GSTV

IPL 2022 / ભારત કે યુએઈમાં નહીં, 2022 માં આ દેશમાં યોજાશે IPL! અહીં પહેલા પણ થઇ ચુકી છે ટૂર્નામેન્ટ

Last Updated on January 13, 2022 by Vishvesh Dave

આઇપીએલ 2022 (IPL 2022) સીઝનની યજમાની સાઉથ આફ્રિકા કરી શકે છે. ગુરુવારે એક અખબારના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો ભારતમાં કોરોના વાયરસ મહામારીની ત્રીજી લહેર એપ્રિલની શરૂઆતમાં સમાપ્ત નહીં થાય, તો શ્રીલંકાને પણ વૈકલ્પિક સ્થળ તરીકે રાખવામાં આવશે.

ગયા વર્ષે પણ શિફ્ટ કરવામાં આવી હતી IPL

2021 માં ભારતમાં IPL ની 14 મી સીઝન 4 મે પછી સ્થગિત કરવામાં આવી હતી, કારણ કે કોવિડ-19 ને કારણે ટીમોમાં કોરોના સંક્રમણના કેસો સામે આવ્યા હતા. ટુર્નામેન્ટની બાકી મેચ યુએઈમાં રમાઈ હતી, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 15 ઓક્ટોબરે દુબઈમાં ફાઇનલમાં જીત મેળવી હતી.

યુએઈમાં કેમ નહીં યોજાય ટૂર્નામેન્ટ?

બીસીસીઆઈ (BCCI) ના એક અધિકારીએ કહ્યું, “અમે હંમેશા યુએઈ પર નિર્ભર નથી રહી શકતા, તેથી અમે વધુ વિકલ્પો શોધવાનું નક્કી કર્યું છે, દક્ષિણ આફ્રિકાનો ટાઈમ ડિફ્રેસ પણ ખેલાડીઓ માટે સારો છે.”

બીજી વખત યજમાન બનશે દક્ષિણ આફ્રિકા?

લખનઉ અને અમદાવાદમાં બે નવી આઈપીએલ ટીમોના ઉમેરા સાથે આઈપીએલની 2022 એડિશન ઘણી લાંબી હશે. જો આમ થશે તો દક્ષિણ આફ્રિકા બીજી વખત IPL ની યજમાની કરશે. અગાઉ ભારતમાં સામાન્ય ચૂંટણીઓને કારણે 2009 ની સીઝન ત્યાં ટ્રાન્સફરમાં આવી હતી.

SA શા માટે પ્રથમ પસંદગી?

દક્ષિણ આફ્રિકાને પસંદ કરવાનું કારણ એ પણ છે કે હાલમાં તેઓએ દેશમાં 3 મેચની ટેસ્ટ શ્રેણીની સાથે ODI શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમને સારી હોટલ અને રિસોર્ટ આપ્યા છે, જ્યાં તેઓ બાયો-બબલનો ઉપયોગ કરી શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

BIG NEWS/ અંડર 19 WC વચ્ચે ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, કેપ્ટન સહિત 6 ખેલાડી થયા કોરોનાથી સંક્રમિત

Pravin Makwana

Ind Vs Sa, 1st ODI : દક્ષિણ આફ્રિકાએ ભારતની મજબૂત ટીમને હરાવી, પ્રથમ ODI 31 રને જીતી

Vishvesh Dave

ICC Test Rankings : વિરાટ 2 સ્થાન ઉપર પહોંચ્યો, પંત-બુમરાહને પણ ફાયદો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!