IPL 2021ની સિઝન માટે ખેલાડીઓની હરાજી 18 ફેબ્રુઆરીએ યોજાઈ શકે છે. ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. અધિકારીએ જણાવ્યું કે,‘હરાજી 18 ફેબ્રુઆરીએ યોજાઈ શકે છે. આ માટે સ્થળ અંગે હાલ ચર્ચા ચાલી રહી છે.’ બીસીસીઆઈ એ પણ નક્કી કરશે કે આગામી આઈપીએલ સિઝન ભારતમાં યોજાશે કે નહીં.
બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ વારંવાર એક જ વસ્તુ પર ભાર આપ્યો છે કે, IPL 2021નું આયોજન ભારતમાં જ કરવામા આવશે. કોરોના વાઈરસ મહામારીને કારણે 2020માં IPL નું આયોજન યુએઈમાં કરવામા આવ્યું હતું. આવતા મહિને ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી ઘરઆંગણાની સીરિઝ બાદ IPL ના ભારતમાં આયોજનનો માર્ગ સરળ બનશે. ખેલાડીઓને રિટેન કરવાની અંતિમ તારીખ 20 જાન્યુઆરી હતી, જ્યારે 4 ફેબ્રુઆરી સુધી ટ્રેડિંગ વિન્ડો (ખેલાડીઓને એક ટીમમાંથી બીજા ટીમમાં ટ્રાન્સફર કરવા) ચાલુ રહેશે.

IPL 2021 માટે ફેબ્રુઆરીમાં યોજાનાર મિની ઑક્શન અગાઉ ઘણી ટીમોએ મોટાપાયે ખેલાડીઓને રીલિઝ કર્યા છે. હરભજન સિંહના ચેન્નાઈ સુપર કિંગ્સ સાથેના કરારનો અંત આવ્યો છે. જ્યારે સ્ટિવ સ્મિથને રાજસ્થાન રૉયલ્સે બહાર કર્યો છે. ટીમોથી રીલિઝ કરવામા આવેલા ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયાનો ગ્લેન મેક્સવેલ (કિંગ્સ ઈલેવન પંજાબનો ખેલાડી) જેવા દિગ્ગજ પણ સામેલ છે.
હરાજી અગાઉ વિવિધ ફ્રેન્ચાઈઝી દ્વારા રીલિઝ કરવામા આવેલા ખેલાડીઓની યાદીઃ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) – 10 ખેલાડીઓ
ગુરકીરત સિંહ માન, મોઈન અલી, પાર્થિવ પટેલ (ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે), પવન નેગી, શિવમ દુબે, ઉમેશ યાદવ, એરોન ફિન્ચ, ક્રિસ મોરિસ, ડેલ સ્ટેન, ઈસુરુ ઉદાના.
ટીમ પાસે હરાજી માટે રહેલી રકમઃ 35.70 કરોડ રૂપિયા
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) – 6 ખેલાડીઓ
શેન વૉટસન (નિવૃત્તિ લીધી), મુરલી વિજય, કેદાર જાધવ, હરભજન સિંહ, પિયૂષ ચાવલા, મોનુ સિંહ.
ટીમ પાસે હરાજી માટે રહેલી રકમઃ 22.90 કરોડ રૂપિયા

રાજસ્થાન રૉયલ્સ (RR) – 8 ખેલાડીઓ
સ્ટિવ સ્મિથ, અંકિત રાજપૂત, ઓશાન થૉમસ, આકાશ સિંહ, વરુણ એરોન, ટૉમ કુરન, અનિરુદ્ધ જોશી, શશાંક સિંહ.
ટીમ પાસે હરાજી માટે રહેલી રકમઃ 34.85 કરોડ રૂપિયા
દિલ્હી કેપિટલ્સ (DC) – 6 ખેલાડીઓ
મોહિત શર્મા, તુષાર દેશપાંડે, કીમો પૉલ, સંદીપ લામિછાને, એલેક્સ કેરી, જેસન રૉય
ટીમ પાસે હરાજી માટે રહેલી રકમઃ 12.8 કરોડ રૂપિયા
સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) – 5 ખેલાડીઓ
બિલી સ્ટેનલેક, ફેબિયન એલેન, સંજય યાદવ, બી સંદીપ અને વાઈ પૃથ્વીરાજ
ટીમ પાસે હરાજી માટે રહેલી રકમઃ 10.75 કરોડ રૂપિયા

કિંગ્સ ઈલેવન પંજાબ (KXIP) – 9 ખેલાડી
ગ્લેન મેક્સવેલ, શેલ્ડન કોટ્રેલ, કે. ગૌતમ, મુજીબ ઉર રહમાન, જીમી નિશમ, હાર્ડસ વિલજોન, કરુણ નાયર, જગદીશ સુચિત, તેજિંદર સિંહ.
ટીમ પાસે હરાજી માટે રહેલી રકમઃ 53.2 કરોડ રૂપિયા
મુંબઈ ઈન્ડિયન્સ (MI) – 7 ખેલાડીઓ
લસિથ મલિંગા (ફ્રેન્ચાઈઝ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી), નાથન કુલ્ટર નાઈલ, જેમ્સ પેટિન્સન, શેરફાન રુદરફોર્ડ, મિશેલ મેક્લેનેઘન, દિગ્વિજય દેશમુખ, પ્રિન્સ બલવંત રાય.
ટીમ પાસે હરાજી માટે રહેલી રકમઃ 15.35 કરોડ રૂપિયા
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) – 6 ખેલાડીઓ
નિકિલ નાયક, સિદ્ધેશ લાડ, એમ સિદ્ધાર્થ, ટોમ બેન્ટન, ક્રિસ ગ્રીન હેરી ગર્ને
ટીમ પાસે હરાજી માટે રહેલી રકમઃ 10.85 કરોડ રૂપિયા
READ ALSO
- વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન
- શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત
- પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી
- વડાલીના અનુસૂચિત સમાજનો વરઘોડો તો નીકળ્યો પણ પોલીસ બંદોબસ્ત સાથે, પણ કેમ?
- સરકારી નોકરી: જૂનિયર એન્જિનીયર અને ટેકનિકલ ઓફિસર સહિતની કેટલીય જગ્યાઓ માટે આવી ભરતી, 537 જગ્યાઓ છે ખાલી