GSTV

સુપર ફેન / ‘મારી પત્ની મને CSKની જર્સી નથી પહેરવા દેતી’, સ્ટેડિયમમાં પ્લેકાર્ડ લઇને પહોંચ્યો દર્શક

Last Updated on September 26, 2021 by Zainul Ansari

વિશ્વની સૌથી અમીર ક્રિકેટ લીગ આઈપીએલની 14મી સીઝન (IPL 2021)ના બીજા તબક્કાની મેચો UAEમાં રમાઇ રહી છે. બીજા તબક્કામાં સ્ટેડિયમમાં દર્શકોને પણ મેચ જોવાની મંજૂરી આપવામાં આવી છે. તેના કારણે દર્શકો સ્ટેડિયમમાં તેમની મનપસંદ ટીમો અને મનપસંદ ખેલાડીઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે. જોકે કેટલીકવાર તેમની ક્રિયાઓ અને પ્લેકાર્ડ પણ ધ્યાન આકર્ષિત કરે છે. ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચમાં આવું જ એક પ્લેકાર્ડ દેખાયું હતું. તેને એક વ્યક્તિએ પકડી રાખ્યો હતો જેના પર લખ્યું હતું કે મારી પત્ની મને ચેન્નઈ સુપર કિંગ્સની જર્સી પહેરવા દેતી નથી.

ધોની

ચેન્નઈ સુપર કિંગ્સના સત્તાવાર ટ્વીટર અકાઉન્ટ પરથી આ ફેનની તસવીર પોસ્ટ કરવામાં આવી છે. તે દર્શકે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમની જર્સી પહેરી હતી. આ તસવીરને લોકો ઘણા પસંદ કરી રહ્યા છે. આ તસવીરને જોયા પછી લાગે છે કે જે વ્યક્તિ પ્લેકાર્ડ લઇને ઉભો છે, તે ચેન્નઈનો ફેન છે પરંતુ તેની પત્ની વિરાટ કોહલીની ટીમ RCBની ફેન છે. શારજાહમાં જે મેચને જોવા તે પહોંચ્યા હતા, તેમા CSKએ RCBને 4 વિકેટથી હરાવ્યું.

CSKએ તસવીર ટ્વીટ કરી

ચેન્નઈ સુપર કિંગ્સે આ તસવીર સાથે કેપ્શન લખ્યું, પ્રેમ આંધળો હોય છે. આ તસવીરને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. ઘણા લોકો તેના પર કોમેન્ટમાં દિલવાળા ઇમોજી પણ શેર કરી રહ્યા છો, તો કેટલાક લખી રહ્યા છે કે તેઓ ધોનીના કારણે CSKને પસંદ કરતા હશે.

Read Also

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!