GSTV
Gujarat Government Advertisement

ક્રિકેટ રસીકોને ઝટકો/ કોરોના સંકટ વચ્ચે IPL 2021 સસ્પેન્ડ, BCCIએ લીધો મોટો નિર્ણય, અનેક ખેલાડીઓ સંક્રમિત

Last Updated on May 4, 2021 by Bansari

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન્ડિયા (બીસીસીઆઈ) એ દેશમાં વધી રહેલા કોરોના સંકટ વચ્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2021ની વર્તમાન સીઝનને સ્થગિત કરી દીધી છે. જણાી દઇએ કે આઇપીએલને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે કારણ કે એક પછી એક ભારતીય અને વિદેશી ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

ટીમોના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ કોરોનાની ઝપટમાં આવતા બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન્ડિયા (બીસીસીઆઈ)એ આઈપીએલની 14મી સીઝન રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય સોમવારે યોજાનારી કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચ રદ થતા લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોલકાતાના સ્પિનર વરુણ ચક્રવર્તી અને બોલર સંદિપ વોરિયરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ કોલકાતાના તમામ ખેલાડીઓને આઇસોલેટ કરવાનો નિર્ણય બીસીસીઆઈએ લીધો હતો.

ચેન્નઈના ત્રણ સપોર્ટ સ્ટાફ કોરોનાની ઝપટમાં

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કોરોનાના કેસો વધી રહ્યા છે. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર પછી ચેન્નઈ સુપર કિંગ્સના ત્રણ સભ્ય કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે

એક અહેવાલ મુજબ સીએસકેના સીઈઓ કાશી વિશ્વનાથન, બોલિંગ કોચ એલ બાલાજી અને બસ ક્લિનરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે ટીમના બાકીના સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સીએસકેના સભ્યોનો કોરોના ટેસ્ટ રવિવાર કરવામાં આવ્યો હતો. ટીમ દિલ્હીમાં છે અને બુધવારે તે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેચ રમશે. આ વચ્ચે ટીમે પ્રેક્ટિસ સેશન પણ રદ કર્યો છે.

IPLને લાગ્યુ કોરોનાનું ગ્રહણ

આઇપીએલ (IPL 2021)ની 14મી સીઝન પર પણ હવે કોરોના વાયરસનો ખતરો તોળાઇ રહ્યો છે. કેટલાકં ખેલાડી અને સપોર્ટ સ્ટાફ તેની ઝપેટમાં આવી ગયો છે. સોમવારે કોલકાતા નાઇટ રાઇડર્સના ક્રિકેટર વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, જે કારણે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની સામે તેની મેચ સ્થગિત કરવી પડી. જો કે ટીમના અન્ય સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમ છતાં પણ તેમને આઇસોલેશનમાં રહેવાનું કહેવામાં આવ્યું છે.  કેકેઆરના કેમ્પમાં કોરોના ફેલાવાની ખબર સામે આવ્યાના થોડા સમય બાદ જ ચેન્નઇ સુપર કિંગ્સના બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજી અને એક બસ સફાઇ કર્મી પણ આ ઘાતક વાયરસની ઝપેટમાં આવી ગયા છે.

હવે જાણવા મળી રહ્યું છે કે બીસીસીઆઇએ દિલ્હી કેપિટલ્સના ખેલાડી અને સપોર્ટ સ્ટાફને આગામી નોટિસ સુધી પોતાને આઇસોલેશનમાં રહેવાના નિર્દેશ આપ્યા છે. હકીકતમાં કેકેઆરે પોતાની ગત મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 29 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામે જ રમી હતી. કેકેઆરના વરુણ અને સંદીપનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે બીસીસીઆઇ કોઇ જોખમ લેવા નથી માગતુ.

ક્વોરન્ટાઇન થઇ દિલ્હી કેપિટલ્સની ટીમ

દિલ્હી કેપિટલ્સના એક અધિકારીએ જણાવ્યું કે, અમે કેકેઆર સામે છેલ્લી મેચ રમી હતી. અમને ક્વોરન્ટાઇન થવાનું કહેવામા આવ્યું છે અને અમે બધા જ આઇસોલેશનમાં છીએ. અમે બધા પોતાના રૂમમાં છીએ. તેમણે કહ્યું કે ક્વોરન્ટાઇન કેટલા સમય માટે છે, તે વિશે હાલ કોઇ જાણકારી નથી આપવામાં આવી. પરંતુ હવે તે વાતની કોઇ ગેરેન્ટી નથી કે દિલ્હીની ટીમની 4મેએ મોટેરામાં નિર્ધારિત પ્રેક્ટિસ સેશન થશે. અમને તેની જાણકારી નથી.

Gujarat Government Advertisement

Related posts

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

pratik shah

કુદરતી આફત/ વાવાઝોડાને લઈ ગૃહરાજ્ય મંત્રી એક્શનમાં, રાજ્યના પોલીસ વડા સહિત 14 જિલ્લાના કલેક્ટર સાથે લીધા મહત્વના નિર્ણયો

pratik shah

ભારતમાં પહેલા વ્યક્તિને રશિયાની સ્પૂતનિકનો અપાયો ડોઝ , કોરોના સામેની લડાઇ ઝડપી બનશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!