GSTV

IPL-2021નો આગાઝ, ક્રિકેટ રસીકો માટે આવ્યા મોટા સમાચાર, સ્ટેડિયમમાં મેચનો આનંદ માણી શકશે દર્શકો

ipl

Last Updated on September 15, 2021 by pratik shah

IPL ની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. IPL-2021નું બીજા સેગમેન્ટની શરૂઆત રવિવારના રોજ UAEમાં થઈ રહ્યો છે. પ્રથમ મેચ મુંબઈ ઈંડિયંસ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચેચે દુબઈ ઈંટરનેશનલ ક્રિકેટ સ્ટેડીયમમાં 19 સપ્ટેમ્બરના રોજ રમાશે. કોવિડ-19નના કારણે ભારતમાં તેનું પ્રથમ સેગમેન્ટ વચ્ચે જ રોકવું પડ્યું હતુ.

ત્યારે આ વચ્ચે ક્રિકેટના રસીકો માટે મોટા અને અતિ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં હવે સ્ટેડિયમમાં બેસીને દર્શકો મેચનો આનંદ માણી શકશે. 16 સપ્ટેમ્બરના રોજ ટીકિટ ખરીદી શકશે. BCCIએ આ બાબતની જાહેરાત કરી છે.

દર્શકો મેચની ટીકિટો આઈપીએલની અધિકૃત વેબસાઈટ પરથી ખરીદી શકશે. BCCIએ બુધવારે આ મામલે પ્રેસ દ્વારા જાણકારી આપી છે. વેબસાઈટ( www.iplt20.com)થી ખરીદી શકાશે. આ સાથે જ પ્લેટિનમલિસ્ટ. નેટ (PlatinumList.net) દ્વારા પણ ટિકીટોની ખરીદી કરવામાં આવી શકે છે.IPLની 31 મેચો બાકી છે જે દુબઈ, શારજાહ અને અબુ ધાબીમાં મર્યાદિત દર્શકો સાથે રમાશે. આ દરમિયાન, યુએઈ સરકારના કોવિડ પ્રોટોકોલ અને નિયમોનું પાલન કરવામાં આવશે.

ટીમની સંખ્યા વધશે

ખેલાડી

ટીમની સંખ્યા વધતા દરેક ટીમને 14 અથવા 18 લીગ મેચ રમવી પડશે. દરેક ફ્રેન્ચાઈઝીને હોમ વેન્યૂ પર 7 અને અવે વેન્યૂ પર પણ 7 મેચ નિશ્ચિતપણે રમવી પડશે. હાલના સમયમાં દરેક ટીમ 7-7 મેચ રમે છે. પણ ટીમો વધવાથી દરેક ટીમ 18 મેચ રમવી પડે તો, ટૂર્નામેન્ટનો સમય વધી જશે. આવા સમેય ઈન્ટરનેશન કાર્યક્રમ પર પ્રભાવ પડશે. લીગ મેચની સંખ્યા 74 અથવા 94 થઈ શકે છે. આગામી સીઝનમાં 74 મેચ જશ હશે.ટીમને 2 ગ્રુપમાં વહેંચવામાં આવશે.

ચેન્નઈ સુપર કિંગ્સની મુશ્કેલી વધશે.

ચેન્નઈ સુપર કિંગ્સને સૌથી વધુ પરેશાની થઈ શકે છે. ઓલરાઉન્ડર સેમ કરન અને મોઇન અલગી અધવચ્ચે ટીમનો સાથ છોડી શકે છે. દિલ્હી કેપિટલ્સ તરફથી રમતો ટોમ કરન અને રાજસ્થાન રોયલ્સનો લિયામ લિવિંગ્સટોન પણ બહાર થઈ શકે છે. દિલ્હી કેપિટલ્સની ટીમ અત્યાર સુધી પોઇન્ટ ટેબલમાં ટોપ પર છે. તે પ્લેઓફમાં રમશે તેવી પૂરેપૂરી શક્યતા છે. ઈંગ્લેન્ડને ટી20 વર્લ્ડ કપની પહેલી મેચ 23 ઓક્ટોબરે છે.

KKRનો કેપ્ટન ઇયોન મોર્ગન પણ નહીં રમી શકે

ઈંગ્લેન્ટ ટી20 ટીમના કેપ્ટન ઇયોન મોર્ગન KKRના કેપ્ટન છે. આવી સ્થિતિમાં જો ટીમ પ્લેઓફમાં પહોંચે છે, તો તે પણ નહીં રમી શકે. મોર્ગનની કેપ્ટનશીપમાં ઈંગ્લેન્ડે 2019 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આવી સ્થિતિમાં ટીમ તેનું પ્રદર્શન ટી20 વર્લ્ડ કપમાં પણ જાણવી રાખવા પ્રયત્ન કરશે. ઈંગ્લેન્ડે 2010માં ટી20 વર્લ્ડ કપ જીત્યો છે. આ ટૂર્નામેન્ટની 7મી સીઝન છે. વેસ્ટઇંડિઝની ટીમ ટૂર્નામેન્નટી ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને સૌથી વધુ 2 વખત આ ખિતાબ પોતાના નામે કર્યો છે.

READ ALSO

Related posts

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

‘આજે સાચુ બોલવાની કોઈ હિમ્મત નથી કરી રહ્યા’, રાજકારણ હવે વેપાર: સત્યપાલ મલિક કોના પર સાધી રહ્યા છે નિશાન

Zainul Ansari

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!