GSTV
Gujarat Government Advertisement

IPLને કોરોનાનું ગ્રહણ/ ક્રિકેટ બોર્ડની ચિંતા વધી, વાનખેડે સ્ટેડિયમના આટલા કર્મચારીઓ કોરોનાગ્રસ્ત

ipl

Last Updated on April 6, 2021 by Bansari

IPL 2021: આઈપીએલની શરુઆત થાય તે પહેલા જ ક્રિકેટ આલમમાં કોરોનાનો પગપેસારો થઈ ચુક્યો છે. મળતી વિગતો પ્રમાણે મુંબઈના વાનખેડે સ્ટેડિયમના વધુ ત્રણ કર્મચારીઓ કોરોના ગ્રસ્ત થયા છે. જેમાં બે ગ્રાઉન્ડસમેન અને એક પ્લમ્બરનો સમાવેશ થાય છે. આ પહેલા વાનખેડે સ્ટેડિયમના 10 કર્મચારીઓને કોરોનાનુ સંક્રમણ લાગ્યા બાદ બીજા કર્મચારીઓનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે અગાઉ જેમને કોરોનાનુ સંક્રમણ લાગ્યુ હતુ તે કર્મચારીઓનો ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ હવે સ્ટેડિયમને મેચોનુ આયોજન કરવા માટે લીલી ઝંડી આપી દેવાઈ છે.

કોરોના

કિરણ મોરે પણ કોરોના સંક્રમિત

ભારતના પૂર્વ વિકેટકીપર કિરણ મોરેનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 58 વર્ષીય મોરે મુંબઈ ઇન્ડિયન્સમાં વિકેટકીપર-કન્સલ્ટન્ટ તરીકે ફરજ નિભાવી રહ્યા છે. મુંબઈ ઇન્ડિયન્સે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે મોરે એસિમ્પટૉમૅટિક છે અને હાલ આઇસોલેશનમાં છે. મુંબઈ ઇન્ડિયન્સની મેડિકલ ટીમ તેમને સતત મોનિટર કરી રહી છે તેમજ મોરે અને ફ્રેન્ચાઈઝ BCCI હેલ્થ ગાઇડલાઇન્સને ફોલો કરી રહ્યા છે.

રાણા અને પડિક્કલનો રિપોર્ટ નેગેટિવ

અત્યારસુધીમાં લીગના 3 ખેલાડી સહિત 23 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ 3 પ્લેયર્સમાં કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન નીતીશ રાણા, દિલ્હી કેપિટલ્સના ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના દેવદત્ત પડિક્કલનો સમાવેશ થાય છે. રાણા અને પડિક્કલનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. અક્ષર અંગે કોઈ અપડેટ મળ્યું નથી. ચેન્નઈની કન્ટેન્ટ ટીમના એક સદસ્યનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

IPL

મુંબઈમાં 10થી 25 એપ્રિલમાં 10 મેચ

લીગ સ્ટેજની 56માંથી ચેન્નઈ, મુંબઈ, કોલકાતા અને બેંગલુરુમાં 10-10 મેચ રમાશે. દિલ્હી અને અમદાવાદમાં 8-8 મેચ રમાશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બધી મેચ 10થી 25 એપ્રિલ વચ્ચે રમાશે. પ્રથમ મેચ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે 10 એપ્રિલે રમાશે. પ્લે-ઓફ અને ફાઇનલ અમદાવાદમાં રમાશે.

મહારાષ્ટ્રમાં દરેક વીકેન્ડ પર લોકડાઉન, છતાં IPL રમાશે

કોરોનાના વધતા કેસોને લીધે મહારાષ્ટ્રમાં 9 એપ્રિલ સાંજે 8 વાગ્યાથી સોમવારે સવારે 7 વાગ્યા સુધી દરેક વીકેન્ડ પર લોકડાઉન રહેશે. એવામાં IPL દરમિયાન મુંબઈમાં મેચ થવા પર ટીમોને કોઈ સમસ્યા નહીં થાય, કારણ કે રાજ્ય સરકારે IPL માટે મંજૂરી આપી દીધી છે. મેચ દરમિયાન સ્ટેડિયમમાં દર્શકો નહીં હોય. ટીમો રાત્રે 8 વાગ્યા પછી પણ પ્રેક્ટિસ અને હોટલ જઈ શકે એ માટે પરવાનગી આપવામાં આવી છે.

જોકે કોરોનાનુ સંક્રમણ અટકી નહીં રહ્યુ હોવાથી ક્રિકેટ બોર્ડની ચિંતા વધી ગઈ છે. મળતી વિગતો પ્રમાણે આઈપીએલનુ પ્રસારણ કરનાર ચેનલના 14 કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ જાહેર થયા છે. ટુર્નામેન્ટના પ્રારંભ આડે 3 દિવસ જ રહ્યા છે. વાનખેડે સ્ટેડિયમમાં આઈપીએલની પહેલી મેચ 10 એપ્રિલે રમાવાની છે.

દેશમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે ક્રિકેટ બોર્ડે ભારતમાં જ આઈપીએલનુ આયોજન કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પર હવે સવાલો ઉઠી રહ્યા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જો મો માં વારંવાર છાલા પડે છે, તો પછી આ સરળ ઘરેલું ઉપાય અજમાવો

Bansari

ડબલ માસ્ક કોરોના થી બચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, માસ્કથી ફક્ત ૪૦ ટકા સલામતી

Bansari

અમૂલ ડેરી કેસ: 12% જીએસટી લાગશે ફ્લેવર્ડ મિલ્ક ઉપર, ગુજરાત એએઆરનો ચુકાદો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!