GSTV

IPL 2022: ‘ઘર વાપસી’ માટે તૈયાર IPL, 2022માં આ બે ટીમો વચ્ચે થશે પહેલો રોમાંચક મુકાબલો

IPL

Last Updated on November 24, 2021 by Bansari

IPL 2022: ટી-20 વર્લ્ડ કપ બાદ ભારતીય ક્રિકેટ ટીમ દ્વિપક્ષીય સીરીઝમાં વ્યસ્ત થઈ ગઈ છે. તે જ સમયે, બીસીસીઆઈએ હવે આગામી આઈપીએલની તૈયારી શરૂ કરી દીધી છે. રિપોર્ટ્સ અનુસાર, IPL 2022ની શરૂઆત 2 એપ્રિલથી થઈ શકે છે. આ IPL ખૂબ જ ખાસ બનવાની છે, કારણ કે આ વખતે તેમાં કુલ 10 ટીમો ભાગ લેશે. એક રિપોર્ટ મુજબ, BCCIએ હજુ સુધી સંપૂર્ણ રીતે ડેટ ફાઇનલ કરી નથી પરંતુ 2 એપ્રિલથી આગામી IPL શરૂ થઈ શકે છે. પ્રથમ મેચ ચેન્નાઈમાં રમાશે, કારણ કે ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2021ની ચેમ્પિયન ટીમ હતી.

IPL

જાણો ક્યારે રમાશે IPL 2022ની ફાઇનલ

IPL 2022માં કુલ 74 મેચો રમાશે, 10 ટીમો ભાગ લેશે. એવું માનવામાં આવે છે કે આ IPL કુલ 60 દિવસ એટલે કે બે મહિના સુધી ચાલશે. IPL 2022ની ફાઈનલ જૂનના પહેલા સપ્તાહમાં યોજાઈ શકે છે. IPL 2022ની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટક્કર થઈ શકે છે. બંને ટીમો પોપ્યુલારિટીના મામલે ઘણી મોટી છે, આવી સ્થિતિમાં ઘણી વખત એવું બન્યું છે કે ટૂર્નામેન્ટની પ્રથમ મેચ તેમની વચ્ચે રમાઈ હોય.

IPL

બીસીસીઆઈના સચિવ જય શાહે પહેલા જ જાહેરાત કરી હતી કે આવતા વર્ષે આઈપીએલ ભારતમાં યોજાશે. આ વખતે આઈપીએલ ભારતમાં 2021ની શરૂઆતમાં રમાઈ હતી, પરંતુ કેટલીક ટીમોમાં કોરોના કેસ આવ્યા બાદ તેને રોકી દેવામાં આવી હતી. પછી થોડા અંતર પછી તેનું આયોજન UAE માં કરવામાં આવ્યું. નોંધનીય છે કે આ IPLમાં કુલ 10 ટીમો ભાગ લેશે, લખનૌ અને અમદાવાદ નવી ટીમો જોડાઈ છે. 2022ના IPL પહેલા એક મેગા ઓક્શન પણ યોજાવાની છે. દરેક ટીમને રિટેન કરવા માટે કુલ ચાર ખેલાડીઓ મળ્યા છે.

Read Also

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ભ્રષ્ટ ગેહલોત સરકાર શરુ કરી દે કાઉન્ટડાઉન, વર્ષ 2023માં બહુમતી સાથે બનશે ભાજપની સરકાર : અમિત શાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!