GSTV
Cricket Sports ટોપ સ્ટોરી

IPL 2022 / ચેન્નઈની ધમાકેદાર જીતથી પ્લેઓફનો માર્ગ બનશે રસપ્રદ, દિલ્હી 117 રનમાં જ ખખડ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે ડબલ હેડરનો બીજો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયો હતો. જેમાં દિલ્હીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેન્નઈએ પ્રથમ બેટિંગ કરતા 208 રનનો વિશાળ લક્ષ્ય ખડક્યો હતો. જેના જવાબમાં દિલ્હીની શરૂઆત ખરાબ રહી હતી અને 110 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પરિણામે ચેન્નઈનો 91 રનથી વિજય થયો છે. સ્પીનર મોઈન અલીએ દિલ્હીના બેટરોની કમર તોડી નાખી હતી. અલીએ 4 ઓવરમાં માત્ર 13 રન આપીને 3 વિકેટ ખેરવી હતી.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈની ટીમના બેટરોએ શાનદાર શરૂઆત કરી હતી. પ્રથમ વિકેટ માટે 110 રન પાર્ટનરશીપ કરી હતી. CSK તરફથી ડેવોન કોનવેએ સૌથી વધુ રન બનાવ્યા હતા. એટલું જ નહી સતત ત્રણ ઈનિંગમાં ફ્ફિટી ફટકારી છે.

છેલ્લી ઓવરમાં માહીનો જલવો

છેલ્લી ઓવરમાં ધોનીએ પણ હાથ ખોલ્યાં અને માહીએ માત્ર 8 બોલમાં 21 રનની આક્રમક ઇનિંગ રમી હતી. આ ઇનિંગ સાથે મહેન્દ્ર સિંહ ધોનીએ કેપ્ટન તરીકે ટી-20માં પોતાના 6000 રન પૂરા કરી લીધી હતા. વિરાટ કોહલી પછી નંબર-2 પર આવી ગયો છે. આ યાદીમાં ટોપ-3 કેપ્ટન ભારતીય ખેલાડીઓ છે. ત્રીજા નબરે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા છે.

READ ALSO:

Related posts

સંજય રાઉતનો એકનાથ શિંદેને ખુલ્લો પડકાર! તમારી પાસે 50 ધારાસભ્યોનું સમર્થન છે તો શા માટે ગુવાહાટીમાં છો, દેખાડો તમારું શક્તિપ્રદર્શન

pratikshah

ભાવનગરની મહિલા કોલેજ આવી વિવાદમાં, કોલેજના આચાર્યની મનમાની સામે રોષ

pratikshah

હાર્દિક પંડ્યાએ T20 ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, ભારત તરફથી ધોની અને કોહલી પણ નથી કરી શક્યા આવું

Damini Patel
GSTV