GSTV
Cricket Sports Trending

IPL 2022 / હર્ષા ભોગલેએ પૂછ્યુ- રન આપવામાં તમે કંજૂસી કરી, અક્ષર પટેલે કહ્યુ- ગુજરાતી છુ ના…

IPL

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 ની 32મી મેચમાં પંજાબ કિંગ્સ (PBKS) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે રમાઇ હતી. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં દિલ્હીએ પંજાબને એકતરફી મેચમાં નવ વિકેટે હરાવ્યું. આ જીત સાથે રિષભ પંતની ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા નંબર પર પહોંચી ગઈ છે.

IPL

દિલ્હી કેપિટલ્સની જીતમાં સ્પિન બોલર અક્ષર પટેલે મહત્વની ભૂમિકા ભજવી હતી. અક્ષરે માત્ર 4 ઓવરમાં 10 રન આપીને બે વિકેટ ઝડપી હતી. આ દરમિયાન અક્ષરે ખતરનાક બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોન (2) અને વિકેટકીપર જિતેશ શર્મા (32)ની વિકેટ ઝડપી હતી. ઇનિંગ્સના અંત પછી અક્ષર પટેલે એક ખાનગી ચેનલ સાથે મજેદાર વાતચીત કરી હતી.

અક્ષર-હર્ષામાં મજેદાર વાતચીત

અક્ષરે કોમેન્ટેટર હર્ષા ભોગલેને જણાવ્યું કે જ્યારે અમારા સ્પિનરે પાવરપ્લેમાં બોલિંગ કરી ત્યારે તે થોડી સ્ટીકી વિકેટ હતી. જ્યારે હું પણ બોલિંગ કરતો હતો ત્યારે બોલ થોડો પકડમાં આવતો હતો.

તેના પછી હર્ષા ભોગલેએ જણાવ્યું કે, અક્ષર તમે રન આપવામાં ખૂબ જ કંજૂરી કરો છો.

અક્ષરે મજેદાર જવાબ આપતા જણાવ્યું કે, ‘હું ગુજરાતી છું. એટલા માટે મેં આ કર્યું, રન ન આપ્યા. મેં મારી મજબૂત બાજુ પર બોલિંગ કરી. ફોર્મમાં રહેલા બેટ્સમેન લિવિંગસ્ટોનને સ્ટમ્પ કરાવવો એ મારી મનપસંદ વિકેટ હતી. જ્યારે અમે મેદાનમાં ઉતર્યા ત્યારે રિકીએ જણાવ્યું કે માત્ર રમત પર ધ્યાન આપો. કોણ જાણે છે ક્યારે અને કયાથી કોવિડ-19ના પોઝિટિવ કેસ આવી જાય.

IPL

9 કરોડમાં વેચાયો હતો અક્ષર

IPL 2022ની મેગા હરાજી પહેલા અક્ષર પટેલને દિલ્હી કેપિટલ્સે 9 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. આ મેચ પહેલા અક્ષરનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. અક્ષરે IPLની વર્તમાન સિઝનમાં 6 મેચમાં ત્રણ વિકેટ ઝડપી છે, તે પણ 53ની એવરેજથી. બેટિંગની વાત કરીએ તો આ ખેલાડીના બેટથી અત્યાર સુધીમાં 78 રન નીકળ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

રિલેશનશિપમાં આ પ્રકારે દૂરી વધારે શકે છે સોશિયલ મીડિયા, જાણો તેની શું પડે છે નેગેટિવ અસર

Hemal Vegda

Investment Plan: 1000 રૂપિયાના ઈન્વેસ્ટમેન્ટ પર મળશે 2 કરોડનું ફંડ, જાણો સમગ્ર વિગત

Hemal Vegda

Ration Card/ ડીલર પાસેથી રાશન લેવાના નિયમોમાં થયો ફેરફાર! જલ્દીથી જાણી લો શું છે નવા નિયમ

Hemal Vegda
GSTV