GSTV
Gujarat Government Advertisement

કોરોના ગ્રહણ / કેમ સસ્પેન્ડ થઈ આઈપીએલની સીઝન?, જાણો કઇ ફ્રેન્ચાઇઝીના ક્યા ખેલાડીઓ થયા કોરોના સંક્રમિત

csk

Last Updated on May 4, 2021 by Bansari

દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જોકે આ દરમિયાન આઈપીએલની મેચો રમાઈ રહી હતી. તેને લઇ બીસીસીઆઈની ઘણી ટીકા થઈ હતી. કેટલાક ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ અધ વચ્ચે સીઝનમાંથી પોતાના વતન પરત ફર્યા હતા. આઈપીએલની મેચો દરમિયાન કોલકાતા નાઇટ રાઇડર્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ કોરોનાની ઝપટમાં આવ્યા છે. જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સના સપોર્ટ સ્ટાફ પણ કોરોના સંક્રમિત થયા છે. આ દરમિયાન આઈપીએલની 14મી સીઝનને સસ્પેન્ડ કરવાનો નિર્ણય બીસીસીઆઈએ લીધો છે. તો ચાલો જાણીએ આઈપીએલમાં કઇ ટીમના ખેલાડીઓ થયા કોરોના સંક્રમિત…

કોલકાતાના આ બે ખેલાડીઓ થચા કોરોના સંક્રમિત

કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે સોમવારે મેચ રમાવવાની હતી. તે પહેલા જ કોલકાતા નાઇટ રાઇડર્સને મોટો ફટકો પડ્યો હતો. કોલકાતાના સ્ટાર ખેલાડી સ્પિનર વરુણ ચક્રવર્તી અને ફાસ્ટ બોલર સંદિપ વોરિયરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ કોલકાતા અને બેંગ્લોર વચ્ચેની મેચ સ્થગિત કરવામાં આવી હતી અને કોલકાતાના તમામ ખેલાડીઓને આઇસોલેટ કરવાનો નિર્ણય બીસીસીઆઈએ લીધો હતો.

ચેન્નઈના સપોર્ટ સ્ટાફ કોરોનાની ઝપટમાં

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કોરોનાના કેસો વધી રહ્યા છે. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર પછી ચેન્નઈ સુપર કિંગ્સના ત્રણ સભ્ય કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા.

એક અહેવાલ મુજબ સીએસકેના સીઈઓ કાશી વિશ્વનાથન, બોલિંગ કોચ એલ બાલાજી અને બસ ક્લિનરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે ટીમના બાકીના સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સીએસકેના સભ્યોનો કોરોના ટેસ્ટ રવિવાર કરવામાં આવ્યો હતો. જોકે બાદમાં સીઈઓ કાશી વિશ્વનાથનનો બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ વચ્ચે ટીમે પ્રેક્ટિસ સેશન પણ રદ કર્યો છે.

રિદ્ધિમાન સાહા અને અમિત મિશ્રા કોરોના પોઝિટિવ

આઈપીએલમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. એક પછી એક ખેલાડીઓ કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે. ત્યારે હવે સનરાઇઝર્સ હૈદરાબાદના વિકેટકિપર બેટ્સમેન અને દિલ્હી કેપિટલ્સના અમિત મિશ્રા પણ કોરોના સંક્રમિત થયા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!