ગઈ છે.હરાજી માટે કુલ 1214 ખેલાડીઓ જેમાં 896 ભારતીયો અને 318 વિદેશીઓએ પોતાનું નામ નોંધાવ્યું છે. બે દિવસીય મેગા હરાજીમાં 10 ટીમો વર્લ્ડ ક્રિકેટ માટે નિર્ધારિત કેટલીક શ્રેષ્ઠ પ્રતિભાઓ ખરીદવા માટે બોલી લગાવશે. ખેલાડીઓની યાદીમાં 270 કેપ્ડ, 903 અનકેપ્ડ અને 41 એસોસિએટ ખેલાડીઓનો સમાવેશ થાય છે.
Read Also
- રખડતા પશુઓ / ચાલુ વર્ષે ૧૪૮૯૯ રખડતાં ઢોર પકડી ૧.૪ કરોડનો વસૂલાયો દંડ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર
- ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ
- સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ
- ઇસુદાન ગઢવીએ ધ્રોલમાં આપઘાત કરનારા ખેડૂતના પરિવારજનો સાથે કરી મુલાકાત, આર્થિક સહાય કરવા સરકાર પાસે કરી માંગ
- પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી