GSTV
Gujarat Government Advertisement

IPL 2021 / જોસ બટલરની ઝંઝાવાતી બેટિંગ, માત્ર આટલા બોલમાં ફટકારી દીધી સદી

Last Updated on May 2, 2021 by Bansari

રાજસ્થાન રોયલ્સના ઓપનિંગ બેટ્સમેન જોસ બટલરે આઈપીએલ 2021માં સેન્ચૂરી ફટકારી છે. આઈપીએલ 2021માં સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ તેણે 64 બોલમાં 11 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 124 રન કર્યા. આ આઈપીએલની સાથે ટી20માં પણ તેમની પહેલી સદી છે. આ આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ તરફથી સર્વોચ્ચ સ્કોર છે. સાથે જ આ સનરાઇઝર્સ વિરુદ્ધ બીજી સૌથી મોટી ઇનિંગ છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મેચ દરમિયાન એક સમયે બટલર 37 બોલમાં 42 રન પર રમી રહ્યા હતા. ત્યારબાદ તેણે આક્રમક વલણ અપનાવતા તૂફાની બેટિંગ કરી હતી. તેણે આગળની 27 બોલમાં 82 રન બનાવ્યા.

હૈદરાબાદને 221નો લક્ષ્ય

રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદને 221 રનનો લક્ષ્ય આપ્યો છે. રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 3 વિકેટના નુકશાને 220 રન કર્યા હતા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ક્રાઇમ બ્રાન્ચે 17 વર્ષે હત્યાની વોન્ટેડ ડિસ્કો યાદવની કરી ધરપકડ, 4 લોકોની ક્રૂરતા પૂર્વક હત્યા કરીને થઈ હતી ફરાર

pratik shah

આંખોનો ટેસ્ટ/ આ તસ્વીરમાં છે 2 દીપડા પણ લોકોને દેખાય છે માત્ર એક, શું તમને દેખાયો બીજો? સાચે સાચ્ચું જ કહેજો

Pritesh Mehta

ના હોય! / આ શખ્સે સર્જ્યો રેકોર્ડ, 43 વખત કોરોના પોઝિટિવ આવતા વૈજ્ઞાનિકોએ શરૂ કર્યું રિસર્ચ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!