GSTV

IPL 2021: IPLના આ બે ખેલાડી આવનારા સમયમાં ભારતીય ટીમ માટે બની શકે છે રોહિત શર્મા અને શિખર ધવન, નક્કી કરશે ટીમનું ભવિષ્ય

Last Updated on October 16, 2021 by Pravin Makwana

IPL 2021 સીએસકેની જીત સાથે ખતમ થઈ ચુકી છે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનસીમાં આ ટીમે આઈપીએલમાં ચોથો ખિતાબ જીત્યો છે. આપને જણાવી દઈએ કે, આઈપીએલમાંથી હંમેશા મોટા મોટા ખેલાડીઓ મળ્યા છે. રવીન્દ્ર જાડેજા, આર અશ્વીન, હાર્દિક પંડ્યા અને એવા તો કેટલાય ખેલાડીઓ છે. જેણે આઈપીએલમાં પોતાના દમ દેખાડ્યો અને પછી ટીમ ઈન્ડિયામાં પોતાની પાક્કી જગ્યા બનાવી. ત્યારે આ તમામની વચચ્ચે ભારતને એક બે નહીં પણ આટલા ખતરનાક ઓપનીંગ બેટ્સમેન મળી ગયા છે, જે આવનારા સમયમાં શાનદાર પ્રદર્શન કરી શકે છે.

ભારતને મળ્યો રોહિત શર્મા જેવો શાનદાર ઓપનર

ટીમ ઈંડિયા માટે રોહિત શર્માએ શું શું કર્યું તે બતાવાની જરૂર નથી. આખી દુનિયામાં હિટ મૈન તરીકે ઓળખાતા રોહિત શર્માએ ભારત માટે વન ડેમાં ત્રણ ડબલ સેન્ચુરી ફટકારી છે. પણ સવાલ એ ઊભો થાય છે કે, રોહિત બાદ એવો ક્યો ખેલાડી હશે જે રોહિત શર્માની જગ્યા લઈ શકે. જો કે, આ સવાલનો જવાબ આ વર્ષની આઈપીએલમાંથી મળી ગયો છે.

એમએસ ધોનીની ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સના યંગ ઓપનર ઋતુરાજ ગાયકવાડ આખી સીઝનમાં ચોંકાવનારા રનોનો વરસાદ કરી દીધો હતો. આઈપીએલ 2021ની તેણે 16 મેચમાં 45.35ની સરેરાશ અને 136.26 ની સ્ટ્રાઈક રેટથી 635 રન બનાવ્યા અને તે ઓરેંજ કેપનો હકદાર પણ બન્યો. આ દરમિયાન તેણે પોતાના કરિયરની પ્રથમ આઈપીએલ સદી પણ ફટકારી. આવનારા સમયમાં આ બેટ્સમેન જરૂર ભારત માટે ઓપનરની જવાબદારી સંભાળી શકશે.

ઐય્યરમાં ધવન જેવો દમ

તો વળી શિખર ધવનના વિકલ્પની વાત કરીએ તો, કેકેઆર માટે રમતા વેંકટેશ ઐય્યરે આ જવાબદારી આવનારા સમયમાં નિભાવી શકે છે. ભારતને આઈપીએલમાંથી વેંકટેશ ઐય્યરના રૂપમાં એક શાનદાર બેટ્સમેન મળી ગયો છે. કેકેઆરની શાનદાર બેટીંગે સૌનું કોઈનું ધ્યાન આકર્ષિત કર્યુ છે. તે લાંબા શોટ્સ રમવા ઉપરાંત વિકેટ ટેકર પણ છે. આવનારા સમયમાં તે ભારતીય ક્રિકેટનું એક મોટું નામ કમાઈ શકે છે. ટીમ ઈંડિયાને અત્યાર સુધીમાં ધવન બાદ લેફ્ટ હેંડ બેટ્સમેન નહોતો મળ્યો. અને ઐય્યર આ જવાબદારી સંભાળી શકે છે.

બનશે રોહિત અને ધવનની જેવી જોડી

આ બંને બેટ્સમેન જો આવનારા સમયમાં એક સાથે બેટીંગ કરશે, તો આ જોડી એકદમ રોહિત શર્મા અને શિખર ધવન જેવી દેખાશે. જ્યાં એક બાજૂ ગાયકવાડ સીધા હાથનો બેટ્સમેન છે અને તે લાંબા શોટ્સ રમે છે. આમ તો ઐય્યરમાં ધવનની ઝલક દેખાય છે. આ જોડી આવનારા સમયમાં ખૂબ જ સફળ થઈ શકે છે. અને બીસીસીઆઈની નજર પણ આ બે ખેલાડીઓ પર જરૂરથી પડેલી છે.

READ ALSO

Related posts

મુર્ખામીની હદ છે/ ચેલેન્જના ચક્કરમાં યુવકે ડિયોડ્રેંટ સાથે કર્યો એવો ખેલ, ફ્રીઝ થઇ ગયા નિપ્પલ

Bansari

Amazon ફરી વિવાદમાં/ તિરંગા વાળી ટી-શર્ટ અને જૂતા વેચવાના આરોપમાં જોરદાર વિરોધ, Twitter પર બૉયકૉટ કેમ્પેન થયુ ટ્રેન્ડ

Bansari

કામની વાત/ ગીઝર અને હીટર યુઝ કર્યા બાદ પણ ઓછુ આવશે વીજળીનું બિલ, બસ કરી લો આ 2 કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!