Last Updated on February 27, 2021 by Bansari
BCCI મુંબઈમાં કોરોનાના કેસમાં આવેલા ઉછાળાના લીધે આગામી IPLમાં મુંબઈની મેચો એક જ સ્થળે નહીં પણ ચારથી પાંચ સ્થળોએ યોજવા માટે વિચારી રહી છે. આ માટે મુંબઈમાં ચાર સ્ટેડિયમો વાનખેડે, બ્રેબોર્ન, ડીવાય પાટિલ અને રિલાયન્સ સ્ટેડિયમ માટે ચર્ચા ચાલી રહી છે. સિંગલ બાયોસિક્યોર બબલ રચવા માટે તે સારો વિકલ્પ હશે. આગામી IPLની ફાઇનલ અમદાવાદમાં યોજવા માટે પણ BCCI ગંભીરપણે વિચારી રહ્યુ છે.

આ કારણે મુંબઇમાં નહીં યોજાય IPLની ફાઇનલ
મહારાષ્ટ્ર અને તેમા પણ ખાસ કરીને મુંબઈમાં કોરોનાના કેસમાં આવેલા ઉછાળાના પગલે BCCIએ આ પ્રકારનો વિચાર કરવો પડી રહ્યો છે. હજી તો IPLને મહિનાની વાર છે, પરંતુ કેટલાક નિર્ણયો લેવાવા જરુરી છે. મુંબઈ જેવા શહેરમાં કોરોનાના કેસ વધ્યા છે ત્યારે સિંગલ સિટી IPL યોજવાનો નિર્ણય શક્ય નથી.

અમદાવાદમાં યોજાઇ શકે છે પ્લેઑફ અને ફાઇનલ મેચ
કોલકાતા, હૈદરાબાદ અને બેંગ્લુરુ જેવા શહેરો મેચો યોજવા તૈયાર છે. અમદાવાદમાં પણ પ્લે ઓફ અને IPLની ફાઇનલ મેચ યોજાઈ શકે, એમ તેમણે જણાવ્યું હતું.IPLનો પ્રારંભ એપ્રિલના બીજા સપ્તાહથી થશે. ગયા વર્ષે કોરોનાના લીધે આ ટુર્નામેન્ટ યુએઇમાં યોજવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં ઉછાળો નોંધાયો છે અને ગુરુવારે ત્યાં 8,000 કેસ નોંધાયા હતા. એકલા મુંબઈ શહેરમાં જ એક જ દિવસમાં 1,100 કેસ નોંધાયા હતા.
Read Also
- સ્ટાઇપેન્ડ / રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને કોવિડ પ્રોત્સાહન આપવા મામલે GIDAની સ્પષ્ટતા
- દેશમાં કોરોનાનો હાહાકાર / જાણો કયા રાજ્યમાં લાગ્યું વીકેન્ડ લોકડાઉન તો ક્યાં લાગ્યો નાઇટ કરફ્યુ
- દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર
- કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ
- ડાન્સિંગ ક્વીન નોરા ફતેહીનો ક્રશ કોણ છે? અભિનેત્રીએ વીડિયો શેર કરીને કર્યો ખુલાસો
