GSTV

IPL 2021: ઓસ્ટ્રેલિયાના આ દિગ્ગજ ખેલાડીઓને મોટો ઝટકો, આગામી સીરીઝમા ટીમોએ કર્યા રિલીઝ

ipl

ઓસ્ટ્રેલિયાના 3 મોટા ખેલાડીઓ સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ અને એરોન ફિંચને મોટો ઝટકો લાગ્યો છે. આ ત્રણેય ખેલાડીને તેમની ટીમો દ્વારા મુક્ત કરી દેવામાં આવ્યા છે. સ્ટીવ સ્મિથને રાજસ્થાન રોયલ્સે કરાર પૂર્ણ થતા જ રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે તો, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એરોન ફિંચને બહારનો રસ્તો દેખાડી દીધો છે. બીજી તરફ UAEમાં રમાયેલી IPLમાં ખરાબ રીતે ફ્લોપ રહેલ મેક્સવેલને કિંગ્સ ઇલેવન પંજાબમાંથી બહાર થવું પડ્યુ છે.

સ્ટીવ સ્મિથ

રાજસ્થાન રોયલ્સે પોતાના સ્ટાર કેપ્ટન સ્ટીવ સ્મિથના કરારનું નવીકરણ ન કરવાનો નિર્ણય લીધો છે. સ્મિથની કેપ્ટનશીપમાં રાજસ્થાન રોયલ્સ UAE માં રમવામાં આવેલ છેલ્લી IPL માં છેલ્લા સ્થાન પર રહી હતી. સ્મિથે બધી 14 લીગ મેચ રમી અને 311 રન બનાવ્યા. ટીમના ખરાબ પ્રદર્શનના કારણે તેમની કેપ્ટનશીપની ઘણી આલોચના થઈ હતી.

ગ્લેન મેક્સવેલ

ગ્લેન મેક્સવેલ છેલ્લી સીધનમાં કિંગ્સ ઈલેવન પંજાબનો ભાગ હતા, પરંતુ UAE માં રમવામાં આવેલ IPL 2020માં પોતાના પ્રદર્શનથી પ્રભાવિત કરી શક્યા ન હતા. તેમણે આ સત્રમાં 13 મેચ રમી હતી અને માત્ર 108 રન જ બનાવી શક્યા હતા. બોલિંગ વિશે વાત કરીએ તો આ ઓલરાઉન્ડરના નામે માત્ર 3 વિકેટ હતી.

RCBએ ફિન્ચ, મોરિસ સહિત 9ને રિલીઝ કર્યા

  • વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરે IPL 2021 ઓક્શન પહેલાં 12 ખેલાડીઓને જ રિટેન કર્યા છે.
  • તેમણે આરોન ફિન્ચ, મોઇન અલી અને ક્રિસ મોરિસ જેવા સ્ટાર ખેલાડીઓને રિલીઝ કરી દીધા છે.

RCBએ રિટેન કરેલા ખેલાડીઓ

વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, યુઝવેન્દ્ર ચહલ, દેવદત્ત પી., વી. સુંદર, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની, એડમ ઝાંપા, શાહબાઝ અહેમદ, જોશ ફિલિપ, કેન રિચાર્ડસન, પવન દેશપાંડે.

RCBએ રિલીઝ કરેલા ખેલાડીઓ

આરોન ફિન્ચ, ગુરકિરત મન, ક્રિસ મોરિસ, શિવમ દુબે, ડેલ સ્ટેન, પાર્થિવ પટેલ, ઇસુરૂ ઉદાના, ઉમેશ યાદવ અને પવન નેગી.

KKRએ રિટેન કરેલા ખેલાડીઓ

ઓઈન મોર્ગન, આન્દ્રે રસેલ, દિનેશ કાર્તિક, કમલેશ નાગરકોટી, કુલદીપ યાદવ, લોકી એફ., નીતીશ રાણા, પ્રસિદ્ધ કૃષ્ણ, રિન્કુ સિંહ, સંદીપ વોરિયર, શિવમ માવી, શુભમન ગિલ, સુનિલ નારાયણ, પેટ કમિન્સ, રાહુલ ત્રિપાઠી, વરુણ ચક્રવર્તી, અલી ખાન, ટિમ સેઇફર્ટ

KKRએ રિલીઝ કરેલા ખેલાડીઓ

ટોમ બેન્ટન, ક્રિસ ગ્રીન, સિદ્ધએશ લાડ, નિખિલ નાઈક, એમ. સિદ્ધાર્થ, હેરી ગર્ન

SRHએ રિટેન કરેલા ખેલાડીઓ

ડેવિડ વોર્નર, કેન વિલિયમ્સન, મનીષ પાંડે, પ્રિયમ ગર્ગ, વિરાટ સિંહ, રિદ્ધિમાન સાહા, વિજય શંકર, મોહમ્મદ નાબી, મિચેલ માર્શ, જેસન હોલ્ડર, અભિષેક શર્મા, ભુવનેશ્વર કુમાર, રાશિદ ખાન, ટી. નટરાજન, સંદીપ શર્મા, ખલીલ અહેમદ, સિદ્ધાર્થ કોલ.

READ ALSO

Related posts

IND VS ENG : નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ હતી ખરાબ? જાણો આ અંગે ICCના શું છે નિયમો

Sejal Vibhani

મોદી સ્ટેડિયમમાં પહેલી મેચ નીરસ: જીત છતાં ધડાધડ પડતી ઈંગ્લેન્ડ ટીમની વિકેટોથી પ્રેક્ષકો માટે મેચ રહી રોમાંચવિહીન

Pritesh Mehta

કોંગ્રેસેને એક સાંધે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતી, વધુ એક બેઠક ગુમાવવાનો આવ્યો વારો: થયું એવું કે હારેલા ઉમદેવાર બે દિવસ પછી થયા વિજેતા!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!