GSTV
Gujarat Government Advertisement

સંદીપ પાટીલના મતે સુપર ઓવરની જરૂર જ નથી, ટાઈ એ જ યોગ્ય પરિણામ છે

Last Updated on October 20, 2020 by Mansi Patel

આઇપીએલમાં આ વખતે કેટલીક મેચો અત્યંત રોમાંચક રહી હતી અને બંને ટીમ છેક સુધી શાનદાર રીતે લડત આપતી રહી હતી. આમ થવાને કારણે ચાર મેચ એવી હતી જેમાં બંને ટીમનો સ્કોર સમાંતર રહ્યો અને મેચ ટાઈમાં પરિણમી હતી. આમ ટાઈ થયા બાદ મેચમાં વિજેતા નક્કી કરવા માટે સુપર ઓવરની મદદ લેવામાં આવતી હોય છે.

સુપર ઓવરનો કન્સેપ્ટ જ પસંદ નથી

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સંદીપ પાટીલ એક જમાનામાં સૌથી આક્રમક અને ઝડપી બેટિંગ કરવા માટે જાણીતા હતા. સંદીપ પાટીલ નેશનલ ટીમના ચીફ સિલેક્ટર પણ રહી ચૂક્યા છે અને તેઓ હાલમાં રમતા હોત અથવા તો તેમના જમાનામાં આઇપીએલ જેવી ટુર્નામેન્ટ હોત તો સુપર ઓવરમાં બેટિંગ કરવા માટે તેમને જ મોકલવામાં આવતા હોત. જોકે ખુદ સંદીપ પાટીલ આ વિશે એમ કહે છે કે તેમને સુપર ઓવરનો કન્સેપ્ટ જ પસંદ નથી.

સુપર ઓવરને બદલે પોઈન્ટ વહેંચી લેવાનું પસંદ કરે

સંદીપ પાટીલે જણાવ્યું હતું કે તેઓ સુપર ઓવરને બદલે પોઇન્ટ વહેંચી લેવાનું પસંદ કરે છે કેમ કે ટાઈ પણ એક જાતનું પરિણામ જ છે અને તેનો સ્વિકાર કરી લેવો જોઇએ. તેઓ તો એટલે સધી કહે છે કે તેમને આ ટુર્નામેન્ટના નોકઆઉટ રાઉન્ડમાં પણ ટાઈ વખતે સુપર ઓવર જોવી ગમશે નહીં.

IPLમાં રવિવારે બે મેચ ટાઈ પડી હતી

તેમણે જણાવ્યું હતું કે ટાઈ એ શ્રેષ્ઠ પરિણામ છે. બંને ટીમે તેમના સર્વશ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા તો બંનેને લાભ થવો જ જોઇએ અને તેથી જ બંનેને એક એક પોઇન્ટ મળવો જોઇએ. એક જ ઓવરના પરિણામથી તમે કોઈ એક ટીમને લાભ કે બીજી ટીમને અન્યાય કરાવી શકો નહીં. આખરે તો તેમાં બે જ ખેલાડી રમે છે જ્યારે ક્રિકેટ તો 11 ખેલાડીની રમત છે. આઇપીએલમાં રવિવારે બે મેચ ટાઇ પડી હતી અને તેમાંય મુંબઈ અને પંજાબ વચ્ચેની મેચમાં તો ટાઈ બાદ સુપર ઓવર પણ ટાઈ પડતાં બીજી સુપર ઓવર ફેંકવામાં આવી હતી.

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!