GSTV

આ વખતની IPL પડકારરૂપ હશે, વિચારોની સ્પષ્ટતાની જરૂરી : રૈના

રૈના

ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર સુરેશ રૈનાનું માનવું છે કે કે કોરોના વાયરસ બાદ હવે યુએઈમાં આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ખેલાડીઓની સામે અનેક નવા પડકારો આવશે અને સફળતા મેળવવા માટે વિચારોની સ્પષ્ટતા નિર્ણાયક રહેશે.

કોરોના પ્રોટોકોલ મુજબ આયોજન

આ વર્ષે રોગચાળાને કારણે IPL યુએઈમાં યોજાઈ રહી છે જ્યાં આઈસીસી અને ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા નક્કી કરવામાં આવેલા પ્રોટોકોલ હેઠળ તેનું આયોજન 19મી સપ્ટેમ્બરથી 10મી નવેમ્બર સુધી ત્રણ સ્થળોએ દુબઇ, અબુધાબી અને શારજાહમાં કરવામાં આવશે.

દર બીજા ત્રીજા સપ્તાહે કોવિડ-19 ટેસ્ટ

સુરેશ રૈનાએ એક વેબિનારમાં જણાવ્યું હતું કે, ‘આ IPL તે જોવા માટે ખૂબ જ રસપ્રદ રહેશે કે ખેલાડીઓ શું વિચારે છે. તમે જુદી જુદી પરિસ્થિતિમાં રમશો અને આઇસીસીના પણ ઘણા પ્રોટોકોલ હશે અને તમારે દર બીજા-ત્રીજા સપ્તાહે કોવિડ-19ના પરીક્ષણમાંથી પસાર થવું પડશે.’

Indian cricketer and all-rounder

સપોર્ટ સ્ટાફના પણ 4-5 વખત કોરોના ટેસ્ટ

બીસીસીઆઈની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ કાર્યવાહી (એસઓપી) અનુસાર ભારતીય ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને IPL દરમિયાન ઓછામાં ઓછા પાંચ વખત  દર પાંચમા દિવસે કોરોના ટેસ્ટ કરાવવા પડશે અને રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ તેમને યુએઈમાં ટ્રેનિંગ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે.

IPL 2020 પડકારજનક

રૈનાએ ઉમેર્યું હતું કે ‘તેથી જ હું કહીશ કે આ બધી તપાસ હાથ ધર્યા પછી તમારે તમારા મનમાં સ્પષ્ટ થવું પડશે કે મેદાન પર તમારે શું કરવું છે કારણ કે અંતે જ્યારે તમે કોઈ રમતનો ભાગ બની રહ્યા હો તો તમારે પણ તે રમતનો આનંદ માણવો પડશે.’ કોરોનાને કારણે માર્ચ મહિનાથી ઘરે રહ્યા પછી ફિટનેસ પણ મહત્વપૂર્ણ રહેશે અને તે આ ટુર્નામેન્ટની શરુઆતની આતુરતાથી રાહ જોઇ રહ્યો છે.

અનેક રેકોર્ડ છે સુરેશ રૈનાના નામે

સુરેશ રૈના અત્યાર સુધીની તમામ આઇપીએલમાં રમેલો છે. આઉપીએલમાં સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ પણ તેના નામે છે. તે 193 મેચ રમ્યો છે તો ધોની 190 અને રોહિત શર્મા 188, દિનેશ કાર્તિક 182, વિરાટ કોહલી અને રોબિન ઉથપ્પા બંનેએ 177 મેચ રમી છે.

MUST READ:

Related posts

સુરતમાં હત્યાનો સીલ સિલો યથાવત, ભટાર વિસ્તારમાં ચપ્પુના ઘા ઝીંકી યુવકની હત્યા

Nilesh Jethva

કેરળનો એક યુવાન 6 મહિનામાં ત્રણ વખત થયો કોરોના પોઝિટિવ, સ્વાસ્થ્ય વિભાગ માટે બન્યો કોયડો

Mansi Patel

એસબીઆઈનાં કર્મચારીઓના રીપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા બેંક બંધ કરાવવામાં આવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!