GSTV
Gujarat Government Advertisement

સનરાઇઝર્સ હૈદરાબાદને મોટો ફટકો, આ ઓલરાઉન્ડર ઇજાને કારણે IPLમાંથી આઉટ થઈ ગયો

Last Updated on October 31, 2020 by Mansi Patel

આઇપીએલની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ તેના અંતિમ ચરણમાં પ્રવેશી ચૂકી છે. અત્યારે મોખરાની ત્રણ ટીમને બાદ કરતાં બાકીની તમામ ટીમો પ્લે ઓફમાં પ્રવેશવા માટે ઝઝૂમી રહી છે અને દરેક મેચમાં અણધાર્યા પરિણામ આવી રહ્યા છે ત્યારે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને મોટો ફટકો પડ્યો છે. હૈદરાબાદની ટીમનો મહત્વનો ઓલરાઉન્ડર વિજય શંકર ઘાયલ થયો છે અને તે હવે IPLમાં આગળ રમી શકશે નહીં.

વિજય શંકરને ગ્રેડ-2 ઇજા છે અને હવે તે બાકીની કોઈ મેચમાં રમી શકશે નહીં. હૈદરાબાદની ટીમને શનિવારે રમાનારી બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે રમવાનું છે જેમાં વિજય શંકર નહીં રમે. હૈદરાબાદ અત્યારે સાતમા ક્રમે છે અને તેને બે મેચ રમવાની બાકી છે. બંને મેચ તે જીતી લે અને એ વખતે તેનો નેટ રનરેટ બહેતર હશે તો તેની પાસે પણ પ્લે ઓફમાં પ્રવેશવાની તક રહેલી છે.

હૈદરાબાદની ટીમ છેલ્લે દિલ્હી કેપિટલ્સ સામે રમી ત્યારે 29 વર્ષના વિજય શંકરને ઇજા પહોંચી હતી. તે પોતાની બીજી ઓવર ફેંકી રહ્યો હતો ત્યારે તેના પગના સ્નાયુઓ ખેંચાઈ ગયા હતા. તે 1.5 ઓવર બોલિંગ કરીને મેદાનમાંથી પરત ફરી ગયો હતો. એ વખતે બાકી રહેલો એક બોલ ટીમના કેપ્ટન ડેવિડ વોર્નરે ફેંક્યો હતો.

હૈદરાબાદ માટે માત્ર વિજય શંકરની ઇજા જ જોખમી નથી પરંતુ સાથે સાથે રિદ્ધિમાન સહા પણ ઘાયલ છે. અગાઉની મેચમાં શાનદાર 87 રન ફટકારનારો સહા હાલમાં સારવાર લઈ રહ્યો છે અને તેના રમવા અંગે પણ શંકા સેવાઈ રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજસ્થાન ભાજપમાં બધુ ઠીક નથી? 20 વર્ષમાં પ્રથમ વખત નવા પોસ્ટરમાંથી વસુંધરા રાજે ગાયબ

Vishvesh Dave

બદલાવ / Windows 10 આ તારીખથી થઈ જશે એકસપાયર્ડ, ઓપરેટિંગ સિસ્ટમમાં થઈ જશે મોટા ફેરફાર

Dhruv Brahmbhatt

ઝટકો / સિંધિયાની હોમટાઉનમાં જ આબરૂની ધૂળધાણી, ‘બેશર્મ’ ફૂલોની માળા પહેરાવી ભાજપ સરકારનું નાક વાઢી લેવાયું

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!