GSTV

બેંગલોરના ભૂતપૂર્વ કોચે RCB ચેમ્પિયન નહીં બનવા બદલ કોહલીને જવાબદાર ઠેરવ્યો

વિરાટ કોહલી ભારતનો સફળ કેપ્ટન છે. તે ટેસ્ટ ક્રિકેટમાં 60 ટકા સફળતા હાંસલ કરી ચૂક્યો છે પરંતુ આઇપીએલની વાત કરીએ તો તેની કપ્તાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ ક્યારેય ચેમ્પિયન બની શકી નથી. આ અંગે કારણ આપતાં બેંગલોરના ભૂતપૂર્વ કોચ રે જેનિંગ્સે જણાવ્યું હતું કે કોહલીએ ઘણી વાર અયોગ્ય ખેલાડીઓને સમર્થન કર્યું હતું. જેને કારણે આઇપીએલની એકેય સિઝનમાં બેંગલોરની ટીમ વિજેતા બની શકી નથી. રે જેનિંગ્સે આ માટે કોહલીને જવાબદાર ઠેરવ્યો હતો.

કોહલીની પ્લાનીંગ અલગ હતી

રે જેનિંગ્સે 2009થી 2013 દરમિયાન આરસીબીને કોચિંગ આપ્યું હતું. તેમણે કહ્યું કે હું ઇચ્છતો હતો કે કેટલાક ખેલાડી ખાસ ભૂમિકા ભજવે પરંતુ કોહલીની પ્લાનિંગ અલગ જ હતી. મને પાછળ ફરીને જોવાનું કહેવામાં આવે તો આઇપીએલમાં એક ટીમ પાસે 25થી 30 ખેલાડીઓનું દળ હોય છે અને એ તમામ ખેલાડીની દેખરેખ રાખવાની જવાબદારી કોચની હોય છે. ક્યારેક કોહલી ટીમમાં એકલો હતો. તેણે ખોટા અને અયોગ્ય ખેલાડીઓને સપોર્ટ કર્યો હતો. જોકે તેના માટે તમે તેને દોષિત ઠેરવી શકો નહીં. હું ઇચ્છતો હતો કે કેટલાક ખેલાડીઓ ચોક્કસ પરિસ્થિતિમાં બેટિંગ કે બોલિંગ કરે પરંતુ કોહલી પાસે અલગ જ યોજના રહેતી હતી.

RCB બે વખત IPLની ફાઈનલમાં પ્રવેશી

આરસીબીએ બે વાર આઇપીએલની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને એ વખતે કોચપદે રે જેનિંગ્સ જ હતા. 2009માં અનીલ કુંબલે કેપ્ટન હતો અને 2011માં જેનિયલ વિટોરી કેપ્ટન હતો. તેમણે જણાવ્યું હતું કે આઇપીએલ અલગ જ પ્રકારનું ક્રિકેટ છે. છ સપ્તાહમાં કોઈ ખેલાડી ફોર્મમાં હોય તો કોઈ ફોર્મ ગુમાવી દેતા હોય છે. ટીમમાં કોઈ એક વ્યક્તિએ હંમેશાં ત્યાં રહેવાની જરૂર હોય છે. હુ હતો ત્યારે કેટલાક ખેલાડી માટે વધારે સમય આપવા માગતો હતો પરંતુ કોહલીનો વિચાર અલગ જ હતો. જોકે આ તો ભૂતકાળની વાત છે. ટીમના ખેલાડીઓ બહેતર બની રહ્યા છે અને ટૂંક સમયમાં જ તેઓ આઇપીએલ ટ્રોફી જીતવાનું શરૂ કરી દેશે.

Related posts

VIP રોડ પર VIP નેતાઓનો અકસ્માત/ મુખ્યમંત્રીની ગાડીના કાફલાનો પૂર્વ મુખ્યમંત્રીની ગાડીના કાફલા સાથે થયો અકસ્માત

Pravin Makwana

ગુજરાત માટે આવ્યા સારા સમાચાર, બે દિવસમાં અમદાવાદની આ હોસ્પિટલમાં ટ્રાયલ માટે આવશે કોરોના વેક્સિન

Nilesh Jethva

17 વર્ષના ઈતિહાસમાં પહેલી વાર દિલ્હીમાં પડી આટલી ઠંડી, દેશના આ વિસ્તારોમાં પણ પડશે ભયંકર ઠંડી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!