GSTV
Cricket Sports ટોપ સ્ટોરી

IPL 2022 / ગુજરાત ટાઈટન્સનો શાનદાર વિજય, ટાઈટન્સની ફાઈનલમાં એન્ટ્રી

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL 2022)માં આજે પ્રથમ ક્વોલિફાયર મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ હતી જેમાં ટાઈટન્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો જેના પગલે રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા 188 રન બનાવ્યા હતા તેના જવાબમાં ટાઈટન્સ 3 બોલ બાકી રાખીને ટીમે ટાર્ગેટ પાર પાડ્યો હતો પરિણામે ગુજરાત ટાઈટન્સ ફાઈનલમાં પહોંચી ગઈ છે જ્યારે રાજસ્થાનને ફાઈનલમાં પહોંચવા વધુ એક તક મળશે. બેંગ્લોર અને લખનઉ વચ્ચે એલિમિનિટર મેચ રમાશે જેમાંથી જે ટીમનો વિજય થશે તે રાજસ્થાન સામે રમશે જ્યારે હારેલી ટીમનો સફરનો અંત આવશે.

હાર્દિક- મિલરે ટીમને જીત અપાવી

ગુજરાત ટાઈટન્સની શરૂઆત ખરાબ રહી હતી જોકે, બાદમાં કપ્તાન હાર્દિક પંડ્યા અને ડેવિડ મિલર વચ્ચે મેચ વિનિંગ પાર્ટનરશિપ થઈ હતી. જેમાં પંડ્યાએ 40 રન બનાવ્યા હતા અને મિલરે 68 રનનું યોગદાન આપ્યું હતું.

રાજસ્થાનના કેપ્ટન સેમસન અને બટલર વચ્ચે બીજી વિકેટ માટે 47 બોલમાં 68 રનની મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપ નોંધાઈ હતી. જોકે ત્યારપછી ગુજરાત ટાઈટનના બોલર સાઈ કિશોરે સેમસનને પેવેલિયન ભેગો કર્યો હતો. સાઈ કિશોરના મિડલ સ્ટમ્પ ફુલર બોલ પર સેમસન સિક્સ મારવા જતા લોન્ગ ઓન પર કેચ આઉટ થયો હતો. રાજસ્થાન તરફથી સૌથી વધુ રન જોસ બટલર ફટકાર્યા હતા. બટલરે 56 બોલમાં 12 ચોગ્ગા અને 2 સિક્સની મદદથી 89 રન બનાવીનેરન આઉટ થયો હતો.

Related posts

મહારાષ્ટ્ર મહા સંકટ / સુપ્રીમ કોર્ટમાંથી બળવાખોર ધારાસભ્યોને મળી મોટી રાહત, ડિપ્ટી સ્પીકરને ફટકારી નોટિસ

Zainul Ansari

ડોકટરોની હડતાળનો અંત ક્યારે? સરકાર તબીબોની માંગ સ્વીકારવા માટે તૈયાર નથી! દર્દીઓ ભારે મુશ્કેલીમાં

pratikshah

વડની ડાળીએ લટકવાનું કામ વાંદરાઓનું છે, ગૃહમંત્રીનું નથી : ગોપાલ ઈટાલિયાનું આકરું રીએક્શન

pratikshah
GSTV