GSTV

BCCI સચિવ જય શાહે શા માટે કહ્યું- IPL માટે આપણે આપવુ પડશે બલિદાન

ipl

Last Updated on August 26, 2020 by Bansari

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો પ્રારંભ 19મી સપ્ટેમ્બરથી યુનાઇટેડ આરબ અમિરાતમાં થઈ રહ્યો છે. IPLની આ ટી20 ક્રિકેટ લીગમાં દર વખતે ભવ્ય ઉદઘાટન સમારંભ થતો હોય છે. જોકે ગયા વર્ષે આમ કરાયું ન હતું. આમ છતાં દર વખતે ભારતીય ક્રિકેટ બોર્ડ તેના તમામ સદસ્યો એટલે કે વિવિધ સ્ટેટ ક્રિકેટ એસોસિયેશનને આ માટે આમંત્રણ આપતું હોય છે પણ આ વખતે તેમ બનશે નહીં. આ વખતે સ્ટેટ એસોસિયેશન કમસે કમ IPLની પ્રારંભિક મેચો માટે દુબઈ જઈ શકશે નહીં.

જય શાહે રાજ્યના સંગઠનોને પત્ર લખ્યો હતો

કોરોના વાયરસને કારણે આ વખતે અત્યંત કડક સુરક્ષા રચી દેવામાં આવી છે. બાયો બબલ (જૈવિક સુરક્ષિત વાતાવરણ)નું પાલન કરવાનું છે જેને કારણે ઘણા પ્રતિબંધો લાદી દેવામાં આવશે . બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે બોર્ડના તમામ એસોસિયેશનને આ અંગે માહિતી આપી હતી.તેમણે કહ્યું, ‘કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે સંપર્ક ટાળવો જરૂરી છે. આપણે આ એક બલિદાન આપવુ પડશે. જો કે, તેમણે કહ્યું કે, “હું આશા રાખું છું કે પ્લે ઓફ સ્ટેજ પર પહોંચતાં, પ્રતિબંધો ઓછા થશે અને તમે યુએઈમાં આવવા સમર્થ હશો.”

જોકે તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે ટુર્નામેન્ટના અંતિમ તબક્કામાં કેટલીક મંજૂરી આપવામાં આવશે તો સ્ટેટ એસોસિયેશનના અધિકારીઓ IPLની મેચો નિહાળવા ત્યાં જઈ શકશે. આઇપીએલની ફાઇનલ દસમી નવેમ્બરે રમાનારી છે. સામાન્ય રીતે તમામ એસોસિયેશનને IPLના ઉદઘાટન સમારંભ ઉપરાંત પ્લે ઓફ મેચો માટે આમંત્રણ આપવામાં આવતું હોય છે.

જય શાહે જણાવ્યું હતું કે મને ખાતરી છે કે આ વખતની ટુર્નામેન્ટ યાદગાર રહેશે પરંતુ પ્રાંરભિક મેચોમાં સદસ્યોની ગેરહાજરી અનુભવાશે.બોર્ડ દર વખતે વિવિધ સ્ટેટ એસોસિયેશનના પ્રમુખ, સેક્રેટરી તથા ભૂતપૂર્વ હોદ્દેદારોને આઇપીએલની મેચો નિહાળવા આમંત્રણ આપતું હોય છે. જોકે આ વખતે કોરોનાની મહામારીને કારણે પરિસ્થિતિ બદલાઈ છે અને ભારતમાં પરિસ્થિતિ અનુકૂળ નહીં હોવાથી આ ઇવેન્ટ અમિરાતમાં યોજાઈ રહી છે.

Read Also

Related posts

વાસ્તુના નિયમો: રસોડામાં રહેલુ ઝીરૂ બદલી શકે છે આપનું નસીબ, આવી રીતે ઉપયોગ કરવાથી થશે ધનનો વરસાદ

Pravin Makwana

તાલિબાની આતંક: અફઘાનિસ્તાનમાં આવેલા સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય પરિસર પર હુમલો, એક ગાર્ડનું મોત

Pravin Makwana

ટોક્યો 2020: ભારતીય મહિલા હૉકી ટીમે દેશવાસીઓને આશા જગાડી, આફ્રિકાને હરાવી ક્વાર્ટર ફાઈનલમાં મળી શકે છે જગ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!