GSTV

IPL Auction 2021: હરાજીમાં આ ત્રણ ખેલાડીઓ પર સૌની નજર, બોલાઈ શકે છે ઊંચા ભાવ

IPL

IPL Auction: આઇપીએલમાં આજે થનારી હરાજીમાં ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને ગ્લેન મેક્સવેલની ઊંચી બોલી લાગી શકે છે. તેની સાથે ઇંગ્લેન્ડના મોઇન અલી, એલેક્સ હેલ્સ અને એલેક્સ કેરીના પણ ઊંચા ભાવ બોલાય તેવી સંભાવના છે. સ્ટીવ સ્મિથ અને મેક્સવેલનો બેઝ પ્રાઇસ જ બે કરોડનો છે. આ રીતે હેલ્સ અને કેરીનો બેઝ પ્રાઇસ દોઢ કરોડનો છે. જ્યારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર દેખાવ કરનારા સ્થાનિક ખેલાડીઓ મોહમ્મદ અઝહરુદ્દીન, શાહરુખ ખાન, વિષ્ણુ સોલંકી અને આકાશદીપની પણ બોલબાલા છે.

ipl

કેટલા ખેલાડીઓની હરાજી

આઇપીએલમાં કુલ ૨૯૨ ખેલાડીઓની હરાજી થવાની છે. તેમા ૧૬૪ સ્થાનિક ખેલાડીઓ છે અને ૧૯૨ વિદેશી ખેલાડીઓ છે.

IPLની કઈ ટીમ પાસે કેટલું ભંડોળ

આઠ ફ્રેન્ચાઇઝી પાસે કુલ ૬૧ સ્લોટ છે. તેમા રોયલ ચેલેન્જ બેંગ્લોર પાસે સૌથી વધુ ૧૧ જગ્યા ખાલી છે. તેની પાસેનું ભંડોળ ૩૫.૪ કરોડ છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે ફક્ત ત્રણ જ સ્લોટ છે અને તેની પાસે ૧૦.૭૫ કરોડનું ભંડોળ છે. સૌથી વધુ ભંડોળ અનિલ કુંબલેના કોચિંગવાળા પંજાબ કિંગ્સ પાસે છે, જે અગાઉ કિંગ્સ ઇલેવન પંજાબ તરીકે જાણીતું હતું. તેની પાસે ૫૩.૨૦ કરોડનું ભંડોળ છે અને નવ સ્લોટ છે. જ્યારે ચેન્નાઈ સુપરકિંગ્સ છ સ્લોટ ભરવા માટે ૨૦ કરોડનું ભંડોળ ખર્ચશે. મુંબઈ ઇન્ડિયન્સ સાત ખેલાડીઓ માટે ૧૫.૩૫ કરોડ અને દિલ્હી કેપિટલ્સ આઠ ખેલાડીઓ માટે ૧૩.૪૦ કરોડ ખર્ચવાની છે.

ipl

કયા-કયા વિદેશી ખેલાડીઓનો ઊંચો ભાવ બોલાઈ શકે

ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓમાં જોઈએ તો મેક્સવેલની ઓલરાઉન્ડ ક્ષમતા તેને બે કરોડના બેઝ પ્રાઇસ છતાં ઊંચો ભાવ મેળવવામાં મદદ કરી શકે છે. જો કોઈ ફ્રેન્ચાઇઝી કેપ્ટન તરીકેના વિકલ્પ પર પણ વિચારતી હોય તો તે બે કરોડનો બેઝ પ્રાઇસ ધરાવતા સ્ટીવ સ્મિથ પર પસંદગી ઉતારી શકે છે. આ ઉપરાંત ઇંગ્લેન્ડના ડેવિડ મલાન, એલેક્સ હેલ્સ, એલેક્સ કેરી અને મોઇન અલી પર પણ નજર છે. તેઓનો બેઝ પ્રાઇસ દોઢ કરોડનો છે.

પર્ફોર્મન્સ વગરના ભારતીય ખેલાડીઓના પણ ઊંચા ભાવ

આઇપીએલમાં તાજેતરમાં સારો દેખાવ ન કરી શકનારા ભારતીય ખેલાડીઓના પણ ઊંચા ભાવ બોલાય છે અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ યુવરાજસિંહ અને જયદેવ ઉનડકટ છે. તેની પાછળનું મહત્ત્વનું કારણ તે ખાસ પ્રકારનું સ્કીલ ધરાવતા ભારતીય ખેલાડીઓ છે. આવું જ કેદાર જાદવ અને હરભજનનું છે.

કેરળના અઝહરુદ્દીન પર નજર

કેરળના અઝહરુદ્દીને સૈયદ મુશ્તાક અલી ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુંબઈ સામે ફક્ત ૫૪ બોલમાં અણનમ ૧૩૭ રન ફટકારવા દરમિયાન ફક્ત ૩૭ બોલમાં સદી ફટકારી હતી ત્યારે તે બધાની નજરમાં આવ્યો હતો. તેણે નવ ચોગ્ગા અને ૧૧ છગ્ગાની મદદથી આ સ્કોર કર્યો હતો. તેનો બેઝ પ્રાઇસ ૨૦ લાખ રૃપિયા છે.

શાહરુખ ખાન

તમિલનાડુનો આ ખેલાડી સૈયદ મુશ્તાક અલી ટી૨૦ની ફાઇનલમાં ૭ બોલમાં ૧૮ રન ફટકારી પ્રકાશમાં આવ્યો હતો. આ પહેલા તેણે ટીમને સેમી ફાઇનલ માટે ક્વોલિફાઈ કરવામાં પણ મહત્ત્વની ઇનિંગ્સ રમી હતી. તેણે ક્વાર્ટર ફાઇનલમાં હિમાચલ પ્રદેશ સામે ફક્ત ૧૯ બોલમાં ૪૦ રન ફટકારી તમિલનાડુને વિજય અપાવ્યો હતો. શાહરુખ સ્વાભાવિક રીતે ચેન્નાઈ સુપરકિંગ્સની નજરમાં હશે, કારણ કે ગયા વર્ષે તેનું પર્ફોર્મન્સ નબળું રહ્યું હતું.

Read Also

Related posts

સીડી કાંડમાં ફસાયેલા કર્ણાટકાના મંત્રીએ આપ્યું રાજીનામું, નોકરીના બદલામાં મહિલાનું યૌન શોષણ કરવાનો આરોપ

pratik shah

દારૂબંધી માત્ર કાગળ પર / ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ, 2020માં ઝડપાયો આટલા કરોડનો દારૂ

Pritesh Mehta

બજેટ 2021-22/ રાજયમાં યાત્રાધામ અને પ્રવાસન સ્થળોએ વિકસાવાશે કાયમી હેલીપેડ, અમદાવાદ-મુંબઇ બુલેટ માટે 1500 કરોડની ફાળવણી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!